SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • નહિ, ત્રણ નહિ, ચોથા મંગળ જેવા ચાર ચાર રંગતરંગો જમાવી ગુર્જરગિરાને ગલીપચી કરવાના બહાને એણે ગુનાપચ્ચીશી કીધી છે. આને માટે અલી અને અલો જેવાં પાત્રો રજૂ કરે છે અને ગુર્જર ગિરાને ગલીપચી કરવાના બહાને કરેલી ગુનાપચીસીનો જવાબ આપતાં જ્યોતીન્દ્ર દવે ગુનાપચ્ચીસી એટલે શું – પચ્ચીસ ગુનાનો સમાહાર ? કેવળ ગુધ્ધાપચ્ચીસી જેવા શબ્દ પરથી જ એ નવો શબ્દ બનાવી કાઢવામાં આવ્યો હોય તો તે હું સમજી શકતો નથી. પરંતુ ગુર્જરગિરાને ગલીપચી કરવાનો મેં કદી વિચાર સેવ્યો નથી. ગલીપચી વિશે મને કડવો અનુભવ થયો છે. હાસ્યરસ વિશેના એક વિદ્વત્તાપ્રચુર નિબંધમાં ‘વાંદરામાં હાસ્યવૃત્તિ હોય છે ને વાંદરાને ગલીપચી કરવાથી તે હસે છે ” એવી મતલબનું વાંચી પ્રયોગ કરવાના ઇરાદાથી મારા એક ઓળખીતા ગૃહસ્થ પાળેલી વાંદરીને મેં ગલીપચી કરી. કાં તો હાસ્યરસના આ વિદ્વાન લેખકને વાંદરાઓનો અભ્યાસ નહીં હોય કે કાં તો ઉક્ત વાંદરીની હાસ્યવૃત્તિ, કેટલાક મનુષ્યોની પેઠે જ, વિક્ત કે મૃત થઈ ગયેલી હશે. પણ મેં કરેલી ગલીપચીથી હસી પડવાને બદલે વાંદરીએ મને જોરથી લપડાક ખેંચી કાઢી ગબડાવી પાડ્યો. તે દિવસથી ગલીપચી ને લપડાક, વાણીને અર્થ પેઠે, મારા માનસમાં એવા સંયુક્ત થયા છે કે એકનો વિચાર, બીજાના ભય વગર, હું કરી શકતો જ નથી અને ગુર્જરગિરાને કદાચ ગલીપચી કરવાનો કોઈ વિચાર કરે તો તે થઈ શકે તેમ પણ નથી. એની આસપાસ શબ્દના એવા વાઘા સજાવવામાં આવ્યા છે કે એને ગલીપચી થાય જ નહીં. આ કૃતિમાં આવતી સર્જકોની કેફિયતોમાં મુનશીની કેફિયત અને રજૂઆત સાવ જુદી તરી આવે છે. એમાં સર્જકની ખુમારી દેખાય છે. તેઓ માનનીય ન્યાયમૂર્તિને ઉદ્દેશીને કહે છે – મારા ધારાશાસ્ત્રીએ જે મારે માટે કર્યું છે તેને માટે હું તેનો આભાર માનું છું, પણ એમણે તો તમારી દૃષ્ટિએ મને બિનગુનેગાર ઠરાવવાનો પ્રયત્ન કર્યો. હું હવે મારી દૃષ્ટિએ મારો બચાવ નહીં, મારો અધિકાર રજૂ કરું છું. ઈશ્વરે મને કલ્પના આપી, બીજાને ત્યાં તરવરાટ ન થાય ત્યાં તરવરાટ અનુભવવાની મને શક્તિ આપી અને તે તરવરાટથી ઉત્તેજિત થયેલી મારી કલ્પનાને શબ્દ દ્વારા સર્જન કરવાની હથોટી આપી આમાંથી કોઈ પણ શક્તિ અને સમાજે નથી આપી, પેગંબરોએ નથી આપી, નીતિએ નથી આપી અને વિવેચકોએ પણ નથી આપી. • અદાલતનો આનંદરસ • આ શક્તિઓને પરિણામે વ્યાસ અને હોમર, નરસિંહ અને મીરાંબાઈ, વાલ્મીકિ, કાલિદાસ અને ભાગવતકાર, તુલસીદાસ અને શેકસપિયર, ગોએથે, હ્યુગો, રોલી ને મા જેવા સાહિત્યસ્વામી જે પંથના મહાગુઓ છે તેની કંઠી મેં બાંધી. અમારા પંથને દેશભેદ કે રંગભેદ નથી. કાલના ખંડો અમારી એકતા ખંડિત કરતાં નથી. कालो ह्य यं निरवधिर्विपुला च पृथ्वी એ અમારો સિદ્ધાંત છે. તમારા જમાનાના આદર્શો, તમારાં રાજકીય બળોનાં ધોરણો, તમારા સર્વસત્તાધિકારીઓનાં શાસનો અને તમારા આર્થિક ભેદોની પાશવ સ્થલતા અમને સ્પર્શતી નથી. કોઈ પણ જમાનાના ડાહ્યાઓનું ધોરણ કે શાસન અમને બાંધતું નથી. અમારું ધોરણ અને અમારું ધ્યેય એ તો ખંડ ખંડે ને યુગે યુગે માનવહૃદયની સનાતન તૃષામાંથી પ્રગટે છે. હું તમારા ન્યાયાધીશપણ કે તમારા ધારાનું પ્રભુત્વ સ્વીકારી શકતો નથી. મને માફ કરજો. ને હું સ્વીકારું તો મારા ધર્મના દ્રોહ કરું એમ માનું છું. સનાતન સરસતાની સેવામાં બની તેવી સૃષ્ટિઓ મેં રચી ને ભાંગી, મેં પાત્રો સજ્યાં ને માય, મેં પ્રસંગો ઊભા કર્યા ને તોડી નાખ્યા. જેમ મારી કલ્પનાએ મને આદેશ દીધો તેમ. તમે એને નિયમમાં લાવનાર કોણ ? માફ કરજો. મુરબ્બી, તમારામાં અને નિયમમાં લાવવાની શક્તિ નથી. તમે બધાએ જગતમાં પશુબળ વધાર્યું. અમારા પંથે એને સૌંદર્યનાં દર્શન કરાવ્યાં. તમે માનવી-માનવીઓમાં ભેદ ઊભા કર્યા. અમે સમાજ ને રસિકતા શીખવી. યુગે યુગે, રાષ્ટ્ર રાષ્ટ્ર-રી સમસ્ત સંસ્કારી જનતાને આનંદ-સમાધિનો અધિકારી બનાવ્યા. તમને, માનનીય ન્યાયમૂર્તિ ! મારો ન્યાય કરવાનો જરાય અધિકાર નથી. મારે તમારી એ કર્યુગી દૃષ્ટિના પીંજરામાં પુરાવું નથી. હું તો સનાતન સરસતાનો, અપુર્વ સરસતાનો પરમ અને અનંત એવા સંવાદી આનંદનો તરસ્યો છું. ને મારી તરસ છું છિપાવું અને એવા જ કોઈને આનંદ આપી એની તરસ છિપાવી શકું એ જ મારું કર્તવ્ય, એ જ મારો સ્વધર્મ છે અને એમાં જ મરણ પામવું એમાં જ મારો મોક્ષ અને ત્યાં સુધી મારો ન્યાય તો ભાવિ મનુષ્ય કરશે જો મારા સાહિત્યમાં જીવંત સરસતા ઈશે તો, નહીતર તમે કોણ મને ન્યાય કરનાર ? સ્વરૂપની દૃષ્ટિએ પણ આ પુસ્તક ગુજરાતી સાહિત્યમાં જુદી જ ભાત પાડે છે. અદાલતની મુકદ્દમો ચલાવવાની પદ્ધતિએ આમાં જુદા જુદા સાહિત્યકારો વચ્ચે ચતુરાઈભર્યા સંવાદોનું આયોજન કર્યું છે. ચન્દ્રવદન મહેતાની ગદ્યશૈલી, એમનું શબ્દપ્રભુત્વ, રસળતી કથનરીતિ, વાચાતુર્ય, રમૂજવૃત્તિ અને સૌથી 0 ૯ર 0 ૯૩ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy