SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ નવા વિષયોની ક્ષિતિજ આપણે ત્યાં અભ્યાસનું દારિદ્રય એટલું બધું છે કે લેખકનું પૂરું નામ પણ કેટલાક જાણતા નથી. રમણભાઈ અને રમણલાલ કે મોહનભાઈ અને મોહનલાલ જુદા છે એવો ભેદ પણ ઘણાની જાણમાં હોતો નથી. સર્જકો વિશેની પ્રાથમિક માહિતી નિશાળથી યુનિવર્સિટીના અભ્યાસક્રમ દરમ્યાન પૂરતા પ્રમાણમાં મળતી નથી. આવાં ચરિત્રો સર્જકો વિશેની પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ કરી આપશે. ચરિત્ર-આલેખન સમયે મુલાકાતો લઈને એમાંથી સત્ય તારવવું જોઈએ. એ વ્ય િતના ધરનું પુસ્તકાલય, એની વસ્તુઓ અને એની જીવનશૈલીનું પણ આમાં મહત્ત્વ છે. વિલિયમ શે• સપિયર, વઝવર્થ કે બ્રિટનના વડાપ્રધાન અને સાહિત્ય માટે નોબેલ પારિતોષિક મેળવનાર વિન્સ્ટન ચર્ચિલનું ઘર આજે યથાવતું જાળવી રાખવામાં આવ્યું છે. બીજી બાજુ ગુજરાત કૉલેજ પાસે ન્હાનાલાલ વસતા હતા એ ઘર આપણે જાળવી શ• યા નથી, તો કલાપીની સમાધિને સારી રીતે રાખી શ• યા નથી. સાહિત્ય પ્રત્યે રુચિ ધરાવતી પ્રજાએ પોતાના સર્જકના જીવનની એક્ષર-સ્મૃતિ સ્નેહથી જાળવવી ન જોઈએ ? કવિ સુંદરમૂની જન્મશતાબ્દીના વર્ષે એમનું ચરિત્ર મળે તો આપણે કેટલા બધા ન્યાલ થઈ જઈશું ! આજની યુવાન પેઢી સાહિત્ય અને અન્ય કલાઓથી વિમુખ બની રહી છે એવી ફરિયાદ વારંવાર સંભળાય છે. એને સાહિત્યાભિમુખ કરવા માટે શું કરી શકાય ? એ સાચું છે કે નવી પેઢીના સર્જક-વિવેચકને વ્યાપક અને વિરાટ પડકારો સામે ઊભા રહેવાનું છે. અન્ય ભારતીય ભાષાના કે પરદેશી સાહિત્યના સંપર્ક ઉપરાંત વિજ્ઞાન, ટેક્નૉલોજી, સામાજિક ગતિવિધિ, રાજકીય પ્રશ્નો અને વૈશ્વિક ધટનાઓ સાથે એણે નાતો જોડવાનો છે. એક સમયે આપણો કવિ કાવ્યમાં મેઘ અને ચંદાની વાત કરીને કૃતકૃત્ય થઈ જતો હતો, હવે એણે વૈશ્વિક અનુભૂતિને પોતાના વ્યાપમાં લીધી છે અને એ વિશ્વપ્રવાસી બની ચૂક્યો છે. પરિણામે સાહિત્યની ભાષા, શૈલી અને વિષય એ બધી બાબતોમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. પંડિતયુગના સર્જકોની ભાષામાં થોડો ઠઠારો હતો. આલંકારિક ભાષાને પરિણામે ક્વચિત્ કૃત્રિમતા આવી ગઈ હતી. ગાંધીયુગની કોશિયાની ભાષાના વિચારે ગુજરાતી ગદ્યમાં નવું પરિવર્તન આણ્યું. આજે વળી ગુજરાતી ભાષા નવું કાઠું ધારણ કરી રહી છે. અંગ્રેજી શબ્દોથી મિશ્ર એવી ભાષાનો એ સહેતુક ઉપયોગ કરે છે. કોઈ મજાકમાં એને ‘ગુજરંગ્રેજી' પણ કહે છે. વર્તમાન સમયે સર્જક કે વિવેચક એના ગુજરાતી લખાણમાં અંગ્રેજી શબ્દો પ્રયોજે છે. કેટલાક અનિવાર્ય છે અને કેટલાક પરિભાષા ખોળવાની નિક્યિતાને કારણે પ્રયોજાયેલા છે. કેટલાક સર્જકો વિદેશના માહોલમાં કવિતાનું સર્જન કરે છે તેથી આવા નવા વિષયોની ક્ષિતિજ સાહિત્યિક નિસબત
SR No.034283
Book TitleSahityik Nisbat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherVidy Vikas Trust
Publication Year2007
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy