SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ • શબ્દસમીપ • નવાઈની બાબત એ છે કે આ નાટકની આગવી વિશેષતા તરફ પ્રસ્તાવનામાં અંગુલિનિર્દેશ કરતાં સૂત્રધાર કહે છે – (નિરાશાનો ડૉળ કરતો) પ્રેક્ષકોની સહાનુભૂતિ યે માફકસર જ ન કોઈ અમુક પાત્ર જોઈને વિવલ, ન ‘વન્સ મોર (once more)'ની ગર્જનાઓ, આમ ‘વન્સ મોરની ગર્જનાઓ' કરાવવાનો નાટકકારે હેતુ રાખ્યો જ નથી, છતાં કવિતા અંગે ‘વન્સ મોરને ન છૂટકે માન આપવું પડે તો ઉપરની કડીને બદલે બીજી કઈ કડી પ્રયોજવી, તે પરિશિષ્ટમાં આપવાની વાત કરી છે. આવું પરિશિષ્ટ નાટકનો ભાગ છપાયા પછી લખવાનો ઇરાદો હતો, પણ તે બર આવ્યો લાગતો નથી. આમ છતાં ચોથા પ્રવેશને અંતે આવતી કવિતાની એક વધુ કડી પ્રથમ આવૃત્તિના ટિપ્પણમાં આપી છે. પણ અહીં તો નાચને વધુ સમય આપી શકાય તેમ હોય તો તે માટે બીજી કડી આપી છે, નહીં તો ‘વન્સ મોર 'ના હુકમને માન આપવા માટે. બીજી આવૃત્તિમાં આ જ કડીઓ મૂકવાનો લેખકે વિચાર રાખ્યો હોય, તે શક્યતા નકારી શકાય તેમ નથી. બીજા મુદ્રણ સમયના નિવેદનમાં કંચનરાયની એના પિતા આગળની કબૂલાત અને પ્રાયશ્ચિત્તનું નિરૂપણ ટૂંકાવ્યાનું લેખક કહે છે. પૃ. ૧૧૫ પરના આ પ્રાયશ્ચિત્તના આલેખનમાં કેટલેક સ્થળે શબ્દો બદલ્યા છે અથવા કાઢી નાખ્યા છે. જ્યારે નીચેનાં વાક્યો જ કાઢી નાખ્યાં છે ‘મહારી જાતને રોકી જ શકતો નથી..... હું છેક પામર છું.... અને પતંગિયું બત્તીમાં પડે તેમ યાહોમ કરીને તૂટી પડું છું. પરિણામ જે આવવાનું હોય તે આવો .... હારી બુદ્ધિ આટલી પરિણામાન્ય કેમ ? ... જે કહેશો તે કરીશ, પણ મહને પરિણામદષ્ટિ અને તે મુજબ વૃત્તિને ઉગતી જ રોકી, દાબી, મસળી નાખવાની શક્તિ આપો.' પૃ. ૧૩૭ને અંતે આવતી રમણભાઈની ઉક્તિમાં ઉમેરે છે : ‘જે અનુભવે અનુભવે વધતી જ જાય છે.' પૃ. ૧૬૮ પર બહેરામની ઉક્તિમાં “..... શીરીન કંચનની પાછળ વિલાયત જઈને ઉદ્યોગ હુન્નરોમાંથી બેત્રણનો ‘કેમિસ્ટ' બનીશ.” એમ આવે છે, ત્યાં લેખક ઉમેરે છે : “અને જો ખોદા મેહરબાન, તો સસ્સા બી હેલવાન !” 1 ૨૨૪ ] • ‘ઉગતી જુવાની'ની અપ્રગટ મુદ્રણપ્રત • પૃ. ૧૬૯ પર પ્રથમ આવૃત્તિમાં મણિભાઈની ઉક્તિ ઓ પ્રમાણે છે ' ના, જી. દારૂ ઉપર ખરો વિજય જેમ તે પીવાની દરેક અનુકૂલતા હોય છતાં ન પિયે, અગર કોઈ વાર તેવી સજ્જનોની સોબતમાં લિઝૂઝત ખાતર જરા પિયે પણ, તેમાં છે, કેવલ નિષેધમાં નથી; તેમ ખરું બ્રહ્મચર્ય એમના મનથી ગૃહસ્થાશ્રમના સહધર્મચારમાં છે...” આમાં નીચે મુજબ સુધારો કરે છે– સ્ત્રી યા પુરુષના એકલ જીવનને રમણ અધૂરું અધું જીવન જ માને છે; સંપૂર્ણ અને કુદરતી રીતે ખીલતું માનવજીવન એ એકપત્નીવ્રત ગૃહસ્થાશ્રમના સહધર્મચારમાં જ જુવે છે..' નાટકને અંતે નીચેની ત્રણ પંક્તિ પ્રો. ઠાકોર ઉમેરે છે. આ પંક્તિ લવજી બોલે છે “ધમ ધમ ધમ ધોધવા પર ધોધવા રેલછેલ કરી મુકસે ! વાહ રે વાહ ખોદા ! હારી મહેરથી જ લીલાલહેર !' નાટકના છેલ્લા પ્રવેશનો – પ્રવેશ ૧૨મો – અહીં પડદો પડે છે. ઉપર્યુક્ત ત્રણ પંક્તિના ઉમેરા નીચે લેખકે ૧૬-૪-૪૯ એ તારીખ નાખેલી છે. આ દિવસ નાટકના સંમાર્જનના કાર્યની પૂર્ણાહુતિ સૂચવે છે. ‘ડમીના ટિપ્પણની આગળ લેખકની નોંધ મળે છે ‘ટિપ્પણ આખું નવેસર લખવું છે તે હમે ફેર્મા છપાઈ જાય તેમ તેમ મોકલશો એટલે લખાશે . ટિપ્પણ જ બાકી રહે, એમ આખી ચોપડી છપાઈ જતાં આ નકલે પાછી મોકલશો, એટલે આ જૂનું ટિપ્પણે જોઈ જોઈને નવું લખાશે. બીજી નકલ મ્હારી ને નથી. અમદાવાદ ૧૬-૪-૪૯.’ | નાટકની દૃષ્ટિએ જોઈએ તો ‘ઉગતી જુવાનીમાં પ્રો. બળવંતરાય ઠાકોર કોઈ અતિકાય માનવીના ઉત્થાન-પતનના સંઘર્ષણને આલેખવાને બદલે સહુને અતિ વહાલું, નિજનું જ લાગે એવું નાટક રચવાનો ઉદ્દેશ ધરાવે છે; પણ નાટક કઠોર-નઠોર વાસ્તવના વર્તુળમાં જ ફેરફુદરડી ફરીને અટકી જાય છે. જીવનની 0 ૨૨૫ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy