SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • આ આખુંય સ્તોત્ર અનુટુપ છંદમાં વહે છે અને ભક્તિનો એક મધુર અનુભવ કરાવે છે. આથી જ સ્તોત્ર સાહિત્યમાં આ હૃદયસ્પર્શી સ્તોત્ર ઊંચું સ્થાન ધરાવે છે. જો મહાદેવ વિરક્તિવાળા હોય, વીતરાગ હોય તો તે અમારે મન જિન જ છે એવા ભાવ સાથે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું અનુષ્ટ્રપ અને આર્યા છંદમાં લખાયેલું ૪૪ શ્લોકોનું આ સ્તોત્ર અગાઉનાં ત્રણ સ્તોત્ર જેવી પ્રઢિ ધરાવતું નથી. આનો છેલ્લો શ્લોક આર્યા છંદમાં લખાયેલો છે. હરિભદ્રસૂરિએ મહાદેવાષ્ટક લખ્યું હતું એ જ પ્રણાલીને અનુસરીને હેમચંદ્રાચાર્યે આ જ સ્તોત્ર લખ્યું હોય એ સંભવિત છે, મહાદેવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે વિવિધ લક્ષણો વડે દર્શાવ્યું છે. સિદ્ધરાજ હેમચંદ્રાચાર્ય સોમનાથના મંદિરમાં ગયા હતા ત્યારે આનો છેવટનો શ્લોક સોમનાથની પૂજા વખતે કહ્યો હતો તેમ પ્રબંધકારોનું માનવું છે. આ શ્લોક છે : 'भव बीजाकुरजननां रागाचा क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ।। જન્મરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગાદિ જેના ક્ષય પામ્યા છે તે બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે જિન તેને નમસ્કાર હજો !!૨૯ આ ઉપરાંત રૂપ શ્લોકોનું ‘સકલાહંતુ સ્તોત્ર' મળે છે, જેમાં મુખ્યત્વે તીર્થકરોની સ્તુતિ છે. આ બધી કૃતિઓ ઉપરાંત ‘અહંન્નામસમુચ્ચય', ‘અહંન્નીતિ’ જેવી કેટલીક સંદિગ્ધ કૃતિઓ હેમચંદ્રાચાર્યને નામે ચડેલી મળે છે તેમજ ‘અનેકાર્થશેષ', ‘પ્રમાણશાસ્ત્ર', ‘શેષસંગ્રહનામમાતા’, ‘સપ્તસંધાન મહાકાવ્ય' જેવી કળિકાળસર્વજ્ઞની રચેલી ગણાતી અનુપલબ્ધ કૃતિઓ કોઈ સંશોધકની રાહ જોઈને બેઠી છે. આ સમયે પં. બેચરદાસજીનાં આ વચનો યાદ આવે છે : “એમણે રચેલા કેટલાક અપૂર્વ ગ્રંથો તો આજે મળતા પણ નથી એ આજના ગુજરાતીને શરમાવનારું નથી ? જે મહાપુરુષે અનેક ગ્રંથો લખી ગુજરાતની, ગુજરાતના રાજાની અને વિદ્યાની પ્રતિષ્ઠા વધારી તેમના ગ્રંથોને જતનથી જાળવીસાચવી-સંભાળી રાખવા જેટલું પણ સામર્થ્ય આજના આ બેકદર ગુજરાતીએ ખોઈ નાખ્યું છે; એટલું જ નહિ પણે આ જૈનનામધારીઓ – જેઓ તેમના પાકા અનુયાયી હોવાનો ફાંકો રાખે છે તેમને પણ તેની ક્યાં પડી છે ? 1 ૩૦ ] • હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • હા, એટલું ખરું. આચાર્યને નામે બે નગારાં, બે શરણાઈઓ જૈનો જરૂર વગડાવવાના અને કોકવાર મોઢાં પણ મીઠાં કરવાનાં, પણ તેમની અરસંપત્તિ ક્યાં કેમ દટાઈ છે તેનો ભાવ સરખો પણ પૂછશે ખરા ?” ઈ. સ. ૧૯૩૯ની લ્મી એપ્રિલ અને રવિવારે પાટણમાં યોજાયેલા હેમસારસ્વત સત્રના પ્રમુખસ્થાનેથી વક્તવ્ય આપતાં શ્રી કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું કે હવે ભંડારમાં ભરેલું જ્ઞાન દુનિયાભરમાં ફરતું કરવાનું છે.' કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના જોતાં જણાય છે કે તેઓ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના મહાન સર્જક, સંગ્રાહક અને સંયોજક હતા. એમની રચનાઓમાં એક બાજુ પોતીકી અસ્મિતા, સોલંકીયુગની ગરિમા અને સરસ્વતીપૂજકની યુયુત્સા પ્રગટ થાય છે તો બીજી બાજુ તર્ક, વિચાર, વ્યાકરણ, સાહિત્ય, દર્શન સુધીનો વ્યાપ મળે છે. કવિ, સંપાદક, કોશકાર, વ્યાકરણશાસ્ત્રી, ઇતિહાસકાર અને સમાજ સુધારકથી માંડીને યોગનાં ઊંચાં શિખરો સુધી એમની દૃષ્ટિ ફેલાયેલી છે અને બધે જ એમની પ્રતિભા સમર્થપણે વિહરે છે. એમનો વિપુલ ગ્રંથભંડાર વિશાળ જ્ઞાનકોશ જ લાગે. એમની કૃતિઓ એટલી બધી છે કે કોઈ એક વ્યક્તિ આજીવન નહિ બ કેટલીયે વ્યક્તિઓ એ કસાથે મળીને જીવનભર સંશોધન કરે એટલું રચનાસામર્થ્ય એમાં છે. કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું ગંભીર જ્ઞાન, ઉચ્ચ સાધુતા, સ્વ-પરશાસ્ત્રોમાં પારંગતતા, વ્યવહારકુશળતા અને રાજનૈતિક દાતા દૃષ્ટિગોચર થાય છે. એમણે વિદ્વત્તા સાથેની સાધુતાની ઊંચી કિંમત અંકાવી. હેમચંદ્રાચાર્યના શિષ્ય દેવચંદ્રના શબ્દોમાં કહીએ તો “fથufમોનિયત્રંથમંગિરિ: શ્રી હેમચન્દ્રા ગુરુ: ” છે. વિ. સં. ૧૨૨૯માં કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા. એ અંગે ‘કીર્તિકૌમુદી'નો રચયિતા સોમેશ્વર કહે છે, “થ વિતાવે fશ્રતથતિ શ્રીમ રન્ને વિવમ્ | અર્થાત્ હેમસૂરિનો સ્વર્ગવાસ થતાં વિદ્વત્તા આશ્રયવિહોણી બની જાય છે. ૮૪ વર્ષની વયે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે એમનું અક્ષરજીવન સંકેલી લીધું, પરંતુ એમનું વિપુલ અક્ષરજીવન જોતાં આદરપૂર્ણ આશ્ચર્ય સિવાય બીજો કોઈ ભાવ થતો નથી. આમ, હેમચંદ્રાચાર્યના સમયમાં વિદ્યા, વિવેકપૂર્ણ જીવનસંસ્કાર અને સાહિત્યની એક એવી આબોહવાનું સર્જન થયું કે જેની ચિરસ્થાયી અસર 0 ૩૧ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy