SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના આગવા મૂળાક્ષરો ધરાવતી સંતાલી ભાષા ઝારખંડ, અસમ, બિહાર, ઓરિસા અને પશ્ચિમ બંગાળમાં મળે છે; જ્યારે મણિપુરી ભાષા તો મણિપુર, અસમ, ત્રિપુરા ઉપરાંત બાંગ્લાદેશ અને મ્યાનમારમાં પણ મળે છે. મણિપુરની એ રાજભાષા છે. મણિપુરી ભાષાના લેખક શરતચાંદા થિયામ વ્યવસાયે તો સરકારી જુનિયર એન્જિનિયર છે, પરંતુ વિચારે છે કે આ સરકારી નોકરી છોડીને માત્ર લેખન પર નિર્વાહ થઈ શકે તો કેવું સારું ? શરતચાંદ થિયામે લખેલી ગ્રીસની પ્રવાસકથા ‘નુશિબી ગ્રીસને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો અને એમના આ પ્રવાસવર્ણનમાં રાષ્ટ્રભક્તિ, આંતરરાષ્ટ્રીયતા તથા ગ્રીસના પ્રાચીન ઇતિહાસ, મહાકાવ્ય, રાજકારણ અને સમાજ પ્રત્યેનો એમનો શ્રદ્ધાભાવ પ્રગટ થાય છે. મણિપુરની વર્તમાન પરિસ્થિતિથી અતિ વ્યથિત થિયામને લેખનમાં જ શાંતિ અને આશાયેશ મળે છે. મણિપુરી ભાષામાં મહાસભાગ્ય હોય તેને જ કોઈ પ્રકાશક મળે છે. જોકે એમના કહેવા પ્રમાણે પ્રકાશનની પ્રતિકૂળતા હોવા છતાં શોખથી લેખન કરનારાઓની ઘણી મોટી સંખ્યા છે. સિક્કિમ અને નેપાળની સત્તાવાર ભાષા નેપાળી છે. સિક્કિમ રાજ્યના મુખ્યપ્રધાન ડૉ. પવન ચીમલિંગ સ્વયં કવિ છે અને અત્યાર સુધીમાં એમનાં બસો પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. નાનકડા સિક્કિમ રાજ્યનાં ગામડાંઓમાં એમણે એકસો જેટલાં ગ્રંથાલયો સ્થાપ્યાં છે. કદાચ ભારતનું આ એકમાત્ર રાજ્ય હશે કે જ્યાં સાહિત્ય અકાદમી પુરસ્કારવિજેતાને દર મહિને વિશિષ્ટ આર્થિક સહાય આપવામાં આવે છે. એના જાણીતા સર્જક ભીમ દાહલ ૧૯૫૪માં પશ્ચિમ સિક્કિમના થિંબુગોંગમાં જન્મેલા છે. લેખક, પત્રકાર અને ત્રણ ત્રણ વખત લોકસભાના સભ્ય બનનાર આ સર્જ કે ગામડાંઓમાં રહેનારા લોકોના રોજિંદા જીવનમાં રાજકીય હસ્તક્ષેપને કારણે થતા સામાજિક પરિવર્તનનો એમની નવલકથા ‘દ્રોહ’માં આલેખ આપ્યો છે. આવી જ ગ્રામજીવનની વાત સમૃદ્ધ કથાસાહિત્ય ધરાવતી મૈથિલી ભાષાના સર્જક વિભૂતિ આનંદે એમના અકાદમી-પુરસ્કૃત ‘કાઠ” નામના કથાસંગ્રહમાં કરી છે જેમાં મિથિલા ક્ષેત્રના ગ્રામીણ સમાજની વિસંગતિઓ સાહિત્યિક નિસબત પર વ્યંગ્ય પણ છે. આ સર્જકના હૃદયમાં હંમેશાં પોતાનું ગામ વસે છે. ગામમાં પહેલી વાર શરૂ થયેલા પેટ્રોલ પંપના પેટ્રોલની ગંધ અને ગામમાં પહેલી વાર મોટરનું આગમન થતાં જોવા મળેલો લોકજુવાળ – એ બધું આ સર્જક ભૂલ્યા નથી. મહાન કવિ વિદ્યાપતિની ભાષા મૈથિલી હતી. એ ભાષા વિશે સર જ્યોર્જ અબ્રાહમ ગ્રિયર્સને વ્યાકરણ રચ્યું હતું. પરંપરાગત રીતે મૈથિલી લિપિમાં લખાતી આ ભાષા અત્યારે દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે. આ બધી ભાષાઓની લિપિ પણ એક સ્વતંત્ર અભ્યાસનો વિષય બને; જેમ કે ભારત અને પાકિસ્તાન બંનેમાં સત્તાવાર દરજ્જો ધરાવતી સિંધી ભાષા દેવનાગરી લિપિ અને થોડી વધુ સરળ બનાવાયેલી અરબી લિપિ – એમ બંને લિપિમાં માન્ય છે. આ ભાષાના સર્જકોને એમના સર્જન માટે વિરોધ સહન કરવો પડ્યો હશે ખરો ? છેલ્લાં ત્રીસ વર્ષથી કોંકણી ભાષા માટે આપણા નર્મદ જેવા ધખારાથી માતૃભાષાનો પ્રેમ દર્શાવનાર દત્તા દામોદર નાયકને તેમણે ‘સમાજપ્રબોધન'ના હેતુથી લખેલા તીખા, તર્કપૂર્ણ નિબંધોને કારણે ઘણું સહન કરવું પડ્યું. કુશળ વેપારી, પ્રખર સમાજ સુધારક અને સતત પ્રવાસી એવા દત્તા દામોદર નાયકના વિચારોનો વિરોધ કરતા નનામા પત્રો, ફોન કે ધમકીઓ તો આવી; પણ એથીય વધુ એમના વ્યાપારી પ્રતિષ્ઠાન પર રાજકીય દ્વેષ રાખી હુમલો કરવામાં આવ્યો અને એમને કારાવાસ પણ ભોગવવો પડ્યો. આમ છતાં આ સર્જક પોતાના વિચારો અને સર્જનમાંથી સહેજેય ડગ્યા નહીં. આસામના સિંબલિગુડીમાં ૧૯૬૪માં જન્મેલા કાતિન્દ્ર સોરગિયારિ નામના નિશાળના સહાયક શિક્ષકને એમના સર્જનને કારણે ઘણું સહન કરવું પડયું. ૧૯૬૯માં આસામના ગુવાહાટીમાં આવેલા આકાશવાણીના બોડો ભાષા વિભાગે એમની સાથે બે કાવ્ય માટે કરાર કર્યો. એ કાવ્યો હતો ‘જીડો નવેંબર' (૧૬ નવેમ્બર) અને ‘ફુલબીલીની સિમાંક' (વહેલી પરોઢનું સ્વપ્ન). કાતિન્દ્ર પાસે રેડિયો-સેટ નહોતો, તેથી એણે મિત્રના ઘેર જઈને ભારતીય ભાષાનાં સર્જકો ૫૩
SR No.034283
Book TitleSahityik Nisbat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherVidy Vikas Trust
Publication Year2007
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy