SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય છે. રાજકુમાર વર્ધમાનના જીવનમાં ગુરુ, માતાપિતા કે ભાઈ પ્રત્યે કેવો નખશિખ વિનય હતો ! શ્રી નમસ્કાર મહામંત્ર નમવાની વાત કરે છે. નમે તે સહુને ગમે. નમ્રતા અને વિનય એ આ ધર્મવૃક્ષનાં મુળ છે. મન, વચન અને કાયાથી નમવાની વાત થઈ છે. જ્ઞાન, શબ્દ અને ક્રિયાથી નમવાનો સંકેત છે. અને તેથી જ આ મહામંત્ર કહે છે કે પંચપરમેષ્ઠીને કરેલો નમસ્કાર સર્વ અશુભ કર્મોનો અત્યંત નાશ કરે છે અને બધાં મંગલોમાં પ્રથમ મંગલ છે. આમ શ્રી નમસ્કાર મહામંત્રમાં ‘મંગલ' શબ્દનો અર્થ સંસાર-પરિભ્રમણનો ક્ષય અને હિતસાધક ધર્મની પ્રાપ્તિ એવો થાય છે. જરા મંગલ શબ્દના જુદા જુદા અર્થો જોઈ લઈએ. ‘મંગ' એટલે “ધર્મ' અને તેને લાવે તે મંગળ. એવો જ મંગલનો બીજો અર્થ છે. સંસારથી પાર ઉતારે તે મંગલ. એનો ત્રીજો અર્થ છે જેનાથી શાસ્ત્રો શોભે છે તે. એનો ચોથો અર્થ છે સંસારથી મુક્ત કરાવે તે મંગલ, એનો પાંચમો અર્થ છે જે સમ્યગુ દર્શન વગેરે દ્વારા મોક્ષમાર્ગ પમાડે તે મંગલ. આમ નમસ્કાર મંત્રમાં ‘મંગલાણં' પદના ઉચ્ચારણ વખતે અંતરમાં એ ભાવમંગલની પ્રાપ્તિની આરત હોવી જોઈએ. જૈન શાસ્ત્રોમાં શ્રી પંચપરમેષ્ઠી નમસ્કારને ‘પ્રધાન મંગલ' કહ્યું છે. આમ તો અહિંસા, સંયમ અને તપ અથવા તો સ્વાધ્યાય, ધ્યાન અને જ્ઞાન એ ભાવમંગલ છે. પરંતુ નમસ્કાર મહામંત્ર એ એ દૃષ્ટિએ વિશેષ છે કે તે સ્વયં ગુણસ્વરૂપ છે અને ગુણોના બહુમાનસ્વરૂપ છે. આ મહામંત્રમાં મુખ્ય બાબત એ વિનય છે. આપણે ત્યાં કહેવાયું છે કે ધર્મનું મૂળ વિનય છે. વિનય વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના દર્શન નથી, દર્શન વિના ચારિત્ર નથી અને ચારિત્ર વિના મોક્ષ નથી. આમ મોક્ષપ્રાપ્તિનું મૂળ વિનયમાં છે અને નમસ્કાર મંત્રમાં તાત્ત્વિક ગુણોને ધારણ કરનારી સર્વ વ્યક્તિઓને નમસ્કાર કરીને વિનય દાખવવામાં આવ્યો છે. આજે સમાજમાં વિનયનો અભાવ વધતો જાય છે. ધર્મ તરફ, સાધુ-સાધ્વી તરફ, ગુરુ કે માતાપિતા તરફ વિનયની ભાવના ઝાંખી થતી જોવા મળે છે. જૈન સંસ્કારનો પહેલો પાઠ જ જૈનશાસનના અગા ધ વાડુમયમાં સર્વપ્રથમ સ્થાન શ્રી નમસ્કાર મહામંત્ર ધરાવે છે કારણ કે (૧) એ અખિલ શ્રુતનો સાર છે. (ર) એના ધ્યાનમાં મહાજ્ઞાની શ્રુતપારગામી મહર્ષિ પણ જીવનનો અંતિમ કાલ વિતાવે છે. (૩) એમાં કલ્યાણ સ્વરૂપ અનંત અર્થ ભરેલો છે. (૪) એ સુખ-દુ:ખ આદિ તમામ સ્થિતિમાં અને જીવનમરણના સર્વકાળે સ્મરણીય છે. (૫) એનાથી લૌકિક-લોકોત્તર સર્વ સમૃદ્ધિ આપમેળે પ્રાપ્ત થાય છે. (૬) એ ભચંકર પાપી જીવન જીવતા માનવીને ઉદ્ધારનાર અને ભયાનક ભયોનો નાશ કરનાર છે. (૭) એ સર્વશ્રેષ્ઠ ધ્યેય, ધ્યાતા અને દયાનનો દર્શક
SR No.034284
Book TitleSamaro Mantra Bhalo Navkar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy