SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • આ સાહિત્ય પરિષદમાં રણજિતરામે કંઠસ્થ સાહિત્યના સંગ્રહની વાત કરી. એમણે કહ્યું કે પ્રાચીન કાવ્યના સંગ્રહ જેટલો જ મહત્ત્વનો આ વિષય છે. લોકગીતનો ઉષઃકાળ એ સાહિત્યનો ઉષ:કાળ છે એમ કહીને એમણે એનું વર્ગીકરણ આપ્યું હતું. આમાં ખોજાઓના ભજનમાંથી ઉદાહરણો ટાંકીને એમણે દર્શાવ્યું હતું કે તલવાર કરતાં ઉપદેશથી ઘણા હિંદુઓને મૌલવીઓએ મુસલમાન બનાવ્યા હતા. આ મૌલવીઓ પરધર્મની ટીકા કરવાને બદલે બંને ધર્મના સિદ્ધાંતોની સમાનતા દર્શાવતા હતા અને એ રીતે ભજનો દ્વારા હિંદુ અને મુસલમાન વચ્ચે સંપર્ક અને સંસર્ગ થતો રહ્યો. રણજિતરામે દર્શાવ્યું કે ભાટ, ચારણે, વહીવંચા અને ગઢવી વગેરેના દુહા, રાસાના સંશોધનની દિશામાં ઘણું કરવાનું છે. લોકગીતમાં સ્નેહ, સ્વયંવર, સાસુ, નણંદ, જેઠાણી વગેરેનાં લોકગીતોની એમણે નોંધ કરી છે. આ લોકગીતોની પંક્તિઓના ગોવર્ધનરામ કે ન્હાનાલાલે કરેલા ઉપયોગની જિ કર પણ કરી છે. સાહિત્યની વાત કરતાં રણજિતરામ ઘણી વાર સંગીતની વાત કરે છે. પછી ભલે તે લોકગીતના સંગીતની વાત હોય કે સાહિત્ય પરિષદની ચર્ચાના વિષયોની વાત હોય. ‘ઈશુનું વર્ષ ૧૯૦૮'માં તેઓ નોંધે છે, “આપણે સાહિત્યને પોષવા, ઉછેરવા મશગૂલ છીએ પરંતુ સંગીત આદિ સાહિત્યના સહોદરો પ્રત્યે લક્ષ નથી.” રણજિતરામ વાવાભાઈએ કરેલી સાહિત્ય પરિષદની પ્રવૃત્તિએ સાહિત્ય અને ઇતિહાસનાં અનેક અંગો તરફ સહુનું ધ્યાન ખેંચ્યું. અમદાવાદ, મુંબઈ, રાજ કોટ, વડોદરા અને સુરત જેવાં નગરોમાં આ પ્રવૃત્તિ વિકસી. રણજિતરામની ઇચ્છા તો નડિયાદ, ગોધરા, નવસારી, ભરુચ, વિરમગામ, વઢવાણ અને ગોંડલ જેવાં નાનાં શહેરોમાં આ પ્રવૃત્તિનો વિકાસ કરવાનો હતો. પ્રથમ સાહિત્ય પરિષદ ભરવાના કાર્યમાં રણજિતરામને સફળતા મળી. રણજિતરામને વસવસો હતો કે એમના સમયમાં ગુજરાતી ભાષાનું જેટલું સેવન થતું હતું કે ગુજરાતની પ્રજાની પ્રગતિ માટે બહુ ઓછું થતું હતું. તેઓ સાહિત્યપ્રસારને પ્રજાની પ્રગતિ સાથે જોડવા ઇચ્છતા હતા. રણજિતરામ વાવાભાઈ મહેતાના કેળવણીવિષયક વિચારો નોંધપાત્ર છે. એમણે કેળવણી વિશે ટૂંકા ટિપ્પણ લખ્યા છે જેમાં પ્રાથમિક શાળામાં અપાતું અંગ્રેજીનું શિક્ષણ અને સંસ્કૃત પાઠશાળાઓની કેળવણી વિશે વાત કરી છે. રણજિતરામ નોંધે છે – ૨૩૩ ] • ગુજરાતી અસ્મિતાનો દ્રષ્ટા • જગતના ઇતિહાસમાં કોઈ દિવસ ન બનેલો બનાવ આપણા દેશમાં બને છે. આપણે આપણું શિક્ષણ જન્મભાષા દ્વારા નહીં પણ પરભાષા દ્વારા લઈએ છીએ. આ પરભાષા આપણી ભાષા સાથે બિલકુલ સગપણવાળી નથી.” આ રીતે છેક ૧૯૧૬ના ઓક્ટોબર મહિનામાં એમના લેખમાં તેઓ જન્મભાષાની દુર્દશાની વાત કરે છે. એ સમયે ‘સમાલોચક'ના એક લેખમાં એમ લખ્યું હતું કે ‘કરણઘેલો'ની લોકપ્રિયતામાં હજુ સુધી કોઈએ ભાગ પડાવ્યો નથી.” આની પાછળનો ઉદ્દેશ ‘કરણઘેલાની અતિપ્રશસ્તિ અને વિશેષ “સરસ્વતીચંદ્ર'ની અવગણનાનો હતો. એ સમયે ‘કરણઘેલો' વિશે એમ કહેવાતું કે ગુજરાતી ભાષા બોલનારી પ્રજામાં ‘કરણઘેલો'એ દિગંત ડંકો વગાડી તેમને આધુનિક ઐતિહાસિક નવલકથાનું કીર્તિવંત પદ આપ્યું છે. રણજિતરામ આ વિધાન અંગે લખે છે કે “આ ખોટું છે. ‘સરસ્વતીચંદ્ર'ની કીર્તિ આગળ ‘કરણઘેલો'ની કીર્તિ ઝાંખી છે.” એ પછી પોતાની વાતને વિશેષ સ્પષ્ટ કરતાં રણજિતરામ કહે છે, “કરણઘેલાની કીર્તિ વર્ણન પરત્વે છે. વસ્તુગૂંફન છે પણ બહુ ઊંચા પ્રકારનું નથી, પાત્રાલેખન તો બહુ નિકૃષ્ટ પ્રતિનું છે.” રણજિતરામ કાઠિયાવાડના સાહિત્ય વિશે પણ નોંધે છે કે પ્રજાઓમાં ચેતન જ ગાડનાર સામગ્રીઓમાં ઇતિહાસનું ઊજળું સ્થાન છે. કાઠિયાવાડનો ઇતિહાસ જેવોતેવો નથી. તેઓ કહે છે કે એની દંતકથાઓ, વાર્તાઓ, દોહા, સોરઠા, ભજનો વગેરે ભૂતકાળનું રસિક ચિત્ર ઊભું કરતી સામગ્રીનો સંગ્રહ થવો જોઈએ. પરંતુ એની સાથોસાથ આ સાહિત્ય અંગે ભવિષ્યનું દર્શન કરનારા રણજિતરામ કહે છે, પા. ૧૨૨ (૧). આવી જ રીતે દોલતરામ કૃપારામ પંડ્યાના ‘અમરસત્ર' નાટકમાં નિર્માણશક્તિની કેવી ઊણપ છે તે રણજિતરામ દર્શાવે છે. આ નાટકને તેઓ નિર્માલ્ય કહે છે અને નોંધે છે કે સંસ્કૃત નિયમાનુસાર નાટક લખવા બેઠા પરંતુ નિર્માણશક્તિની ઊણપ હોવાથી એમનું નિબંધન નિકૃષ્ટ પંક્તિમાં આવી ગયું છે. રણજિતરામના દીર્ઘદર્શનનો અનુભવ તો ઇતિહાસ કે વિજ્ઞાનશાસ્ત્રના કોઈ વિષય પર નવલકથા લખાવી જોઈએ એવી જિકરમાં જોવા મળે છે. 1 ૨૩૪ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy