SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ વિચાર નક્કર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ઇન્ટરનેટ અને વેબસાઇટ જેવી આધુનિક ટેક્નૉલોજી દ્વારા પરિષદ વધુ પ્રજાભિમુખ બને તેવા પ્રયત્નો પણ થયા છે. છેલ્લાં સવા વર્ષના ગાળામાં એકસોથી વધુ કાર્યક્રમો, ચાલીસ જેટલાં પુસ્તકોનું પ્રકાશન કરવાની સાથોસાથ સંવાદિતાની સાથે વિકાસ પણ ઠીક ઠીક સધાયો તેનો આનંદ છે. સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજ૨ જેવી આધુનિક પદ્ધતિનો નવોદિતો માટેના કાર્યક્મમાં પ્રાયોગિક ઉપયોગ કર્યો અને વિશેષ તો અનેક સાહિત્યકારો અને સાહિત્યરસિકો વચ્ચે તથા નવોદિત સાહિત્યકારો સાથે સેતુ સાધવાની કોશિશ કરી. દરિયાપાર વસતા ગુજરાતી સર્જકોના ડાયસ્પોરા સાહિત્યને પણ ઉચિત સ્થાન મળ્યું. લેખિકાઓના સર્જનને પ્રોત્સાહન આપવાના હેતુથી થયેલી એકાંકી-લેખનસ્પર્ધામાં ૪૪ જેટલી બહેનોએ ભાગ લીધો અને એમાંથી ત્રણ એકાંકીઓનાં મંચન થયાં તથા ૧૦ એકાંકીનું પઠન થયું એ એક યાદગાર ઘટના કહેવાય. હજી ગુજરાતી સાહિત્ય પરિષદે માતૃભાષાને માટે ઘણું કરવાનું બાકી છે. સંશોધનના ક્ષેત્રમાં આવેલી ઓટ, મધ્યકાલીન સાહિત્યના અભ્યાસની ઉપેક્ષા, સમૂહમાધ્યમોને કારણે ઊભો થયેલો ભાષાશુદ્ધિનો પ્રશ્ન જેવી બાબતો ચિંતા જન્માવે તેવી છે. એ સાચું છે કે સંસ્થાઓ સર્જકનું સર્જન કરી શકતી નથી પરંતુ એની સર્જનાત્મકતાને પોષે એવું વાતાવરણ રચવાનું એનું કામ છે. ફ્રાંસની કાફેમાં જેમ સાહિત્યકારો એકઠા થતા હતા અને સાહિત્યચર્ચા ચાલતી હતી. થોડા સમય પૂર્વે અમદાવાદના ટાઉનહૉલના હેવમોરમાં પણ સાહિત્યકારો એકઠા થતા હતા એ જ રીતે પરિષદમાં પણ સમી સાંજે સહુ સાહિત્યકારો એકઠા થઈને ગોષ્ઠિ કરે એવું વાતાવરણ સર્જવાનું બાકી છે. સંશોધનની વાત કરીએ તો હજી આપણો મધ્યકાલીન ઇતિહાસ અધૂરો છે, કારણ કે હસ્તપ્રતમાં રહેલી વિપુલ સામગ્રીનું સંશોધન બાકી છે. હસ્તપ્રત વાંચીને સંપાદન કરી શકનારી વ્યક્તિઓ ગણીગાંઠી જ રહી છે. આ ક્ષેત્રમાં નવી શક્તિની શોધ કરવાની છે. અત્યારે ગુજરાતી ભાષા-સાહિત્યમાં થયેલા સંશોધનના વિકાસનો ઇતિહાસ આપણી પાસે નથી. ગુજરાતી ભાષાનું પોતાનું આગવું કહી સાહિત્યિક નિસબત ૨ tahikool1 - 51 શકાય એવું વ્યાકરણ તૈયાર કરવાની જરૂર છે અને એ જ રીતે અંગ્રેજી શબ્દાવલિના ગુજરાતી ઉચ્ચારો નિર્ધારિત કરવાનો પણ પ્રયાસ કરવો જોઈએ. આપણા ઢાળો અને દેશીઓ લુપ્ત થવા માંડ્યા છે. શહેરીકરણને પરિણામે લગ્નગીતો ભુલાઈ રહ્યાં છે. આ બધાંની જાળવણી એ આજની તાતી જરૂર છે. દલિત સાહિત્ય વિશે વિશેષ જાગૃતિની અને આદિવાસી સાહિત્યને પણ લુપ્ત થાય તે પૂર્વે કૅસેટમાં ઉતારી લેવાની જરૂર છે. આ દિશામાં ભગવાનદાસ પટેલે થોડુંક કામ કર્યું છે, પણ હજી ઘણા વિસ્તારો બાકી છે. એ જ સ્થિતિ આપણા બાળસાહિત્યની છે. બાળસાહિત્યમાં પ્રમાણમાં બહુ ઓછું કામ થાય છે અને એનું વિવેચન સાવ નહિવત્ થાય છે, જે કામ પરિષદે પૂર્વે કર્યું છે તેનો પુનર્વિચાર પણ થઈ શકે. એક સમયે નગીનદાસ પારેખ જેવા વિદ્વાનો ગુજરાતી ભાષાનાં પાઠ્યપુસ્તકોની સમીક્ષા કરતા હતા. આપણા દેશીહિસાબમાં સમય પ્રમાણે પરિવર્તન લાવવાની જરૂર છે. જેમ કે, ‘ઉ’, ‘ઐ’, ‘ખ’, ‘શ’ માટે ઉતરડ, ઐરાવત, ખલ અને શકોરૂં શબ્દ આજના બાળકને સમજાતા હશે ખરા ? સમૂહમાધ્યમોમાં આવતા સાહિત્યના કાર્યક્રમો વિશે પરિષદ માર્ગદર્શન આપી શકે અને એ સંદર્ભે માધ્યમોને જવાબદારીપૂર્વક વર્તતા કરી શકે. મનોરંજનનો અર્થ એ નથી કે એમાં ક્યાંય મનોઘડતરને સ્થાન ન હોય. રંગભૂમિના ક્ષેત્રે હજી ઘણું કામ બાકી છે. શેરી-નાટકો થઈ રહ્યાં છે એના પ્રસારમાં પણ પરિષદ સહાયક બની શકે. જનસમૂહની વ્યાપક સાહિત્યરુચિના ઘડતરના સંદર્ભમાં હવે પછીના સમયમાં ગુજરાતી સાહિત્ય પરિષદ પાસે ઘણી અપેક્ષા છે અને શ્રી રણજિતરામ વાવાભાઈએ સ્થાપેલી આ સંસ્થા એ સ્વપ્નોને સિદ્ધ કરવાનું સત્ત્વ અને શીલ પણ ધરાવે છે. ગુજરાતી સાહિત્ય પરિષદે એની વિકાસગતિ જાળવી છે ને તેને સવિશેષ પરિણામલક્ષી બનાવવામાં પણ નોંધપાત્ર સયિતા દાખવી છે. તેથી એક ડગલું આગળ ભર્યું છે અને સાંપ્રત પરિસ્થિતિમાં ‘અરુણું પ્રભાત’નો અનુભવ થઈ રહ્યો છે. મારા પ્રમુખકાળ દરમિયાન જે આકાંક્ષા પરિષદની પ્રવૃત્તિઓને વધુ જીવંત કરવાની રાખી હતી તે ઘણે અંશે સિદ્ધ થઈ હોય તેવો અનુભવ કરું છું. એ સિદ્ધ કરવામાં પરિષદના ઉપપ્રમુખો, મંત્રીઓ, કોષાધ્યક્ષ, પરિષદના દીપે અરુણું પરભાત ૯૩
SR No.034283
Book TitleSahityik Nisbat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherVidy Vikas Trust
Publication Year2007
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy