SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ વળી પ્રકાશકોનાં સૂચિપત્રો વેચાણ માટેના મર્યાદિત પ્રયોજનથી તૈયાર થતાં હોઈ તેમાં શાસ્ત્રીય પુસ્તકસૂચિમાં અનિવાર્ય એવી પ્રકાશનવર્ષ આદિની પૂરી વિગતો મળતી હોતી નથી. આ પરિસ્થિતિમાં પુસ્તકોના વ્યવસ્થિત સૂચીકરણ માટે સાહિત્યિક સંસ્થાઓ, ગ્રંથાલયો તેમજ પ્રકાશકોએ પૂરી ખબરદારીથી ને સમાયોજનપૂર્વક એક સમયબદ્ધ કાર્યક્રમ ઘડી કાઢવો જોઈએ. ગુજરાત સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીએ આ દિશામાં વધુ સધન પ્રયત્નો કરવાના રહે છે. તાજેતરમાં તો ગુજરાતભરનાં વિશ્વવિદ્યાલયોની, સંશોધન-સંસ્થાઓની પ્રકાશનપ્રવૃત્તિ પણ મંદ પડી ગઈ છે. એક સમયે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ ઘણાં પુસ્તકો પ્રકાશિત કરતી હતી. ૨૦૦૬ના વર્ષમાં એની ગતિ પણ સ્થગિત થઈ ગઈ છે ! સદ્ભાગ્યે હાલમાં ૨૦૦૬ના ગ્રંથોની સૂચિ કરવાનું કાર્ય શ્રી કિરીટભાઈ ભાવસાર અને શ્રીમતી આબેદા કાઝી કરી રહ્યાં છે. પણ એ પૂર્વનાં વર્ષોની સૂચિનું શું ? ગૂજરાત વિદ્યાપીઠ એક સમયે દર બે મહિને કૉપીરાઇટ વિભાગમાં આવેલાં પુસ્તકોની સૂચિ પ્રગટ કરતું હતું. એ પ્રવૃત્તિ પણ પુનઃ શરૂ થાય તે ઇચ્છનીય છે. કેટલાક લેખકો અને સંશોધકો પોતે પુસ્તકપ્રકાશન કરતા હોય છે, ધાર્મિક સંસ્થાઓ પણ અવારનવાર આવા ગ્રંથો પ્રગટ કરતી હોય છે અને કેટલીક સંસ્થાઓ નિયમિત રીતે આવા ગ્રંથો બહાર પાડતી હોય છે. કોઈક એક સ્થળે આ બધા જ ગ્રંથોની માહિતી સંકલિત સ્વરૂપે – વ્યવસ્થિત રીતે મળે તેમ કરવું ખૂબ જરૂરી છે. એ દિશામાં હવે જાગ્યા ત્યારથી સવાર’ એ ન્યાયે સવિશેષ કટિબદ્ધ થઈએ એવો આજનો તકાદો છે. સાહિત્યિક નિસબત ૩૬ tahikook.15-F 43 સીમાડે ઊભેલી ટેનોલોજી અમેરિકાના ટેક્સાસ રાજ્યના ચુલેસ ગામના એન. એક્ટર ડ્રાઇવના સ્થળે આવેલી યુલેસ પબ્લિક લાઇબ્રેરી નિહાળતો હતો ત્યારે એના ગ્રંથપાલે કહ્યું કે “હવે આ ગ્રંથાલય નવા સ્થળે ખસેડાવાનું છે. ચાલો, તમને એ નવું સ્થળ પણ બતાવું.” આ યુલેસ પબ્લિક લાઇબ્રેરીમાં અનેક વિભાગો છે. વચ્ચે ઘોડા ઉપર પુસ્તકો મૂક્યાં હતાં. બાજુમાં કમ્પ્યૂટર, ફૅક્સ અને ઝેરોક્ષ હતાં અને સી.ડી., વિડિયો અને ડી.વી.ડી.નો અલાયદો વિભાગ હતો. હવેનાં ગ્રંથાલયો પોતાની પ્રવૃત્તિની પાંખ પ્રસારી રહ્યાં છે. આ ગ્રંથાલયમાં પુસ્તકો મળે. ઑનલાઇન કૅટલોગ, ડેટાબેઝ, ઇન્ટરનેટની સાથે માઇક્રોસૉફ્ટ વર્ડ, ઍક્સલ અને પાવર પૉઇન્ટ જેવી કમ્પ્યૂટરને લગતી સુવિધા મળે. તેમજ યુવાનો માટે કમ્પ્યૂટર વાર્તાઓ અને શૈક્ષણિક રમતોનો વિભાગ છે. આ ગ્રંથાલય વાર્તાકથન-પ્રવૃત્તિથી સતત ધમધમતું હોય છે. અહીં અઢારથી છત્રીસ મહિનાનાં બાળકો માટે, ત્રણથી પાંચ વર્ષના શિશુવર્ગના વિદ્યાર્થીઓ માટે અને આબાલવૃદ્ધ સહુ કોઈને માટે વાર્તાકથનની પ્રવૃત્તિ ચાલે છે અને એનો હેતુ બાળકો અને આમ વર્ગમાં પુસ્તકો પ્રત્યેનો પ્રેમ અને ગ્રંથાલય માટેની લગની જગાડવાનો છે. આ વાર્તાકથનનું આયોજન બાળકનાં વય તેમજ વિકાસને લક્ષમાં રાખીને કરવામાં આવે છે. એ જ રીતે વેકેશનના સમયમાં વિદ્યાર્થીઓ એમણે વાંચેલાં પુસ્તકોની નોંધ કરે છે અને એમાં સૌથી સારો પુસ્તકપરિચય લખનારને પારિતોષિકો સીમાડે ઊભેલી ટેક્નૉલોજી のの
SR No.034283
Book TitleSahityik Nisbat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherVidy Vikas Trust
Publication Year2007
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy