SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ઉગતી જુવાનીની અપ્રગટ મુદ્રણપ્રત • શબ્દસમીપ • પોતાના પિતા, ભાઈ અને બહેન જે કંઈ કરે છે તેવું અથવા તેનાથી વધુ આગળ જવું તે આધુનિક બાળકના સ્વભાવનો એક અંશ છે. જો તે આ ન કરી શકે તો એને એક પ્રકારની હતાશાનો અનુભવ થાય છે. અતિસંકુલ વિશ્વમાં આજનો બાળક આત્મવિશ્વાસથી ઊભો રહેવા માગે છે અને તેને માટે બાળવિશ્વકોશ જાણવાનું અને શીખવાનું મહત્ત્વનું સાધન બની રહે છે. ગુજરાતી ભાષામાં બાળસાહિત્યનું માતબર સર્જન થયું છે, પરંતુ બાળવિશ્વકોશની દિશામાં હજી કોઈ પ્રયત્ન થયો નથી. કાવ્યો, વાર્તા, નાટક, વિજ્ઞાન કે રમતગમત વિશે ત્રણ વર્ષથી આઠ વર્ષના બાળક માટે અને આઠ વર્ષથી તેર વર્ષના બાળક માટે સચિત્ર પુસ્તકો મળ્યાં છે, પરંતુ આવા જ્ઞાનવિજ્ઞાનનું એકે સચિત્ર પુસ્તક આપણને સાંપડ્યું નથી. કિશોરો માટે શ્રી રજની વ્યાસનો વિશ્વજ્ઞાનકોશ મળે છે. ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળ પણ કિશોર માટે આવો પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન અને સંપાદનથી ગુજરાતી વિશ્વકોશની વીસ ગ્રંથોની શ્રેણીની મહાયોજના ચાલે છે જે હવે કદાચ, પચીસ ગ્રંથો સુધી પહોંચે તેવી પરિસ્થિતિ થઈ છે. તે અન્વયે પંદર ગ્રંથો પ્રકાશિત થઈ ચૂક્યો છે. આ સંસ્થાએ ભારતના બાળવિશ્વકોશના નિષ્ણાતોને નિમંત્રણ આપીને ‘ચિલ્ડ્રન એન્સાઇક્લોપીડિયા વિશે પરિસંવાદ પણ યોજ્યો હતો. આવી પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં બાળવિશ્વકોશ ક્યાંય દેખાતો નથી. ગિજુભાઈનું એ સ્વપ્ન આજે ય ગુજરાતી પ્રજા, ભાષા અને સંસ્કૃતિને માટે પડકારરૂપ છે. પ્રો. બળવંતરાય ઠાકોર એમની નવીન ક્રાંતિકારક કવિતાને લીધે કવિ તરીકે હજી પૂરી પ્રતિષ્ઠા પામ્યા ન હતા, એ અરસામાં ઈ. સ. ૧૯૩૨માં એમણે ‘ઉગતી જુવાની’ નામના વાસ્તવના ઝોકવાળા મૌલિક નાટકનું સર્જન કર્યું. આ પછી પ્રો. ઠાકોરે ‘લગ્નમાં બ્રહ્મચર્ય અથવા સંયોગે વિયોગ’ અને ‘સોવિયેટ નવજુવાની' (રશિયન પ્રહસનનો ગુજરાતી અનુવાદ) જેવાં નાટકો લખ્યાં, પણ આ સર્જનોમાં નાટકકાર તરીકે એમની પ્રતિભા ખીલી શકી નથી. ‘ઉગતી જુવાની 'ની પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૨૩માં પ્રગટ થઈ. એ વખતે આ નાટકની એક હજાર પ્રત છાપવામાં આવી હતી. થોડાં વર્ષો બાદ આ નાટક અપ્રાપ્ય બની ગયું. આથી ઈ. સ. ૧૯૪૯માં પ્રો. ઠાકોરે બીજા મુદ્રણ માટે નાટકની ‘ડમી’ સુધારાવધારા સાથે તૈયાર કરી. નાટકનાં આગળનાં પાનાં જુદા કાગળમાં ફરી તૈયાર કર્યા. પ્રો. ઠાકોરની એ લાક્ષણિકતા હતી કે તેઓ અર્પણ , પ્રસ્તાવના, ટિપ્પણ અને મથાળાં - એ બધું ઝીણવટથી, ચીવટથી અને વિશિષ્ટ રીતે મૂકતા એ સાથે પ્રત્યેક આવૃત્તિમાં સતત ફેરફાર કરતા રહેતા. લેખકની મઠારતા રહેવાની ટેવ ‘ઊગતી જુવાનીના બીજા મુદ્રણ માટે તૈયાર કરેલી પ્રતમાં પણ દેખાય છે. 0 ૨૧૭ ] ૨૧૬ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy