SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ • ગુજરાતી ગદ્યનું પ્રભાત • “બાળક છોકરાઓનો વિવાહ કરી તેઓને બંધનમાં રાખો છો – ૧૫ વર્ષનો થશે કે ગૃહસ્થાશ્રમ લઈ દોડશે. હવે એ છોકરા શું વિદ્યાભ્યાસ કરે ને પૈસા કમાય ? શું સ્ત્રીને સુખી કરી પોતે પામે ? વિઘારહસ્ય તે શું જાણે ? શું શોધ કરે ને શું નામ કરે ? ૨૦ વર્ષની અંદર તે ખોછામાં ઓછાં બે છોકરાંથી વીંટળાયેલી જ હોય !” • શબ્દસમીપ • તેની ઉદ્ધોધનાત્મક શૈલીમાં એક પ્રકારનું બળ છે. એમાં ટૂંકાં ટૂંકા વાક્યોથી એ બળનો ઉછાળ અનુભવાય છે. ક્યારેક તો ‘વહાલા દેશીઓને ‘ઈર્ષા, પાતક ને મહેણાંરૂપી ચાબૂકના મારથી ઉશ્કેરાઈને કામકાજે મંડી પડો. ને દેશનું નામ હતું તેવું કહેવડાવો’ એવા આશયથી પણ ધારદાર ગધ પ્રયોજે છે. વર્તમાન સમયમાં જોવા મળતા કુસંપ વિશે હોય કે ફાર્બસે લખેલા ‘રાસમાળા'ના પુસ્તકની પ્રશંસા કરવી હોય ત્યારે પણ આવી ઉગ્બોધનની શૈલી યોજે છે. ક્યાંક ‘તમે ” “જ્યાં’ જેવા શબ્દો પર વાક્યારંભે વારંવાર ભાર મૂકીને નર્મદ પોતાની બળકટ વાણીમાં દેશબંધુઓને જાગ્રત થવા ઉબોધે છે – “ઓ હિંદુઓ ! તમે કોઈ દિવસ મંડળીમાં મળી, એકમત થવાનો વિચાર નથી કીધો. તમે સુધારા-વધારાના કામમાં આગળ નથી પડયા, તમે દેશને, રોજગાર કારખાનાંઓએ પ્રખ્યાત કરવાને સ્વપ્નામાં પણ ધાર્યું નથી. તમે એટકે કેમ અટકી રહ્યા છો ?'જ કવિતા ન હોય તો સદ્ગુણ, પ્રીતિ, સ્વદેશાભિમાન, મૈત્રી એની શી દશા થાત ? આ સુંદર રમણીય જગતનો દેખાવ કેવો થાત ? આ દુનિયાનાં દુઃખમાં અને મોતના ભયના વખતમાં આપણને દિલાસો ક્યાંથી મળત ? અને મુખ્ય પછી આપણે શી ઉમેદ રાખત ? કવિતાથી સઘળી વસ્તુ પ્રીતિમય થઈ રહે છે. ” જ્યાં પ્રજામાં જાતિભેદ, કુળઅભિમાન, ને ધર્મમતાભિમાન એ થકી તડાં બંધાએલા – જ્યાં એક વર્ગ ધર્મને બહાને બીજાને પોતાના તાબામાં રાખે છે ને એ બીજો અજાણ રહી ભોળા ભાવમાં તાબે થઈ રહે છે ને કુળનો જ ઉદ્યમ કરે છે – જ્યાં વર્ગોમાં પરસ્પર ખાવાપીવાનો ને કન્યા આપવા લેવાનો એટકાવ છે - જ્યાં ધર્મસંબંધી મતભેદ ઘણા હોઈને તે જનમાં પરસ્પર વિરોધ કરાવે છે - જ્યાં સો વર્તમાનના જ લાભને જોય છે, પણ ભવિષ્યના જોતા નથી – જ્યાં સૌ સ્વાર્થબુદ્ધિના જ દાસ થઈ રહે છે, પણ પરમાર્થબુદ્ધિને અનુસરીને વર્તતા નથી – જ્યાં જીવતા સુખ ભોગવવા ઉપર થોડી ને મુએ સુખ ભોગવવાના બોધ આપવા લેવાની બહુ કાળજી છે – જ્યાં ગરમ લોહીથી મળતા ઊચા સુખની શુભેચ્છા નથી, પણ ઠંડા લોહીનાં સુખથી સંતોષ છે – ત્યાં ઐક્યની, દેશદાઝની - સમજ ક્યાંથી જોવામાં આવે ?” આવી રીતે પહેલા શબ્દ પર ભાર મૂકીને નર્મદા પ્રવર્તમાન સ્થિતિ પ્રત્યે ધ્યાન ખેંચે છે, તો ઘણી વાર સતત પ્રશ્નો પૂછીને પોતાના ભાવને વેધકતાથી પ્રગટ કરતો હોય છે. બાળવિવાહ ” અને “કવિતા” એ બે ભિન્ન વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરતાં કહે છે - નર્મદના ગદ્ય પર ઍડિસન અને સ્ટીલનાં લખાણોનો પ્રભાવ હતો, તેમ ક્વચિત્ સંસ્કૃતની શિષ્ટ છટા પણ પ્રગટતી દેખાય છે, પરંતુ વિશેષતઃ તળપદી ભાષાભંગીઓથી તેણે આપણા ગદ્યની પ્રાથમિક બાંધણી તૈયાર કરી છે. તળપદી ભાષાનો એનો ઉપયોગ સ્વામી આનંદનું સ્મરણ કરાવે છે. પણ સ્વામી આનંદના ગદ્યમાં અનેક બોલીઓના મિશ્રણમાંથી તળપદો ઘાટ બંધાય છે, ત્યારે નર્મદની ભાષામાં સુરતી બોલીનો જ પ્રયોગ જોવા મળે છે. નર્મદ એના પુરોગામી કવિઓનાં કાવ્યોનો અભ્યાસી હતો અને સમકાલીન પ્રજાજીવનના પણ ગાઢ સંપર્કમાં હતો. આથી તેની શૈલી લખાવટમાં અને સીધી ચોટદાર વાક્યરચનાઓમાં એનું શુદ્ધ ગુજરાતી અધ્યાસ ધારણ કરે છે. - આખાબોલો નર્મદ કોઈનીય શેહ રાખ્યા વિના તડ અને ફડ કહી દેવામાં માનનારો છે, ગમે તેવું જોખમ ખેડનાર સાહસિક છે અને સત્યને ખાતર ગમે તેટલું સહન કરવા તૈયાર છે. પત્રકારત્વની આ ઊંચી નીતિમત્તા નર્મદે સૌ પહેલાં ગુજરાતી પત્રકારત્વમાં સ્થાપી એમ કહી શકાય. ‘ડાંડિયો' એવું હલકું નામ રાખીને પણ ઊંચું કામ કરવાની એની નેમ હતી. એ નેમને લક્ષમાં ન રાખીએ તો ઘણાંને ઉછાંછળાપણું, ઉદ્ધતાઈ અને અપરુચિમાં રાચે તેવી વૃત્તિ એના લખાણમાં જોવા મળે. પણ સુરતી મિજાજ ધરાવતા નર્મદને એની પાસે જે શબ્દભંડોળ કે ભાષાનો ખજાનો હતો એનો જ ઉપયોગ કરવાનો હતો. એ જોતાં ‘ડાંડિયો'નાં લખાણો આપણા ગઘનું બલિષ્ઠ કાઠું બાંધવામાં પાયાની મટોડીની 0 ૭૭ ] 99
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy