SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ લોકસાહિત્યનો આશક એક બાજુ ઘૂઘવતો મહાસાગર, તો બીજી બાજુ કચ્છનું વેરાન ધગધગતું રણ. અરબી સમુદ્રનાં ઊછળતાં મોજાં અને લાંબા અફાટ રણ વચ્ચે ઊભેલો આ પ્રદેશ. એકાંતમાં, એકલા-અટૂલા પણ ગૌરવથી યોગસાધના કરતા યોગી સમો ખડો છે ! આવળ, બાવળ અને બોડીની ઝાડીમાંથી સુસવાટા મારતો આ છડાનો પવન ! ખમીરભરી ધરતીનો એ ખ્યાલ આપે, તો ખડતલ માનવીના જોશો-ખરોશને સતત જાગતા રાખે ! આ કચ્છી માડુનો પહેરવેશ જુ દો. એના જેવો પાઘડીનો પેચ ક્યાંય દીઠો ન મળે, એની ભાષા જુદી, તો એક જમાનાના એના પાંચિયા, કોરી, ઢબુ, ઢીંગલા અને ત્રાંબિયા જેવા સિક્કા ય અનોખા. આ સૂકી અને ખડતલ ધરા પર તપ, ત્યાગ અને આત્મસમર્પણની અનેક કથાઓ ધરબાયેલી પડી હતી. મહેનતકશ માનવીની દિલાવરીની ઘણી-ઘણી ગાથાઓ સલોકાઓની જીભને ટેરવે રમતી હતી. એના દુહા, કિસ્સા, લોકગીતો, કહેવતો, પિરોલી (ઉખાણાં) અને જોડકણાં લોકજીવનને લીલુંછમ બનાવે જતાં હતાં. આ ખજાનાની શોધમાં એક જુવાન ક્યારેક ઊંટ પર, તો ક્યારેક ઘોડા પર બેસીને ઠેર-ઠેર ધૂમતો, કદી રપપ ] • લોકસાહિત્યનો આશકે • ગાડામાં બેસીને ગામે-ગામ ખૂંદતો, તો કદી પગપાળા ચાલીને વેરાન ખંડેરોમાં ફરતો. એના દિલમાં એક દરદ ઊપડ્યું હતું. એ એને પલાંઠી વાળીને બેસવા દે તેવું ન હતું. દરદ હતું લોકસાહિત્યનું. એ માનવી એની પાછળ દીવાનો બન્યો હતો. ખોવાયેલી કથાઓની ગોત કરવા એ સતત ભટકે જ જતો. જ્યાં જાય ત્યાં પાળિયાની તપાસ કરે. એના પરના ઝાંખા લેખ ઉકેલે, આસપાસનાં ઘરડેરાં પાસેથી એની કથાઓ મેળવે, પાળિયાના પથ્થરને એ બોલતો કરી દેતો ! વણલખ્યા લોકસાહિત્યનો આ આશક ગામ ને ગોંદરા, ખેતર ને પાદરા ઘૂમતો ચાલ્યો જાય, એક 'દિ એ કચ્છના રણને કિનારે આવીને ઊભો. ગેડીથી બેલા જવાને રસ્તે આવેલા વ્રજવાણી ગામે આવ્યો. અહીં સરોવરની બાજુમાં એક વિશાળ મેદાનમાં કેટલાય ઊંચા ઊંચા પાળિયાઓ. એમાંય વચ્ચેનો પાળિયો તો સહુથી ઊંચો ! લોકસાહિત્યના આશકની આંખો ઘૂમવા લાગી. પથ્થરના મૂંગા બોલ ઉકેલવા મથવા લાગ્યો. ઊંટવાળાને પાસે બેસાડીને પ્રેમથી પૂછ્યું, એણે કહ્યું કે આ સ્થળ ઢોલીથરના નામે ઓળખાય છે. આશક તો અચરજ માં ડૂબી ગયો. પાળિયાની લાંબી હાર વચ્ચેનો પાળિયો એની આતુરતામાં અનેકગણો વધારો કરી ગયો. એ પાળિયો કોઈ શુરવીરનો નહોતો, એ પાળિયો પતિ પાછળ સતી થનારી નારીનો નહોતો, દીકરા પાછળ દેહ પાડનારી જનનીનો નહોતો, એ વચ્ચેના પાળિયા પર ઢોલનું નિશાન હતું ! ક્યાંય આવો ઢોલીનો પાળિયો દીઠો હતો ! એ પાળિયા પર સંવત ૧૫૧૧ના વૈશાખ સુદ ચોથની મિતિ લખી હતી. ઢોલીના પાળિયાની આસપાસ કેટલાય પાળિયા હતા. લોકસાહિત્યના શોધકે ભૂતકાળની ભુલાયેલી કથાનાં પડ એક પછી એક ઉકેલવા માંડ્યાં. એક અનેરી અને અજાયબ ઘટના અને હાથ લાગી, કથા આવી મળી. એક વેળા વ્રજવાણી ગામની આહીરાણીઓ ઢોલીના ઢોલ પર ઘેલી બની. અક્ષયતૃતીયાને દિવસે ઉત્સવના આનંદમાં ઢોલીના ઢોલ પાછળ રાસ લેતી આહીરાણીઓ દુનિયાદારીનું ભાન ભૂલી ગઈ. હાથીદાંતના જાડા ચૂડલાવાળા એમના હાથની તાળીઓ ઢોલના અવાજ સાથે રમઝટ મચાવતી દૂર દૂર સુધી સંભળાતી, પગે પહેરેલા કાંબી-કડલાંનો મીઠો રણકાર વાતાવરણમાં નવો જ ઝણઝણાટ ભરી દેતો. જાડાં પણ સુઘડ વસ્ત્રોમાં ભરેલી તારાટપકીઓ વાતાવરણ ભરી દેતી હતી. સાંજ પડી. આહીરો ઘેર પહોંચી ગયા. પણ રાસ ૨મનારી... _૨૫૬ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy