SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ * શબ્દસમીપ • આ નાટક ચાર દશ્યો(movements)માં વહેંચાયેલું છે. આમાં પ્રથમ અને બીજું દશ્ય એ વધુ લંબાણભર્યું છે, એને મુકાબલે ત્રીજા અને ચોથા દેશ્યનો નાટ્યવેગ ઝડપી લાગે છે. પ્રથમ શ્યનો આલ્બીનોના રિકાના સભ્યોના મુખ્ય મેદાનના વિસ્તારના આગમનથી પ્રારંભ થાય છે. તાજા જ સુન્નત થયેલ નરનારીઓનું આ જૂથ છે. તેઓ તેમના નેતા, લેકિન્ડો સામે નર્તન કરે છે, જે તેમને અટકાવે છે. અગાઉની રાત્રિએ નૃત્ય કરનારી નામ્બુઆ હજી આવી નથી, આથી આ નૃત્યની ચંદારાણી કોણ બનશે તેની ચર્ચા ચાલે છે. પુરુષો નામ્બુઆ માટે રાહ જોવા ઇચ્છે છે. જ્યારે ઈર્ષાથી પ્રેરાઈને સ્ત્રીઓ નૃત્યની ચંદારાણીના વિકલ્પથી નૃત્ય કરવા આતુર છે. નામ્બુઆ નૃત્યની ચંદારાણી બની શકે નહીં તેનું કારણ એ છે કે તે પરદેશી છે. તેને પોતાની ઉંમરના સાથી સાથે આ ઉત્સવમાં ભાગ મેળવવાની ના પડાઈ છે, કારણ કે તેના દાદા આ મેદાની પ્રદેશથી અજાણ્યા પરદેશી હતા. આખરે કાજીરૂ નામની યુવતી ચંદારાણીનો પાઠ ભજવવા નૃત્યની રાણી માટે પસંદ કરાઈ, ત્યારે નવી ચંદ્રિકાનો સંઘર્ષ ઊકલી ગયો. નૃત્યનો પ્રારંભ થયો. યુવક-યુવતીઓ પરસ્પરને ઉષ્મા આપવા લાગ્યાં. એવામાં નામ્બુઆ આવે છે. લેકિન્ડો ફરીથી નૃત્ય અટકાવે છે અને નૃત્યની ચંદારાણી તરીકે નામ્બુઆને ગોઠવવા પ્રયત્ન કરે છે. આ કારણે ભાગ લઈ રહેલી કેટલીક સ્ત્રીઓ વિરોધ રૂપે સ્થળ છોડી જાય છે. નામ્બુઆ ચંદારાણી તરીકે આવતાં નૃત્ય શરૂ થાય છે, પરંતુ લાંબું ચાલતું નથી. ત્રણ બળવાખોર છોકરીઓ કેટલાંક વડીલો સાથે પાછી ફરે છે. તે વખતે લેકિન્ડો અને નામ્વઆ મંચ પર નૃત્ય કરતાં હોય છે. વડીલોના ઘૃણાપૂર્ણ ચહેરાઓ જોઈને નામ્બુઆ બેચેન બની જાય છે, આથી આ નૃત્ય અધવચ બંધ થાય છે. લેકિન્ડો નૃત્યનો પ્રારંભ કરનારા અન્ય સહુને પછીથી બીજી વખત નૃત્ય ગોઠવાશે તેવું વચન આપી રવાના કરે છે. સમાજના યુવકો પર અસરકર્તા હતા તે વિષે કહેવા માટે એકલો રહી જાય છે. લેકિન્ડો અને નામ્બુઆ વચ્ચેની વાતચીત દરમ્યાન લેકિન્ડોના પિતા શુન્ડુ આવે છે અને તે આ બંનેને સાથે જુએ છે. નામ્બુઆના યુવકો સાથેના સંબંધ અને ખાસ કરીને પોતાના પુત્ર સાથેના સંબંધ વિશે સાંભળેલી વાતોથી શુન્ડુ બેચેન છે. પ્રથમ દૃશ્યના અંતમાં પિતા અને પુત્ર એકબીજા સામે કટુ વચનો બોલે છે અને છેવટે શુન્ડુ ચાલ્યો જાય છે. તેને લેકિન્ડો અને નાન્યુઆ અનુસરે છે. ]] આફ્રિકન પરિવેશમાં વર્તમાન સંઘર્ષ • સમગ્ર નાટકમાં ઘટનાઓ દ્વારા વિકસિત થનારા સંઘર્ષોનો સર્જક પ્રથમ દૃશ્યમાં પરિચય આપે છે. સૌપ્રથમ આલ્બીનોની ‘રિકા'(મંડળી)માં સંઘર્ષ છે અને બીજો સંઘર્ષ ચંદારાણી અંગે સ્ત્રીઓમાં છે. જૂની પેઢીના પિતા અને વડીલો આલ્બીનોના જુવાનિયાઓની મંડળીમાં નામ્બુઆને સભ્ય તરીકે માન્ય ગણવી કે કેમ તેની ચર્ચા કરે છે. આમાંથી જૂની અને નવી પેઢીની પ્રેમ અને લગ્નવિષયક વિચારસરણીની ભિન્નતા પ્રગટે છે. આ દૃશ્યમાં મહત્ત્વની સંઘર્ષભૂમિ બને છે રંગભૂમિની મધ્યમાં આવેલો ટીંબો. એના પર ચંદારાણી અને તેના સાથીઓ નૃત્ય કરે છે. મંચ આજુબાજુની જગ્યા કરતાં ટીંબો ઊંચા સ્થાને છે. નાટકની શરૂઆતમાં નૃત્યને આકાશી નૃત્ય તરીકે વર્ણવાય છે એટલે કે ઉત્કર્ષ સૂચવતું નૃત્ય. સમાજના આ યુવાનો સામાજિક ઉત્કર્ષ માટે લડી રહ્યા છે, તેવું સૂચવાય છે. બીજું દશ્ય વાંગાના મંદિરમાં ભજવાય છે. આ દશ્ય વાંગામંદિરના પૂજારી લેરેમાની વાતથી શરૂ થાય છે. લેસીજોરેના કુટુંબે વિધાતા દ્વારા સર્જાયેલી અપરંપાર આફત સહન કરી છે તેના માટે પ્રાર્થના કરવાનું પૂજારી લેરેમાને કહેવા આવ્યો છે. લેસીજોરે ફરિયાદ કરે છે કે કીડાઓએ તેમની બાજરીના પાકનો નાશ કર્યો છે. તેના દીકરાને સુન્નત કરવાની છરીથી વ્યથા પહોંચી છે, જેનાથી આખું કુટુંબ શરમ અનુભવે છે. તેમની ગાયો જંગલીઓ દ્વારા ચોરાઈ ગઈ છે અને છેવટે તેઓના પુરુષોની પત્નીઓમાંની એક બીજી વ્યક્તિ સાથે નાસી ગઈ છે. લેસીજોરેની વિદાય પછી લેરેમા અને મકુમ્બુ તેના વિશે ટૂંકમાં ચર્ચા કરે છે. બંને ખુશ થાય છે કે છેવટે લેસીોરે કમભાગ્યનો શિકાર બન્યો ખરો ! ખાસ કરીને મકુમ્બુ લેસીજારેની પનોતીથી વિશેષ પ્રસન્ન થાય છે. લેસીોરેની કમનસીબીની ચર્ચા તેમને લેટીની ચર્ચા તરફ દોરી જાય છે. લેટી તેમનો મૃત્યુ પામેલ દીકરો છે. એની ખોપરીને તેઓએ હજી દફનાવ્યા વગર મંદિરમાં રાખી છે, કારણ કે “લેરેમા મૃત્યુ પામતા નથી.” મકુમ્બુ ઇચ્છે છે કે લેરેમા ‘લેટી’ માટે પત્ની શોધી આપે. આ ચર્ચા દરમિયાન શુન્ડુ મંદિરમાં ધસી આવે છે અને લેરેમા મંદિરમાં એક નિર્ણયાત્મક અને તાત્કાલિક સભા બોલાવવાની માંગણી કરે છે. લોકોને બોલાવાય છે અને વડીલો તાત્કાલિક un
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy