SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસમીપ • ‘જ્ઞાનસુધા'માં લેખમાળારૂપે પ્રકાશિત થયેલ. જો ‘પ્રસ્થાન ન હોત તો રામનારાયણ પાઠક પાસેથી ટૂંકી વાર્તા અને હળવા લેખો મળ્યા હોત કે કેમ એ સવાલ છે. આ સાહિત્યિક પત્રકારત્વમાંથી સાહિત્યમાં ચાલતા આંતરપ્રવાહનો પણ ખ્યાલ મળે છે. આનું એક ઉદાહરણ જોઈએ. મણિલાલ નભુભાઈના ‘સિદ્ધાંતસોર 'નું પ્રકરણવાર અવલોકન 'જ્ઞાનસુધા'માં કવિ કાન્ત કરતા હતા. આમાં મણિલાલ નભુભાઈની વિચારસરણીની સખત ટીકા હતી. વળી આ વિવાદ ‘કાન્તના કાન્તા પરના પત્રરૂપે ચાલતો હતો. મણિલાલ નભુભાઈના ‘સિદ્ધાંતસાર'ની ટીકા કરતા આવા આઠ પત્રો છપાયા. એમાં મણિલાલને સનાતની, જડ દૃષ્ટિવાળા વેદાંતી તરીકે બતાવવામાં આવ્યા. એવામાં વડોદરામાં પહેલી જ વાર કવિ કાન્ત અને મણિલાલ મળે છે અને મણિલાલની વિચારસરણીથી કાન્ત પ્રભાવિત થાય છે. અગાઉના આઠ પત્રો કાન્ત કાન્તાને લખ્યા હતા, પણ “જ્ઞાનસુધા'માં નવમો પત્ર કાન્તાનો કાન્ત પરના પત્રરૂપે પ્રગટ થાય છે. આ પત્રમાં એમણે મણિલાલ નભુભાઈની પ્રશંસા કરતાં કહ્યું કે મણિલાલે આપણા લોકોને પશ્ચિમમાંથી પૂર્વ તરફ જોતા કર્યા. આ બાબત પત્રના તંત્રી અને ચુસ્ત સમાજસુધારક રમણલાલને અકળાવનારી બની. ખાનગી પત્રવ્યવહારમાં રમણભાઈ કાન્તનો વાંક કાઢે છે ત્યારે કાન્ત કહે છે : ‘બૂરો દેખન મેં ચલો બૂરો ન મીલિયો કોઈ, જો દેખું દિલ ખોજકે તો માંસે બુરો ન કોય.’ આવા અનેક આંતરપ્રવાહોનો ખ્યાલ અભ્યાસીઓને સાહિત્યિક પત્રકારત્વ આપે છે. સાહિત્યિક પત્રકારત્વમાં જે વિવાદો જોવા મળે છે તે સામગ્રીની આજ સુધી ઉપેક્ષા થઈ છે. ૧૮૬૩-૬૪માં “બુદ્ધિપ્રકાશ'માં પ્રેમાનંદ ચઢે કે શામળ એ વિશે દલપતરામ અને મહિપતરામનો વિવાદ ચાલે છે. નર્મદ અને દલપતનો જાણીતો વિવાદ ‘ગુજરાતી’ અને ‘બુદ્ધિપ્રકાશ'માં ચાલ્યો હતો. સતત આઠ વર્ષ સુધી સાહિત્ય, સમાજસુધારો અને ધર્મચર્ચા વિશેનો મણિલાલ નભુભાઈ અને રમણભાઈ નીલકંઠ વચ્ચેનો વિવાદ એક બાજુ ‘પ્રિયંવદા' અને ‘સુદર્શન’ અને બીજી બાજુ “જ્ઞાનસુધા'માં મળે છે. પ્રેમાનંદનાં નાટકોનાં કર્તુત્વ વિશેનો વિવાદ ‘ગુજરાતી અને ‘સમાલોચક'માં ચાલે છે. ‘કૌમુદી'માં મણિલાલના આત્મવૃત્તાંત વિશેનો વિવાદ આનંદશંકર ધ્રુવ અને અંબાલાલ પુરાણી વચ્ચે થાય છે. ‘સમાલોચકમાં ગોવર્ધનરામ અને નરસિંહરાવ વચ્ચે ભાષાવિષયક વિવાદ મળે છે તો રમણભાઈ અને આનંદશંકર વચ્ચે ધર્મસિદ્ધાંતોનો વિવાદ ‘જ્ઞાનસુધા'માં 0 ૧૯૮ ] • સાહિત્યિક પત્રકારત્વ વિશે થોડુંક • મળે છે. કલાને ખાતર કલા અંગેનો મુનશી અને મહાત્મા ગાંધી વચ્ચેનો વિવાદ ‘ગુજરાતી’, ‘કૌમુદી’ અને ‘નવજીવનમાં મળે છે. ન્હાનાલાલના કાવ્ય “સુરતાની વાડીના મીઠા મોરલાના અર્થઘટન વિશે ‘પ્રસ્થાનમાં રા. વિ. પાઠક અને બળવંતરાય વચ્ચેનો વિવાદ મળે છે. એ જ રીતે બળવંતરાયની અગેય અર્થપ્રધાન કવિતાની વિભાવના સામે કવિ ખબરદારનો વિરોધ એક વિવાદ સર્જે છે જે પ્રસ્થાન’ અને ‘માધુરી 'માં મળે છે. કલાપી અને સંચિતને લગતા વિવાદ આપણા બે આધુનિક વિવેચકો જયન્ત કોઠારી અને રમેશ શુક્લ વચ્ચે ચાલ્યો છે. છેક આજ સુધી “સાહિત્યિક પત્રકારત્વમાં આવા વિવાદો ચાલતા રહ્યા છે. આ વિવાદો માત્ર અંગત પૂર્વગ્રહથી ઘેરાયેલા નહોતા. એમાંથી સાહિત્યતત્ત્વ સાંપડે તેવી ચર્ચા અનુસ્યુત હોય છે. ભવિષ્યને માટે માર્ગદર્શન પૂરું પાડે છે, આવા વિવાદો વર્તમાનપત્રમાં ચાલી શકતા નથી અને ચાલે તો તેનું સાહિત્યિક પોત જળવાય નહીં. સાહિત્યિક પત્રકારત્વ જ એને પ્રાણવાયુ પૂરો પાડી શકે.” આવા સાહિત્યિક પત્રકારત્વથી કેટલીક વાર અભિવ્યક્તિનાં નવાં સ્વરૂપો (દા. ત. પાત્રરૂપ અવલોકન પ્રયોજવાનો) અને વિવિધરંગી ગદ્ય છટા ખીલવવાનો અવકાશ મળે છે. ઘણી વાર સાહિત્યના વિકાસની સાથોસાથ તે નવી તાજગીભરી સર્જકપ્રતિભાના નાટ્યાત્મક પ્રવેશની ભૂમિકા પણ રચી આપે છે. કવિ ન્હાનાલાલની પ્રથમ રચના “જ્ઞાનસુધામાં પ્રગટ થઈ. ‘જ્ઞાનસુધા' એ સુધારક રમણભાઈનું પત્ર. એમાં ચુસ્ત, ધર્મિષ્ઠ દલપતભાઈના દીકરાને ક્યાંથી સ્થાન મળે ? આથી હાનાલાલે પોતાના નામને બદલે ‘પ્રેમભક્તિ' ઉપનામથી કાવ્ય લખ્યું અને સરનામું ન લખ્યું. રમણભાઈને કાવ્ય ગમ્યું પણ પાકું નામ-સરનામું મેળવવા માટે રમણભાઈએ “જ્ઞાનસુધા'ના પૂંઠા પર લખ્યું કે ‘પ્રેમભક્તિનું કાવ્ય મળ્યું છે, પણ કવિ પોતાનું નામ નહીં મોકલે ત્યાં સુધી અમે તે છાપીશું નહીં. ન્હાનાલાલે નામ ન જ મોકલ્યું. અંતે રમણભાઈએ કાવ્ય પ્રગટ કર્યું. દલપતરામની છેલ્લી અવસ્થા હતી ત્યારે ટપાલમાં આ ‘જ્ઞાનસુધા' આવ્યું અને પ્રો. નરભેરામ દવેએ તો વાંચી સંભળાવ્યું. આ સાંભળીને કવિ દલપતરામે કહ્યું હતું કે પ્રાસ મેળવતાં આવડતું નથી અને કાવ્ય લખે છે. હાનાલાલના ‘વસંતોત્સવ’ કાવ્યનું પ્રથમ પ્રાગટ્ય પણ “જ્ઞાનસુધા'માં થયું. વસંતોત્સવમાં મૂળ પાઠ, પછી પુસ્તકરૂપે પ્રગટ થયેલી એ રચના સાથે સરખાવવાની તક અભ્યાસીને મળે છે. સાહિત્યિક પત્રકારત્વમાં કાચા સોના જેવી આવી ઘણી સામગ્રી ઉપલબ્ધ હોય છે. એમાં એક જ લેખક જુદા જુદા તખલ્લુસથી લખતા હોય તેવું જોવા મળે છે. જેમ કે “ભ્રમર', ‘શારદ્વત', ‘પથિક', ‘જ્ઞાનબાળા', અને 'x' એ કોનું 0 ૧૯૯ ]
SR No.034285
Book TitleShabda Samip
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarat Sahitya Academy
Publication Year2002
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy