SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • લેકિન્ટો ધાર્યું કરાવે છે. નૃત્યમાં ચંદારાણી કોને બનાવવી એ અંગે બધાનો અભિપ્રાય લે છે. નવી ચંદારાણીની નિમણૂક થવી જોઈએ એમ કહે છે ખરો, પણ એની સાથે સાથે નૃત્ય કરનાર પ્રથમ વ્યક્તિ બનવાનો ઇન્કાર કરે છે. નાડુઓ આવી પહોંચતાં એ તરત જ પોતાનો નિર્ણય બદલી નાખે છે અને ટોળીના સભ્યોને અને વિશેષે અન્ય સ્ત્રીઓને નાખ્યુઆને નૃત્યની ચંઘરાણી તરીકે સ્વીકારવાનો આગ્રહ કરે છે. લેકિન્ટો : આલ્બીનોની મંડળીના સાથીઓ, યુવાની પામીને તમારા સૌનો નવજન્મ થયો, એ સાંજે વુલે(એક વૃક્ષોની ડાળીએ જે દોરા બાંધ્યા હતા તેની આમન્યાના જોરે, હું તમને સૌને નાડુઆનો આ ટોળીમાં સ્વાગત - સ્વીકાર કરવાનો આદેશ આપું છું. હવેથી તે બેશક આપણામાંની જ એક ગણાશે. રિકાનાયક લેકિન્ડો ટોળીના સભ્યો પાસે પોતાનો અભિપ્રાય સ્વીકારાવે છે. તેમને જાણે કે બાળકો હોય તેમ સમજતો લાગે છે ! બીજી બાજુ તે નાડુઆને કહે છે કે ટોળીના સભ્યોને ટોળાં તરીકે સ્વીકારવા તે જ બરાબર છે, કારણ કે ટોળામાં વિચાર કરવાની શક્તિ હોતી નથી. નાડુઆની હાજરીમાં શુન્ડ સાથેનો તેનો સંઘર્ષ તેની ઉગ્રતા દર્શાવે છે અને વડીલો પ્રત્યે માન ન હોવાની છાપ ઊભી કરે છે. ચાલી આવતી લોકપરંપરા સામે અને પોતાના પિતાની સામે બળવો કરવો તે આગવી વિચારશક્તિ માગી લે તેવું પગલું હતું. એણે ઘણા સમય પૂર્વે આની યોજના ઘડી રાખી હતી, કિંતુ માત્ર યોગ્ય તકની રાહ જોતો હતો. શુન્ : લેકિન્ટો, મારા દીકરા, તને થયું છે શું ? અગાઉ તેં ક્યારેય આવી રીતે વાત નથી કરી. લેકિન્ટો : અત્યાર સુધી મેં બાળકની જેમ વાત કરી છે. હવે આપણે બે મોટેરાંની જેમ વાત કરીએ. નાટકના વિષયવસ્તુ પરથી સ્પષ્ટ થાય છે કે લેકિન્ડો ટોળીના સભ્યોનો ઉપયોગ રક્ષણ માટે અને નાડુઆના સ્વીકાર માટે કરે છે. તેના રૂઢિપરિવર્તનના કાર્યમાં આ બાબતો નિમિત્ત બને છે. આથી એક સ્તરે લેકિન્ડો સમાજનાં પ્રગતિશીલ તત્ત્વોને વાચા આપીને સમગ્ર સમાજના કલ્યાણ માટે પરિવર્તનની તરફેણ કરતો લાગે છે, તેમ છતાં આ પરિવર્તન તેને અંગત રીતે લાભદાયી છે. 0 ૧૦૨ ] • આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ • સુંદર યુવતી નામને મેદાની પ્રદેશના વડીલો પરદેશી ગણે છે, કારણ કે તેના પ્રદા પરદેશી હતા, જે આ પ્રદેશની સ્ત્રી સાથે પરણ્યા હતા. નાન્યુઆ તેની સુંદરતાને કારણે પુરુષોમાં આકર્ષણનું કેન્દ્ર હતી, જ્યારે આ જાતિની અન્ય સ્ત્રીઓ એની સાથે ઉપેક્ષાપૂર્ણ વ્યવહાર કરતી હતી, કારણ કે એ સ્ત્રીઓને નાડુઆની ઈર્ષા થતી હતી. વડીલો દ્વારા નાડુઆની થતી અવહેલનાનું કારણ એ નથી કે તે પરદેશી છે, પરંતુ તેની સુન્નત વિધિ થયેલ નથી. શુન્ડ: અચ્છા ? તો તમને એમ લાગે છે કે વડીલો આ કામમાં નિષ્ફળ નીવડ્યા કે એમાં ચૂક કરી ? તો પછી, સૌથી હોશિયાર ગણાતા રિકાનાય કે, હું પણ તને એટલું જણાવી દઉં કે એ પરદેશી છોકરીને અમે યૌવનસંસ્કાર એટલા માટે આપ્યા નથી કે તેનો બાપ મેરીઓ આપણી વસ્તીનો નથી. કોણ હતા એના પૂર્વજો અને એમને કયાં દાટેલા છે એની આપણને કશી ખબર નથી. એ છો કરીના માથા સાટે કયા પ્રેતાત્માને બોલાવવા ? તેના આશીર્વાદ માટે કયા દેવને ઉપાસવા ? મક્કમ નાખ્યુઆને જાતિ સાથે ભળવાની મનાઈ હોવા છતાં તે હિંમતભેર આ પ્રતિબંધને ઠોકર મારે છે. જે ધિક્કારથી વડીલો એના પ્રત્યે વર્તે છે તે જ રીતે તેમની સાથે એ વર્તે છે. તે વડીલોને કદરૂપા અને ‘પ્રાચીન આંખોવાળા’ કહે છે. શુન્ડ તેને ગાય, ઘેટી, ઝરખ અને જંગલની ઝાડીના નિરર્થક પ્રાણી તરીકે ઓળખાવે છે. આપણને આશ્ચર્ય થાય કે નાડુઆ પ્રત્યેનો આટલો ધિક્કાર યોગ્ય છે ખરો ? બુદ્ધિશાળી નાખ્યુઆની વાત ગળે ઊતરી જાય તેવી હોય છે. આ પ્રદેશના સભ્યો સાથે તેને બે વડીલો નાગવેડે અને ગાથેન્યા નૃત્ય કરતી જુએ છે ત્યારે તે સમવયસ્કોની ટોળીના પોતાના સાથીઓને તેના સંતાપનું સાચું કારણ દર્શાવતી નથી, પરિણામે વડીલો અને યુવાટોળી વચ્ચેનો સંઘર્ષ એટકાવે છે. નાડુઆની માતા સાથેની વાતચીતમાં એના સ્વભાવનું સાહજિક ચિત્ર ખડું થાય છે, પરંતુ લેકિન્ટો સાથેના તેના સંબંધો પરથી ખ્યાલ આવે છે કે તે સાવ ભોળી નથી. તે કબૂલ પણ કરે છે કે તે અને લેકિન્ટો વસંત દરમિયાન ખાનગીમાં મળતાં હતાં.
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy