SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ગદ્યનું પ્રભાત • શબ્દસમીપ • (૧૮૯૫), ‘સાહિત્યચર્ચા' (૧૮૯૬), ‘કાલિદાસ અને શેક્સપિયર' (૧૯૦૦) વગેરે એમનાં પ્રારંભિક વિવેચનચર્ચાનાં પુસ્તકો છે. એમણે ‘ડૉક્ટર સામ્યુઅલ જોનસનું જીવનચરિત્ર' (૧૮૩૯), ‘માલતીમાધવ' (૧૮૯૩), ‘પ્રિયદર્શિકા' જેવા અનુવાદો આપ્યા છે. એમણે બંગાળીમાંથી પણ અનેક અનુવાદો આપ્યા છે, જે પૈકી ‘સંન્યાસી' જેવી કથાના તેમણે કરેલા અનુવાદ તે કાળે અનેક સાહિત્યરસિકોનું ધ્યાન ખેંચેલું, મૌલિકતા કે ભાષાશુદ્ધિની કશી ખેવના કર્યા વિના એમણે સાહિત્ય, શિક્ષણ, સંગીત વગેરે વિષયો પર ખૂબ લખ્યું છે. ‘હું પોતે'માં એમણે ૧૨૯મા પ્રકરણમાં પોતે લખેલાં પુસ્તકોની યાદી પણ આપી છે. એમણે ‘સુબોધપત્રિકા’, ‘બુદ્ધિપ્રકાશ', ‘નૂરેઆલમ', ‘ગુજરાત શાળાપત્ર', ‘વિજ્ઞાન વિલાસ’, ‘સૌરાષ્ટ્ર દર્પણ', ‘આર્યજ્ઞાન વર્ધક' જેવાં સામયિકોમાં લખ્યું. નારાયણ હેમચંદ્રના પુસ્તકોની યાદી ‘૮000 પુસ્તકોની યાદીમાં મળે છે, તે ઉપરાંત પણ એમણે ઘણું લખ્યું છે. વળી માત્ર ગુજરાતીમાં જ નહિ, પણ બંગાળી, હિંદી અને અંગ્રેજીમાં પણ લખ્યું છે. આ આત્મચરિત્રમાં લેખકની સંનિષ્ઠા સતત પ્રગટતી રહે છે. વાચકને પોતાના ગમા-અણગમાં સઘળું કહે છે. ક્યારેક સંબોધન કરીને પણ વાચકને પોતાની સાથે લેતા હોય છે. પોતાના અભિપ્રાયના નિખાલસ કથન દ્વારા લેખ ક અને ભાવક વચ્ચે ક્યાંક આત્મકથાત્મક અનુબંધ સંધાય છે. આમ આત્મચરિત્રકારની સત્યનિષ્ઠા અને સશિષ્ઠતા એકાદ-બે પ્રસંગોને બાદ કરતાં સતત અનુભવાય છે. લેખકના સ્વજીવનની મર્યાદાઓ પૂરેપૂરી આલેખાઈ નથી, છતાં લેખકની વાચકને જીવન-સત્ય આપવાની નિસ્બત પ્રગટતી રહે છે. આ રીતે આ આત્મચરિત્રમાં નારાયણ હેમચંદ્રના વિરલ, વિશિષ્ટ વ્યક્તિત્વનો આલેખ મળે છે. ફ્રેન્ચ નાટયકાર મોલિયરનું એક પાત્ર તારતૂફ એમ કહે છે કે મને તો ખબર જ નહીં કે આજ સુધી હું જે બોલતો હતો તે ગધ હતું. નર્મદના પુરોગામી ગદ્યલેખકો વિશે આવું જ કહી શકાય. પોતે સાહિત્યિક લક્ષણોવાળું ગઘલેખન કરી રહ્યા છે એવી સભાનતા એમણે સેવી નહોતી. ગુજરાતી ગદ્યનો પ્રારંભ સ્વામિનારાયણનાં “વચનામૃતો થી, દલપતરામના ‘ભૂતનિબંધ ' જેવા નિબંધોથી કે રણછોડભાઈ ગિરધરલાલના પુસ્તકથી થયાનો ઉલ્લેખ કરવામાં આવે છે, પણ ગુજરાતી ગદ્યનો ખરો પ્રારંભ તો નર્મદથી થયો ગણાય, ગદ્ય એટલે લયબદ્ધ ભાષામાં સાહિત્યિક આકાર પામેલું વક્તવ્ય. આ પ્રકારનું રૂઢ ગધ નર્મદ જ સહુથી પહેલાં આપ્યું છે, એની અગાઉના લેખે કોમાં કોઈને ગદ્યમાં નવપ્રસ્થાન કર્યાનું માન મળે તેમ નથી. નર્મદે જોયું કે અંગ્રેજી અને સંસ્કૃત કવિઓ ગદ્ય પણ સારું લખી શકતા હતા; પણ ‘ગુજરાતી કવિઓ માત્ર મલિન રીતે કવિતા ભાષામાં જ લખી ગયા છે. ગદ્યમાં તો કંઈ જ લખ્યું નથી. એવી માનસિક નોંધ લઈને તેણે સાહિત્યિક સુગંધવાળું ગદ્ય લખવાનો પ્રયત્ન કર્યો. જે રીતે અંગ્રેજોને અનુસરીને મંડળી મળવાથી થતા લાભની હિમાયત કરી; a ૭૦ ] 1 ૭૧ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy