SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાને જ આપવામાં માને છે, તેમને હું શું આપું ?" આચાર્ય હીરવિજયસૂરિએ કહ્યું, “આપની વાત સાચી છે. જેઓ ત્યાગના ઉપાસક હોય તેમને કશી ખોટ હોતી નથી કે કોઈ જરૂર હોતી નથી.” શહેનશાહ અકબરે કહ્યું, “એ વાત હું જાણું છું એટલે જ વધુ મૂંઝાઉં છું, પણ મારી એક વિનંતીનો આપ સ્વીકાર કરો. મારી પાસે આપના મજહબના ગ્રંથો ધરાવતો વિશાળ ગ્રંથભંડાર છે તેનો આપ સ્વીકાર કરો, પદ્મસુંદરજી નામના પતિશ્રીનો આ ભંડાર રાજની પાસે આવ્યો છે અને રાજ આપને ભેટ ધરવા માગે on HTT ૨. વીરનો ધર્મ આચાર્ય હીરવિજયસૂરિજીએ કહ્યું, “આપની ભાવનાની અમે કદર કરીએ છીએ, પરંતુ એ ભંડાર આપની પાસે જ રાખો. આપ એને બરાબર જાળવજો.” આમ કહ્યા છતાં શહેનશાહ અકબરે આગ્રહ ચાલુ રાખ્યો ત્યારે સૂરિજીએ ગ્રંથભંડારનો એક ગ્રંથ સ્વીકારીને બાકીના ગ્રંથો આગ્રાના જૈન સંઘને અર્પણ કરી દીધા. આચાર્ય હીરવિજયસૂરિજીએ નામનુંયે વળગણ ન રહે તે માટે એ ગ્રંથ ભંડારનું ‘અકબરિયા ગ્રંથ ભંડાર' એવું નામાભિધાન કર્યું. શહેનશાહ અકબર સૂરિજીની અનાસક્તિ જોઈને અપાર આનંદ પામ્યા. વસુંધરા વીરને વરે છે અને ધર્મ નિર્ભયને શોધે છે. મહાન આચાર્ય આર્ય કાલકની બહેન અને મહાન સાધ્વી સરસ્વતીને પોતાની સત્તાના મદમાં રાજા ગર્દભિલ્લ અપહરણ કરી ગયા. આની સામે આર્ય કાલકે સાધુવેશ ત્યજીને સૈનિકનો વેશ લીધો. અધર્મને નાથવા માટે શકરાજની સહાય લીધી. શકરાજે દોઢસો મરજીવા આપ્યા, આર્ય કાલકે આ સેનાની આગેવાની લીધી. ઉજ્જૈનીની વિરાટ સેના અને રાજા ગર્દભિલ્લની ગર્દભિ વિદ્યા આગળ આર્ય કાલકની નાનકડી સેનાનો પરાજય થશે એવી સૌની ધારણા હતી. આર્ય કાલકને શ્રદ્ધા હતી કે અન્યાય સહેતી પ્રજાના હૃદયમાં ખમીર ક્યાંથી બચ્યું હોય ? અધર્મથી હતપ્રભ થયેલી પ્રજા પર વિજય મેળવતાં વાર નહીં લાગે. બન્યું પણ એવું કે આર્ય કાલકની ધનુષવિદ્યા આગળ ગર્દભિલ્લની ગર્દભિ વિદ્યા નિષ્ફળ ગઈ. ગર્દભના ભયંકર સૂરથી સર્વ પ્રાણીઓ નિર્માલ્ય થાય એવી વિધા હતી, પરંતુ આર્ય કાલકે તીરની વર્ષા કરીને ગર્દભનું મુખ સીવી લીધું. આર્ય કાલક પોતાના એકસો પચાસ મરજીવા સાથે ઉજજૈની નગરીમાં શ્રી મહાવીર વાણી | ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ એનાં મુખ્ય અંગ છે. જેનું મન હમેશાં ધર્મમાં લાગેલું રહે છે, તેને તો દેવો પણ નમસ્કાર કરે છે. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૧-૧ કથામાં ૨ કથામંજૂષા 3
SR No.034279
Book TitleKatha Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy