SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ કેવી સરસ રીતે અહીં ઉપાધ્યાયની ઓળખ આપી છે ! હકીકતમાં આ ‘ઉપાધ્યાય’ શબ્દ જ બધા અર્થો પ્રગટ કરી આપે છે. ‘ઉપ' એટલે પાસે અને ‘અધ્યાયએટલે ભણવું. આમ જેઓ અન્ય સાધુઓને ભણાવવાનું કાર્ય કરતા હોય તે ‘ઉપાધ્યાય' કહેવાય. નમસ્કાર મંત્રના પદમાં શબ્દ મળે છે ‘ઉવઝાયાણં'. આ શબ્દનો મૂળ શબ્દ ‘ઉવજઝાય' છે, પરંતુ ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં આ શબ્દનો ભાવ ‘ઉપાધ્યાય ' વડે પ્રગટ થાય છે. વળી ‘ઉવજઝાયાણં' પદ સંસ્કૃત છઠ્ઠી વિભક્તિના બહુવચનનું છે, માટે 0 એનો ગુજરાતી અર્થ ‘ઉપાધ્યાયોને' એમ બહુવચનમાં કરવામાં આવે છે. આવી જ રીતે આ શબ્દની પાછળ એવો ભાવ છે કે જે કોઈ દીક્ષિત થયેલા સાધુ શાસ્ત્રોનો અભ્યાસ કરે, ગ્રંથનું સંપાદન કરે, 2. જીવનના અનુભવો મેળવે, શાસ્ત્રોના અર્થોમાં કુશળ બને અને બીજાને ભણાવી શકે તેવા બને એવા સાધુને ઉપાધ્યાયપદ મળે છે. ભારતીય સંસ્કૃતિની જુદી જુદી પરંપરાઓમાં ઉપાધ્યાય શબ્દ વ્યાપકપણે વપરાયો છે. પરંતુ એ દરેક ધર્મએ ઉપાધ્યાય શબ્દનો જુદો જુદો અર્થ કર્યો છે. વૈદિક સંસ્કૃતિમાં પોતાની આજીવિકા માટે વેદોનું અધ્યયન કરાવનારને ઉપાધ્યાય કહેવામાં આવે છે, જ્યારે જૈન ધર્મની વિચારણામાં દીક્ષિત સાધુ આ અભ્યાસ કરાવતા હોવાથી આજીવિકાનું કોઈ મહત્ત્વ નથી, પરંતુ શાસ્ત્રના સૂત્ર-સિદ્ધાંત તથા પ્રક્રિયાનું યોગ્ય જ્ઞાન આપે તેવી યોગ્યતાને પ્રાધાન્ય અપાયું છે. અર્થ નહીં, પણ અર્થઘટનનું મહત્ત્વ વર્ણવાયું છે. બૌદ્ધ સંસ્કૃતિમાં પણ જે પોતાના શ્રમણ શિષ્યોને શાસ્ત્રજ્ઞાન આપે અને સારી રીતે સાચવે તેને ઉપાધ્યાય કહેવામાં આવે છે. જૈન ધર્મમાં શાસ્ત્રજ્ઞાનની વાત તો છે જ, પણ એ સિવાય તેઓ પોતાના ગચ્છની સારસંભાળ લેવાના કાર્યમાં આચાર્યને મદદ કરે છે. વળી જૈન શાસ્ત્રો તો એ ઉપાધ્યાયની યોગ્યતા માટે કયા કયા પચ્ચીસ ગુણ હોવા જોઈએ તેની પણ વાત કરે છે. ગ્રંથો એમ પણ કહે છે કે જે ઉપાધ્યાયોનો આશરો લે છે તે પાખંડીઓથી પરાજિત થતો નથી. મન, વચન અને કાયાથી વિડંબના પામતો નથી અને કપાયોથી દંડાતો નથી. ધર્મગ્રંથોમાં એમ પણ કહેવાયું છે કે જેઓ વચન, વય અને શરીરથી વૃદ્ધિ પામેલા છે, હિંસાનો વિચાર પણ કરતા નથી એવા ઉપાધ્યાયની તું સેવા કર. આ સેવાની પાછળ ચિત્તમાં કઈ ભાવના રહી હશે ? આપણા ચિત્તમાં એ ભાવના હોવી જોઈએ કે ચોથા પદના સાત અક્ષરો – ‘નમો ઉવજઝાયાણં' – એ સાત રજ્જુ પ્રમાણે ઊદ્ગલોકના માર્ગમાં દીપક સમાન છે. આ સાત અક્ષરો મારાં સાતેય વ્યસનોનો નાશ કરનારા બનો. ‘ઉપાધ્યાય' શબ્દનો અર્થ માત્ર શિષ્યોને શાસ્ત્રાભ્યાસ કરાવનાર સુધી જ સીમિત નથી. એ સાચું કે આ ઉપાધ્યાય અન્ય સાધુને સૂત્ર-સિદ્ધાંતનું પદ્ધતિસરનું શિક્ષણ આપે છે અને તેથી જ ‘નિર્યુક્તિકારે” એમ કહ્યું છે કે જે બાર અંગવાળો સ્વાધ્યાય (અર્થથી) જિનેશ્વરોએ પ્રરૂપેલો છે અને સૂત્રોથી) ગણધર
SR No.034284
Book TitleSamaro Mantra Bhalo Navkar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy