SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ તેનું કારણ સમૂહમાધ્યમો પર સાહિત્યકારોનો પ્રભાવ જોઈ શકાય. દેશ્યશ્રાવ્ય માધ્યમથી પુસ્તકો લખાવાનાં બંધ થવાનાં નથી. સામાન્ય ઘટનાની સનસનાટીપૂર્ણ દીર્ઘ રજૂઆત કરતા સમાચાર, ઉપભોક્તાવાદને બહેકાવતાં વિજ્ઞાપનો અને ફૉર્મ્યુલાબદ્ધ ધારાવાહિકોની ભરમારમાં સાહિત્યિક કૃતિ ભાગ્યે જ જોવા મળે છે. ટેલિવિઝનથી સાહિત્યિક રુચિના સંવર્ધનની વાત તો દૂર રહી, હવે તો શિષ્ટ રુચિને પણ આઘાત થવા લાગ્યો છે. રંજ કતા એવી લીલા છે કે જેની પાછળ માધ્યમ ઘેલું બને તો બધી જ મર્યાદા નેવે મૂકી દે. દર્શકની બુદ્ધિ અને રુચિ વિશેના એના ખ્યાલો ચિંતાપ્રેરક છે. દરેક માધ્યમનો એક સમયગાળો હોય છે . આરંભમાં એ ચોંકાવી દે એવું આકર્ષણ જગાવે છે અને સમય જતાં મોળું પડે છે, એથી જ આ સમૂહમાધ્યમની તેજ રફ્તાર વચ્ચે અત્યારસુધી સાહિત્ય પોતાની મુદ્રા જાળવી શક્યું છે. કારણ કે એની પાસે માનવઅંતઃસ્તલને સ્પર્શવાની શક્તિ અને કૌવત છે. પરિણામે વર્તમાન સમયના સાહિત્યકાર સામે સમૂહમાધ્યમ પડકાર નથી, પરંતુ એને માટે પોતાની આંતરશક્તિની વાફ-સ્તરે સમુચિત અને વિશિષ્ટ અભિવ્યક્તિ એ પડકાર છે. માધ્યમોની ગતિ અમુક આવરદાવાળી અને જલદી લાભ અંકે કરી લેવાના મિજાજવાળી હોય છે. સાહિત્ય એ એક એવું માધ્યમ છે કે જેની નેમ અને નિયત નિશ્ચિત રહી છે અને એ છે મનુષ્યત્વનું નિરૂપણ અને એનું ઉન્નયન. આજના સાહિત્યકારે એના અનુલક્ષમાં જ સર્જનના ઘટાટોપને વિસ્તારવાનો છે. તત્કાળ આનંદ અને લાભ કરાવે તેવી વસ્તુ માધ્યમને જોઈએ, જ્યારે સાહિત્ય એ દીર્ઘકાળ સુધી માનવને મૂલ્યો અને આનંદનો અનુભવ કરાવનાર છે. માનવઆત્માનો અવાજ સમૂહમાધ્યમનો પ્રભાવ ગમે તેટલો હોય, અગાઉ નિર્દયું તેમ, સાહિત્યસર્જન તો ચાલુ જ રહેવાનું. સાહિત્યમાં નિહિત છે માનવઆત્માનો અવાજ. આ સૂરની ફાવટ સમૂહમાધ્યમોને નથી, તેથી સાહિત્યનો એ સાહિત્યિક નિસબત અવાજ સમૂહમાધ્યમમાં કાં તો ગૂંગળાય છે અથવા તો કચડી નખાય છે. પરંતુ માનવ-આત્માનો અવાજ સાહિત્યમાં કેવો સંભળાય છે તે સાહિત્યનો એ અવાજ ઉત્તર આફ્રિકાના સેનેગલ દેશના કવિ સમ્મને ઓસમનેમાંથી પામી શકાય. 'Fingers' નામના કાવ્યમાં સંગેમરમરમાં સુંદર આકૃતિ સર્જતી સ્થપતિની આંગળીઓ કે પછી જમીનને હળથી ખેડડ્યા બાદ ખાડો ખોદી વાવણી કરતા ખેડૂતની આંગળીઓની વાત કરતાં એ એવી આંગળીઓ પ્રતિ લક્ષ દોરે છે કે જે જીવનનો નાશ કરે છે. કવિ કહે છે, The finger of a soldier Across the rivers and languages Of Europe and Asia Of China and Africa, Of India and the Oceans Let us join our fingers to take away All the power of their finger Which keeps humanity in mourning. [Sambene Ousmane, 'Fingers 'quoted in Lotus Awards 1971, Published by the Permanent Bureau of Afro-Asian Writers] લોકઆંદોલનોમાંથી જાગતો નિર્ભીક અને સ્વતંત્ર અવાજ બીજા કોઈ પણ માધ્યમ કરતાં સાહિત્ય સ્પષ્ટ રીતે આપી શકે છે, તેથી જ માધ્યમોની પ્રભાવક પ્રચારની દુનિયાને સાહિત્યિક કૃતિ અજંપો આપી જાય છે. પ્રજાનો અંતરાત્મા સાહિત્યમાં વ્યક્ત થતો હોવાથી માત્ર સરમુખત્યારો જ નહીં, પણ સત્તાલોભીઓને પણ મુંઝવે તેવા સવાલ સાહિત્ય કરતું આવ્યું છે. The spirit of resistance સાહિત્ય દ્વારા જ વ્યક્ત થાય. વર્તમાન સમયમાં હું અધ્યાપક, ફક્ત ડૉક્ટર કે પછી વિજ્ઞાની કે અર્થશાસ્ત્રી છું એમ કહ્યાથી કામ સરવાનું નથી. વર્તમાન વૈશ્વિક સંદર્ભમાં વ્યક્તિ પોતે ક્યાં ઊભી છે તેની એણે ખોજ કરવાની છે, અસમાનતા પર આધારિત સમાજમાં એ ક્યાં ઊભો છે ? અન્યાય, આતંક અને આક્રમણનાં વિઘાતક પરિબળો રાષ્ટ્રજીવનથી આરંભીને છેક વ્યક્તિગત જીવન પર પ્રભાવક છે તે સ્થિતિમાં એ સ્વયં શું અનુભવે છે ? એ અંગે પોતે શું સંવેદના, સહૃદયતા અને સજજતા
SR No.034283
Book TitleSahityik Nisbat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherVidy Vikas Trust
Publication Year2007
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy