SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • વળી તે રૂપકૌલી પ્રયોજે છે. “બ્રહ્મતૃષા' નિબંધમાં તરસ્યા સાબરના રૂપક દ્વારા બ્રહ્મપાનની ઇચ્છા કેવી સરસ રીતે વ્યક્ત કરી છે ! વક્તવ્યને રૂપકમાં મઢીને મૂકવાની એની ટેવ છે, જેના પ્રભાવ નીચે અનુગામી ગદ્યકારો પણ આવેલા જોવા મળશે. દા.ત., પોતાના જમાનાની બોલાતી ભાષા વિશે રૂપકશૈલીમાં કહે છે - સુરતની ભાષા કહે કંઈક ઠિંગણી, નાજુક ને કુમળી છે. અમદાવાદની કંઈક ઊંચી ને કઠણ છે. કાઠિયાવાડની જાડી છે ને શબ્દ શબ્દ ભાર સાથે છૂટી બોલાય છે.” ‘ધર્મની અગત્ય ' એ નિબંધમાં રૂપકથી વાત કરતાં નર્મદ કહે છે - ‘વિઘારાણી – એ લોકના મન ઉપર રાજ્ય કરવાને અને સુધારો દાખલ કરવાને જાતે શક્તિમાન છે તો – પણ તેને બે પ્રધાનની જરૂર છે. જમણી ખુરસીનો બેસનાર પ્રધાન ધર્મ અને ડાબી ખુરસીએ બેસનાર પ્રધાન રાજ્યસત્તા છે. એ બે પ્રધાન અને ત્રીજી રાણી એકમત થઈ કામ કરે, તો દેશસુધારો વહેલો અને પાકો અને બહોળો થાય, એમાં કંઈ શકે નહિ.” ક્યારે ક તે રૂ૫કને ખૂબ ચગાવે છે. ‘ડાંડિયો'માં શેરના કાગળના કનકવા બનાવવાનું કહીને નર્મદ લખે છે – છોકરાઓ રે, તમારે મજા છે - શેરનાં કાગળિયાંના કનકવા બનાવી ચગાવવાનું ઠીક થશે. એ કનકવા ચગશે ત્યારે તેમાં ફીનાનસો અને બેંકો દેખાશે અને પછી એકદમ ગોળ ખવાડી તમારા મોટેરાઓને બતાવજો કે તમારી ફીનાનો અને બે કો આમ જ હવામાં ચડી ચળ કી હશે અને આમ જ પાછી નીચે પડી સૂઈ ગઈ હશે અને પછી ‘આનું કરનાર તો આમ ગયું ને અંડળમંડળ હાથમાં રહ્યું” એમ બોલી હૈયાશો કે હાથમાંની દોરી પણ મૂકી દેવી પડી હશે. છોકરાઓ, હવે તમારો વારો છે. પણ જરા સીધા રહો. દોરી, માંજો, લાહી, કામડી તૈયાર કરવા માંડો. એટલે કનકવાના કાગળો (શેરનાં ખોખાં) પણ રસ્તે કૂદતાં કૂદતાં તમારી પાસે આવશે !” નર્મદે ઠેર ઠેર આવી રૂપકશૈલી પ્રયોજી છે. ક્યાંક આ રૂપક સ્થળ અથવા તો સાતત્ય વિનાનું બની જાય છે, તેમ છતાં ગુજરાતી ગદ્યમાં આ વિશિષ્ટ નિરૂપણરીતિ નોંધપાત્ર બને છે. ઘણી વાર પ્રાંતિક ભાષાઓ વિશે બન્યું છે તેમ રૂપકો દૂરાષ્ટ લાગે છે. a ૮૦ ] • ગુજરાતી ગદ્યનું પ્રભાત • નર્મદ ઉપમા અને દૃષ્ટાંતોનો પણ ખૂબ ઉપયોગ કર્યો છે. સજીવારોપણ વિશે તેણે એક સ્વતંત્ર લેખ લખ્યો છે. સજીવારોપણને અલંકાર ગણતો નર્મદ સંપ વિશે સજીવારોપણથી વાત કરે છે. આવી જ રીતે નર્મદની શૈલી ચિત્રાત્મક વર્ણનો આપવામાં ખીલી ઊઠે છે. સામાજિક કુરિવાજોનું વર્ણન – પછી તે કુસંપ કે વિધવાની દુર્દશાનું હોય, બંકબાઈના વિલાપનું હોય કે રોવા-કૂટવાના કુરિવાજનું હોય – ચિત્રાત્મક રીતે તીખા શબ્દો અને ટાઢા કટાક્ષથી આપે છે. નર્મદના ગદ્યમાં દલપતરામના ગદ્ય જેટલું હાસ્ય નથી, પરંતુ ‘ડાંડિયો માં એણે ક્યાંક શબ્દના પુનરાવર્તનથી કે ક્યાંક ગદ્યમાં પ્રાસ મૂકીને હાસ્ય નિષ્પન્ન કર્યું છે. જેમકે— “જે સુધારાવાળા ખારા થઈને ભાષણોના ભારા બાંધી મહારાજને ડારા દેતા હતા તે રાંડેલી દારાનાં લગ્ન કરવાના ધારા કહાડવામાં સારા આગેવાન તારા જેવા ગણાતા હતા, તે હવે પરબારા નઠારા થઈ જઈ મહોડેથી કહેવાતા સુધારાને છોડી રાંડરાંડોની પેઠે કાળાં હોડાં કરી ક્યાં ફરે છે. રસળતી શૈલીમાં અમૂર્ત ભાવને મૂર્ત કરવાની એના ગઘમાં શક્તિ છે. કામને સંબોધીને એણે લખેલો નિબંધ કામના વશીકરણને હૂબહૂ દર્શાવે છે. નર્મદ સીધો જ વિષયની વચ્ચે ઊભો રહી, હાથ ઊંચો કરીને જુસ્સાભેર વક્તવ્યનો આરંભ કરે છે. અનેકવિધ વિષયો પર લખીને એણે વિભિન્ન શૈલીપ્રયોગથી શિષ્ટ ગદ્યલેખનની નવી નવી દિશાઓ ઉઘાડી આપી. નવપ્રસ્થાનની અને નવીનતાની દિશામાં ગતિ કરવામાં જે મુશ્કેલીઓ આવે તેનો સતત સામનો કર્યો. પોતાના સમયમાં ઉપલબ્ધ સાધનોથી ગુજરાતી ભાષાની જોડણી સ્થાપવા પ્રયાસ કર્યો. નર્મદની દૃષ્ટિમર્યાદા માત્ર સાંપ્રતમાં જ સીમિત નહોતી. એના ઘણા નિબંધો એની વ્યાપક અને દૂરગામી દૃષ્ટિનો સંક્ત કરે છે. માત્ર ખળભળાટ કે પ્રહારમાં રાચનારો નહીં, બલ્ક પ્રજામાનસના સમૂળગા પરિવર્તનની એની નેમ હતી. સુખસંપત્તિના વરસાદ માટે સંપની જરૂર છે એમ કહીને એ પ્રશ્ન કરે છે - તમે વરઘોડો અને નાતવરા કરવામાં હજારો રૂપિયા ખર્ચી નાખો છો તેના કરતાં ગરીબગરબાંઓને કામ લગાડવામાં કેમ નથી નાંખતા ? જેમાં તમને અને તેઓને બન્નેને લાભ થાય. ગરીબ અને તવંગર વચ્ચે પ્રીતિ વધવા દો અને પછી ધનબળ, ઉઘમબળ અને બુદ્ધિબળનો એકઠો સંપ થયો અને તે સુવિચારને મળ્યો એટલે પછી તમને તમારા મનોરથ પાર પડેલા જોવામાં લાંબા દહાડા નહિ લાગે.” 1 ૮૧ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy