SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ko સહિયારો પુરુષાર્થ છે. જીવન બદલાય, તેની સાથે સાહિત્ય બદલાય, નવા અર્થોને પ્રગટ કરવા માટે એ નવા પ્રકારનો વિકાસ કરે, પરંતુ આ નવું રૂપ, નવો પરિવેશ સાહિત્યને વિશેષ અંતર્દષ્ટિ સાથે કેન્દ્રીય માનવત્વ તરફ દોરી જાય છે. વિવેચકો ભલે નવલકથા કે કવિતા નાભિશ્વાસ લઈ રહ્યાની વાત કરે કોઈ એક સાહિત્યપ્રકાર કે સાહિત્યિક આંદોલનના અવસાનની ઘોષણા કરે, પણ કોઈ ને કોઈ સ્વરૂપે સાહિત્યસર્જન તો જીવતું રહેવાનું જ. જ્યાં સુધી માનવીનું હૃદય ધબકે છે, એનું બુદ્ધિતંત્ર કાર્યશીલ છે એની એષણાઓ કરમાયેલી નથી અને તેના આત્માને આનંદરૂપે કોળવાની તક છે, ત્યાં સુધી માણસને મળેલી શબ્દની ભેટ સાહિત્યના આવિષ્કાર રૂપે પ્રવર્તતી રહેશે, તે નિઃશંક છે. ગુજરાતી પ્રજાનું હીર અને સત્ત્વ ભૂતકાળમાં સાહિત્યકલા રૂપે આવિષ્કૃત થતું રહ્યું છે તેવું વર્તમાન અને ભાવિ પેઢીમાં પણ થતું રહેવાનું છે, એમાં શંકા નથી. આ પ્રકારના સાહિત્યના ઉન્નયન માટેની જવાબદારી સર્જકો, ભાવકો અને સાહિત્યને પોષતી સાહિત્ય-પરિષદ જેવી તમામ સંસ્થાઓની બને છે. કરચ્છપ્રદેશના સંતકવિ દાદા મેંકણે લુહારની કોઢના ઘરગથ્થુ દૃષ્ટાંતથી આપેલા ઉદાહરણનું સ્મરણ થાય છે : ખુશીએ જો ખુરો કરે, ધમણ ધૉણ મ લાય: ફૂડજી ગારે કરી, સચ સોન પાય. ખુશીઓની ભઠ્ઠી સળગાવી, ધમણની કને તું બંધ ન કરતો; જૂઠાણાંની કાંકરીને ઓગાળીને સત્યનું સોનું તું પ્રાપ્ત કરી શકીશ. એ દૃશ્ય કેવું હશે ! વિ. સં. ૧૧૯૫ના પ્રારંભમાં એક વર્ષમાં સવા લાખ શ્લોક ધરાવતા સંસ્કૃત સાથે પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ સમાવી લેતા ‘સિદ્ધહેમશબ્દાનુશાસન'ની નકલ હાથી પર અંબાડીમાં મૂકીને ગુજરાતના પાટનગર પાટણમાં સરસ્વતી-યાત્રા યોજવામાં આવી હતી. એ સમયે સાધુ, રાજા, સેનાપતિ અને પ્રજા સહુ આ સરસ્વતીયાત્રામાં સામેલ થયાં હતાં. ગુજરાતી સાહિત્યના પરોઢનો આ પહેલો ઝાંખો પ્રકાશ. ગુજરાતની અસ્મિતા, વિદ્યાપ્રીતિ અને સંસ્કારિતા જ ગાડનારી આ ઘટના. આજે ગુજરાતી ભાષા સાહિત્યની આ યાત્રામાં માત્ર પાંચ કરોડ ગુર્જર પ્રદેશવાસી કે પચાસેક લાખ વિદેશવાસીઓ જ નહીં, બલ્ક વિદ્વજનથી માંડીને ગુજરાતી ભાષા બોલતી એકેએક વ્યક્તિ સામેલ થાય તેમ ઇચ્છું છું. મહામૂલી ગુજરાતી ભાષાને વરેલી સાહિત્ય પરિષદ નવી સદીમાં નવો વ્યાપ સાધે તેને માટે સહિયારા પ્રયાસની જરૂર છે. આનું કારણ એ છે. કે વર્તમાન સમયમાં અંગ્રેજી માધ્યમ અને સમૂહમાધ્યમોના ધસમસતા પૂરનો સામનો કરવા માટે ગુજરાતી ભાષા-સાહિત્ય સાથે નિસબત ધરાવતા સહુ કોઈએ સહિયારો પુરુષાર્થ કરવાનો છે. માત્ર એક ડાળીની સંભાળથી આખું વૃક્ષ સચવાય નહીં એ રીતે સાહિત્યની એક પ્રવૃત્તિથી સાહિત્યનું કામ ચાલવાનું નથી. ચારેક બાબતો વિશે સહચિંતન કરીએ : ગુજરાતી ભાષાના વિકાસનું; સહિયારો પુરુષાર્થ સાહિત્યિક નિસબત 13 ૨૦
SR No.034283
Book TitleSahityik Nisbat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherVidy Vikas Trust
Publication Year2007
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy