SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક દસ્તાવેજ પ્રાપ્ત થાય અને પ્રારંભના એ લેખકોની માતૃભાષા માટેની મથામણનો પણ ખ્યાલ આવે. કેટલાક વિદેશવાસી ગુજરાતી સાહિત્યનાં સ્વીકૃત સ્વરૂપો અને પરંપરામાં વતનઝુરાપાના ભાવો આલેખે છે. અહીં ગુજરાતીમાં લખાય છે તેવું સાહિત્ય વિદેશમાં પણ સર્જાય છે, તો તેને ડાયસ્પોરિક સાહિત્ય કહીશું કે સાહિત્યની મુખ્ય ધારાનું એક ઝરણું કહીશું ? પરદેશમાં વસતા સાહિત્યસર્જકનું મુખ હજી ગુજરાતી સાહિત્ય તરફ છે અને તે સ્વાભાવિક પણ છે, કારણ કે તેઓનાં પ્રારંભનાં વર્ષો તળગુજરાતમાં વીત્યાં છે અને એના સંસ્કારો એમના ચિત્તમાં દેઢીભૂત થયેલા છે, પણ હવે ગુજરાતી સાહિત્યની મુખ્ય ધારા તરફ મુખ રાખવાને બદલે જો તેઓ સ્વતંત્ર રીતે એ ધરતી પરના સ્વાનુભવોની અભિવ્ય િત કરે તો નવા વિષયો, નવો વ્યાપ અને નવી તાજગીનો અનુભવ થઈ શકે. જે દેશમાં રહેતા હોય તેની પરિસ્થિતિ, તેના અનુભવો, તેની સંકુલતાઓ અને ત્યાંના સમાજનાં મૂલ્યો સંઘર્ષોનો આલેખ આપે તો તેનાથી ગુજરાતી સાહિત્યની મુખ્ય ધારા વધુ સમૃદ્ધ થાય. ત્યાંના સ્વાનુભવોની રજૂઆત માટે તે સર્જકોને નવી વાક-તરાહોની ખોજ કરવી પડે અને કેટલાય નવા શબ્દો ઘડવા પડે. એ દેશની ભાષાના કેટલાક શબ્દો સહજતયા એમની કૃતિઓમાંથી • તરી આવે એમ પણ બને. એ જ રીતે તેમનું મૂળ વતન, ત્યાંના સામાજિક રિવાજો અને જીવનશૈલી સાથે તેઓ હાલ જે દેશમાં વસે છે, ત્યાંના રિવાજો અને જીવનશૈલી વચ્ચે કેવી રીતે આંતરસંપર્ક કે આંતરસંધર્ષ થયો, તેનું તારણ પણ મળી શકે. વિદેશના વસવાટ-સમયે મૂલ્યો, ભાવનાઓ અને કુટુંબજીવનની રીતરસમોને અનુલક્ષતી સંઘર્ષકથાઓ અનુભવવાનું થયું હશે, એની તો કલ્પના જ કરવી રહી ! સદ્ભાગ્ય કેટલાક લેખકો દ્વારા આવી કથા રચાયેલી છે. પણ હજી કેટલીય કથાઓ સર્જકની વાટ જોઈ રહી છે. • યારેક કુળપરંપરાનો, છે યારેક સામાજિક બંધનનો, છે યારેક ધર્મનો તો • યારેક ભાવનાઓનો આશરો લઈને પૂર્વસંચિત એ સધળું જાળવવા માટે કેટલી બધી કશમકશ અનુભવવી પડી હશે ! પોતીકી જણસ જાળવવા માટે કેટલાય નવા પ્રયોગો કરવા પડ્યા હશે. એક ચંદરયા કુટુંબનું દૃષ્ટાંત લઈએ તો એની પાંચ-પાંચ પેઢી આજે એ કસાથે વ્યવસાય કરે છે અને દરેકને જાતે સાઝિયિક નિસબત વિકસવાની તક મળે અને છતાં કુટુંબ સાથે જોડાઈ રહે એવી પોતાની એક નવી જ પદ્ધતિ શોધી કાઢી છે. વિદેશવાસી સર્જક આની વાત કરે તો આપણને નવીન અનુભવસૃષ્ટિ સાંપડશે. ડાયસ્પોરા સાહિત્ય પાસે પણ આપણી કેટલીક અપેક્ષા છે. ત્યાંના સર્જકો પોતાના સાહિત્યશોખને ખાતર ભલે સર્જન કરે, પરંતુ તેઓ એક નવા અને વિશેષ માહોલમાં ત્યાંનાં જનજીવન અને માનસનું પોતાનું નિરીક્ષણ પણ આપે. એમ થઈ શકે તો ગુજરાતી સાહિત્યને એક નવી બળકટ અભિવ્યકિતનું સર્જન મળશે. આ માટે ગુજરાતી સાહિત્યની મુખ્ય ધારાથી • યાંક કોઈ રીતે જુદા પડવાનું થાય, તોય વાંધો નથી, કારણ કે આપણી સાચી નિસબત તો સત્ત્વશીલ સાહિત્ય પામવાની છે. આજના અશ્વેત સર્જકો આફ્રિકાથી એમના પૂર્વજો અમેરિકા આવ્યા ત્યારે અમેરિકામાં તેમની કેવી કેવી યાતના અને મૂંઝવણોનો સામનો કરવો પડ્યો, એને વિશે કથા-સર્જન કરે છે. આજે પણ નિગ્રોને અમુક દેશોમાં જે સહન કરવું પડે છે, એની કથા તેઓ આલેખે છે. ગુજરાતીઓ વિદેશમાં વસવા ગયા ત્યારની અને ત્યાં રહ્યા પછીની આજની સ્થિતિ કેવી છે તેનું આલેખન પણ થઈ શકે. આપણે ગુજરાતીઓ અપમાનિત છીએ કે સન્માનિત છીએ તેનો પણ વિચાર કરવો જોઈએ. વિદેશમાં કોઈ માનાઈ પદવી કે સ્થાન આપીને આપણને ગુલામીની બેડી પહેરાવાતી નથી ને, તે પણ ચકાસવું પડે, કારણ કે સમાજના સ્વાભિમાનનો ખરો રખેવાળ તો એનો સાહિત્યસર્જક છે. પરદેશમાં આપણું માથું શું રહે તે રીતનો ભાવ હોવો જોઈએ અને તેથી વિદેશના એ અનુભવોનું નિખાલસપણે આલેખન થવું જોઈએ. ભારતમાં હિંદુ અને મુસ્લિમ વચ્ચે ભેદ છે. પરંતુ બીજા દેશોમાં તો તેઓ બધા એશિયાવાસી તરીકે ઓળખાય છે. વિદેશમાં એક પ્રકારે સાંસ્કૃતિક સંમિશ્રણ થયેલું છે. આ ડાયસ્પોરિક સાહિત્યનો વિષય બની શકે અને એમાંથી નવી પેઢીને નવા જીવન માટેની પ્રેરણા મળે એવું સર્જન થઈ શકે. આપણા સત્તશાળી લેખકો પરદેશમાં રહે એ આપણું ગૌરવ છે અને તેઓનું સર્જન તે આપણો આનંદ છે. હું ગુર્જર વિપનિવાસી ૨૬
SR No.034283
Book TitleSahityik Nisbat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherVidy Vikas Trust
Publication Year2007
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy