SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ અનુવાદપ્રવૃત્તિ ગુજરાતી સાહિત્ય પરિષદના શ્રી એચ. એમ. પટેલ અનુવાદકેન્દ્ર દ્વારા પ્રદીપ ખાંડવાલાનો ‘Beyond the Beaten Track' નામનો આજના ૮૦ કવિઓ અને ત્રીસ જેટલા દિવંગત કવિઓની બસો જેટલી રૂપાંતરક્ષમ અને વિષય, કલ્પના, પ્રતીક અને સ્વરૂપની બાબતમાં વૈશિષ્ટ ધરાવતી કાવ્યકૃતિઓનો અંગ્રેજી અનુવાદ પ્રગટ થઈ રહ્યો છે. ત્રિદીપ સુહૃદ કરેલા નારાયણ દેસાઈ લિખિત મહાત્મા ગાંધીજીના જીવનચરિત્ર ‘મારું જીવન એ જ મારી વાણી'નો અંગ્રેજી અનુવાદ પણ પ્રગટ થવાની તૈયારીમાં છે. વિનોદ મેઘાણીએ કરેલા ‘સરસ્વતીચંદ્ર'ના સંક્ષિપ્ત અંગ્રેજી અનુવાદની દ્વિતીય આવૃત્તિ અને આલોક ગુપ્ત તેમજ વીરેન્દ્ર નારાયણ સિહે તૈયાર કરેલા ‘સરસ્વતીચંદ્ર'ના ચાર ભાગોનો હિંદી અનુવાદ પણ પ્રસિદ્ધ થવામાં છે. આ બધી ઘટનાઓ આનંદદાયક એ માટે લાગે છે કે પ્રમાણમાં ગુજરાતી સાહિત્યમાંથી અંગ્રેજી કે અન્ય ભાષામાં અનુવાદપ્રવૃત્તિ ઘણી મંદ ગતિએ ચાલે છે, ત્યારે આ સ્થિતિ થોડી આશાયેસ આપે છે. સાહિત્યમાં આદાન-પ્રદાન થવું જોઈએ એમ આપણે કહીએ છીએ, પરંતુ ગુજરાતીમાં મુખ્યત્વે આદાન કરીએ છીએ, પ્રદાન નહીં. અન્ય ભારતીય ભાષાઓ કે અંગ્રેજી ભાષામાં ગુજરાતી સાહિત્યનું પ્રદાન નહીંવત્ છે. કોઈ વેપારી માત્ર સ્થાનિક ભૂમિકાએ જ ઉત્પાદન કરે, તો એના ઉત્પાદનનો વિકાસ થતો નથી. પરંતુ એ એનું ઉત્પાદન અન્ય પ્રદેશમાં લઈને જાય, ત્યારે એની ગુણવત્તા અને એની વ્યાપકતાનો પ્રશ્ન આપોઆપ સમજાય અને ઉકેલાય છે. એ જ રીતે ગુજરાતી સાહિત્ય એ માત્ર ગુજરાતી વાચકો પૂરતું સીમિત રહે, તો અંતે તે સાહિત્યના વિકાસને અવરોધક બની રહે છે. એક સમયે ગુજરાતી સાહિત્યકારો રાષ્ટ્રીય સ્તર પર અંગ્રેજીમાં લેખન કરતા હતા, દીવાન બહાદુર કૃષ્ણલાલ મો. ઝવેરી, ગોવર્ધનરામ ત્રિપાઠી, કવિ કાન્ત, મણિલાલ નભુભાઈ જેવા સર્જકોએ અંગ્રેજીમાં લખ્યું છે. પારસી લેખક જેહાંગીર એચ સંજાનાએ અંગ્રેજીમાં ગુજરાતી સાહિત્ય વિશે વિવેચન અને એમના સમકાલીન તારાપોરવાલાએ તો ગુજરાતી કવિતાનું અંગ્રેજીમાં એક ચયન પણ પ્રગટ કર્યું હતું. ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર'ના ચારેય ભાગની લખેલી પ્રસ્તાવનાઓ, દયારામ ગિડુમલ સાથેનો એમનો પત્રવ્યવહાર અને ઍપ બુક” અંગ્રેજીમાં લખેલી મળે છે. આનું સ્વાભાવિક કારણ એ હતું કે એ સમયે મુંબઈ રાજ્ય હોવાથી અંગ્રેજીમાં વ્યવહાર ચાલતો હતો. ભાષાવાર પ્રાંતરચના થઈ નહોતી. કચ્છથી કરાંચી સુધીનો વિસ્તાર મુંબઈ યુનિવર્સિટીમાં આવરી લેવાયો હોવાથી ગુજરાતીને બિનગુજરાતીઓ સાથે સ્પર્ધામાં રહેવાનું અનિવાર્ય બન્યું હતું, આથી એ સમયે સાક્ષરો મરાઠી, ગુજરાતી કે હિંદીના વિદ્વાન હોય, પણ અંગ્રેજીમાં વક્તવ્ય આપી શકતા અને લખી પણ શકતા. નરસિંહરાવ દિવેટિયાએ ઠક્કર વસનજી વ્યાખ્યાનો અંગ્રેજીમાં આપ્યાં હતાં. અતિસુખકર ત્રિવેદી અંગ્રેજીમાં જ બધો વ્યવહાર કરતા. ગુજરાતીનું પ્રશ્નપત્ર અંગ્રેજીમાં કાઢતા હતા ! વિવિધ ભાષાઓના શ્રોતાસમૂહ સમક્ષ ઉપસ્થિત રહેવાનું હોવાથી એ સમયના આપણા સાક્ષરોમાં અંગ્રેજીમાં બોલવાનો અને ચર્ચા કરવાનો મહાવરો હતો, જો કે એ જમાનામાં વિચારપ્રેરક સાહિત્યનો મહિમા હોવાથી સર્જનાત્મક સાહિત્ય તરફ બહુ ધ્યાન અપાયું નહોતું. ગુજરાતી સર્જક પાસે અંગ્રેજીમાં લખવાની ક્ષમતા અને સજ્જતા હતી, પરંતુ એનો અનુવાદ કરવા વિશે કોઈ સભાનતા નહોતી. આજે રાષ્ટ્રીય ભૂમિકાએ પણ અનુવાદ પર ભાર મૂકવામાં આવે છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમી પણ અનુવાદ પર વિશેષ ઝોક આપે છે. એ સાચું છે કે કોઈ પણ રાષ્ટ્રની એકતાની આધારશિલા કે એની એકાત્મતા માત્ર જુદાં જુદાં રાજ્યના લોકોના મેળાપથી સધાય છે. ભાષા એ મેળાપનું મોટામાં મોટું સાધન છે. જો સમાજ ભ્રષ્ટ હશે તો ભાષા ભ્રષ્ટ હશે અને સાહિત્યિક નિસબત અનુવાદપ્રવૃત્તિ
SR No.034283
Book TitleSahityik Nisbat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherVidy Vikas Trust
Publication Year2007
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy