SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ III. સાંપ્રદાયિક મંત્ર નહીં, પણ સ્વરૂપમંત્ર જિજ્ઞાસા એ જ્ઞાનની જનની છે. સત્યશોધક અને અધ્યાત્મજિજ્ઞાસુ સતત જિજ્ઞાસા અને ખોજવૃત્તિથી સત્યપ્રાપ્તિ કરતા હોય છે. જૈન ધર્મમાં પાંચ મહાવ્રતમાં અહિંસા પછી તરત જ સત્યને સ્થાન અપાયું છે. એ બાબત દર્શાવે છે કે આ ધર્મમાં જડતા, વહેમ, અસત્ય, રૂઢિગ્રસ્તતા કે ગતાનુગતિકતાને ક્યાંય સ્થાન નથી. શ્રી નમસ્કાર મહામંત્રની ગહનતા એટલી છે કે એમાં જિજ્ઞાસા જાગતી જ રહે. અને આરાધકને એ જિજ્ઞાસા પણ લાભદાયી બને. કારણ કે જિજ્ઞાસા સંતોષવા જતાં સાંપડેલી જાણકારી અને અધ્યાત્મના આચાર-વિચારની નવી દિશા ખોલી આપે છે. એક સવાલ એ છે કે નમસ્કાર મંત્રમાં આપણે કોને નમસ્કાર કરીએ છીએ ? હકીકતમાં શ્રી નમસ્કાર મહામંત્ર જૈન ધર્મના હાર્દને હૂબહૂ પ્રગટ કરે છે. જૈન ધર્મ એ ભાવનાનો ધર્મ છે, આધ્યાત્મિક ઊર્વીકરણનો ધર્મ છે. આવું ઊર્ધીકરણ સધાય ત્યારે વ્યક્તિનાં નામ, ઠામ કે ગામ કશાય મહત્ત્વનાં રહેતાં નથી. માત્ર એની આધ્યાત્મિક પ્રાપ્તિ જ મહત્ત્વની બને છે. આથી નમસ્કાર મહામંત્રમાં પદને નમસ્કાર છે, ગુણને નમસ્કાર છે, કોઈ વ્યક્તિવિશેષને નમસ્કાર નથી. વિશ્વના અન્ય ધર્મોના મહામંત્રોને જોઈએ ત્યારે ખ્યાલ આવે કે તેમાં તો અમુક વ્યક્તિવિશેષને નમસ્કાર કરવામાં આવે છે. તેમનું શરણ સ્વીકારવામાં આવે છે. જ્યારે નમસ્કાર મંત્રની મહત્તા જ એ છે કે એ વ્યક્તિવિશેષને બદલે ગુણને નમસ્કાર કરે છે. પરિણામે આ મંત્ર એ સાંકડા સાંપ્રદાયિક સીમાડાઓને વટાવી જાય છે. માનવી- * માનવી વચ્ચેની ભેદરેખાને ભૂંસી નાંખે છે અને જીવમાત્ર માટેનો મંત્ર બની રહે છે. કોઈપણ જાતિ કે કોઈપણ દેશની વ્યક્તિ જે આ ગુણની આરાધના કરવા ચાહતી હોય તેનો આ મહામંત્ર છે. એમાં કોઈ ચોક્કસ કાળમાં વસેલું મર્યાદિત સત્ય નથી. પરંતુ જીવમાત્ર માટેનું કાલાતીત સનાતન સત્ય રહેલું છે. પરિણામે નમસ્કાર મહામંત્ર એ સાંપ્રદાયિક મંત્ર નથી, બલકે સ્વરૂપમંત્ર છે. જીવમાત્રના સત્ય સ્વરૂપને એમાં દર્શાવવામાં આવ્યું છે. પ્રત્યેક જીવ એના અંતરમાં તો જાયે-અજાણ્ય નમસ્કાર મહામંત્રની ભાવના જ ધરાવતો હોય છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં આવતો ‘અરિહંત' શબ્દ અનેકની જિજ્ઞાસા જગાડી ગયો. ‘અરિ' એટલે ‘દુમન’ અને ‘હંત' એટલે ‘હણનાર' – એવો એનો અર્થ પ્રચલિત થાય છે. શબ્દોનો અર્થ
SR No.034284
Book TitleSamaro Mantra Bhalo Navkar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy