SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ * શબ્દસમીપ • નથી. મારા બાપુજીના વિજયનો આનંદ ઓસરે તે પહેલાં જ એ બુઢાએ મારા બાપુજીનું અપમાન કર્યું. તેણે કહ્યું કે એક જંગલી જબીજા જંગલીને તગેડી મૂકી શકે. મારા બાપુજીની યુક્તિઓને તેણે ચોરની યુક્તિઓ તરીકે ઓળખાવી, કારણ કે બધા પરદેશીઓ ચોર હોય છે. મેદાની પ્રદેશના વડીલો ફક્ત કૃતઘ્ની જ નથી, પરંતુ ક્રૂર વર્તાવ કરનારા પણ છે. ગાઘેન્યા પોતાની દીકરી મેરીઓને ભેટ તરીકે ધરે છે, જેણે જંગલીઓ સાથેના છેલ્લા યુદ્ધ દરમિયાન મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. પણ તે સારી રીતે જાણતા હતા કે મેરીઓ આ છોકરીને પરણવાનું સ્વીકારી ન શકે, કારણ કે ગાઘેન્યાની પત્ની નામ્બુઆની દાદીની બહેન હતી. આફ્રિકન પરંપરાગત સમાજમાં આવા નિકટના સંબંધી સાથેના લગ્નનો નિષેધ છે, આથી પોતે પરદેશી હોવા છતાં આ દરખાસ્તનો અસ્વીકાર કરીને પ્રજાની પરંપરા માટેનો આદર પ્રગટ કરે છે. નામ્બુઆ કહે છે કે જ્યારે મેદાનમાં જાહેર કાર્યક્રમ હોય અને ખાસ કરીને મંદિરમાં હોય ત્યારે મેરીઓ આ કાર્યક્રમમાં હાજરી આપનાર સૌપ્રથમ વ્યક્તિ હોય છે. શુન્ડુ લેરેમાને મંદિરમાં પ્રજાને બોલાવવાનું કહે છે ત્યારે સૌપ્રથમ આવનારાઓમાં મેરીઓ હોય છે. મેરીઓ આટલી આજ્ઞાંકિત અને કબીલાની પરંપરાને આદર આપતો હોવા છતાં શા માટે તેના કુટુંબ પ્રત્યે ભેદભાવ દાખવવામાં આવે છે ? આ ભેદ કપોલકલ્પિત ધારણાઓ પર આધારિત હોય છે. મેરીઓની નિષ્ઠામાં શંકા પ્રેરે તેવી વાતો અને અફવાઓ ચગાવવામાં આવી છે. ઉદાહરણ રૂપે કહીએ તો તેના પર એવો આરોપ મુકાય છે કે તે રાત્રિના અંધકારમાં લોકોના ઘરમાંથી ઘેટાં ચોરી જાય છે, પણ આ માટે કોઈ પુરાવા અપાતા નથી. વળી મેરીઓ સામેનો ભેદભાવ પરિસ્થિતિ પ્રમાણે બદલાતો રહે છે. આવી જ રીતે વાંગાનો પ્રતિનિધિરૂપ લેરેમા યુવાનોને બહેકાવનાર તરીકે આલ્બીનોને ઓળખાવે છે, પણ એ અંગે કોઈ સાબિતી આપતો નથી. બલ્કે એટલું જ તારણ આપે છે કે આલ્બીનોને મારી નાખવા જોઈએ. આમ આલ્બીનોના સંહાર કે મેરીઓ પ્રત્યેના ભેદભાવની બાબતમાં કોઈ તર્ક કે નિયમ નિહિત નથી. નાટકનો બીજો સંઘર્ષ તે યુવા-વડીલોની પેઢી વચ્ચેનો સંઘર્ષ છે. વડીલોના - ૧૧૦ ] આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ • અગ્રણી શુન્ડુ અને યુવા પેઢીના નેતા લેકિન્ડો વચ્ચેના સંઘર્ષમાં તે પ્રગટ થાય છે. લેકિન્ડો એના સમાજને નકારાત્મક અને નિર્દયી તત્ત્વોમાંથી મુક્ત કરવાની લડતમાં આગેવાની લે છે. આમાં પરદેશીઓ વિરુદ્ધ રખાતા ભેદ અને પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે. પડોશી જાતિ સામે વિના કારણે બિનજરૂરી યુદ્ધ વહોરી લેવાની વૃત્તિ કે ઝનૂનનો પણ વિરોધ કરે છે. કબીલાના સભ્યો નૃત્ય કરે છે તે સ્થળ એક મહત્ત્વનું મિલનસ્થળ હોય છે. આફ્રિકાની પરંપરા મુજબ આ સ્થળે મહત્ત્વના નિર્ણયો લેવાતા હોય છે. તેમ છતાં લેકિન્ડો આ પ્રદેશને નિરર્થક સ્થાન કહે છે, કારણ કે આગળ જતાં લેકિન્ડો વડીલોને છરીઓનો ભારો કહે છે. શુન્ડુ ૫૨દેશી આલ્બીનોને યુવાનોના મનમાં વાઝિમ (શેતાન) ઘુસાડનાર ગણે છે. યુવાનો દ્વારા થતો વડીલશાહીનો વિરોધ એને આવો આક્ષેપ કરવા પ્રેરે છે. યુવાનોના વર્તનમાં અને ખાસ કરીને લેકિન્ડોના વર્તનમાં એવું કશુંય નથી કે જે શુન્યુને આવા નિર્ણય પર લાવી દે ! જુઓ લેસીજોરે આલ્બીનો પર આરોપ મૂકે છે ઃ લેસીજોરે : વડીલો, તમારી અવસ્થામાંથી મને થોડાં વર્ષો ઉછીના લેવા દો. જેથી મારો વારો નથી છતાં મારી વાત કહી લઉં, કારણ કે આ ત્રાસદાયક સત્ય મેં મારી આંખે જોયું છે અને મારા કાને સાંભળ્યું છે. આલ્બીનોની હત્યા કરો. આલ્બીનોનો વધ કરવો જ જોઈએ. આ મેદાનોમાં આ અજાણ્યા પરદેશીઓને આપણે આવકાર્યા ત્યારે આપણને એમ હતું કે એ લોકો માત્ર આવજા કરે છે. અને પગનો થાક ઉતારવા સુધી જ આપણી જોડે રહીને એમનો પછીનો પંથ કાપવા માંડશે. પણ આ તો જુઓ. આ લોકો તો રહી પડ્યા અને અહીં અડ્ડો જમાવી દીધો. ઋતુઓના પિતા વાંગાદેવે હમણાં જ આપણને ચેતવી દીધા છે કે એ લોકો આ મેદાનોને પથ્થરોમાં ભંડારી દેશે અને એ દેવની સૂર્ય-ચંદ્રની આંખો બધું જ જોઈ શકે છે. એ ક્યારેય આપણને છેતરતા નથી. આલ્બીનોએ જેમાં પડાવ નાખ્યો છે તે ટેકરી પરિયા ગુફાનો પંથક બની ગયો છે. જીવે નામના તરસ પ્રાણીની પવિત્ર ટેકરી પણ - ૧૧૧ D
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy