SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Min ૩૯. સન્માર્ગ બતાવે તે સાચો ગુર ગુજરાતના ઇતિહાસના સુવર્ણકાળસમાં સોલંકી-યુગમાં વીર, ધર્મપરાયણ અને માતૃભૂમિ પર અગાધ પ્રેમ રાખનાર મહામાય શાંત્વનું તેજસ્વી ચરિત્ર મળે છે. ગુજરાતના રાજવી ભીમદેવના સમયમાં તેઓ પાંચ હજાર ઘોડેસવારો ધરાવતા અશ્વદળના સેનાપતિ થયા. એ પછી રાજ્યના મંત્રી, દંડનાયક અને અંતે મહામાત્યની પદવી મેળવી, વિ. સં. ૧૧૫૦માં રાજા સિદ્ધરાજ પાટણની ગાદીએ બેસતાં એમને આંતરિક અને બાહ્ય બંને પ્રકારના દુશ્મનોનો સામનો કરવાનો આવ્યો. આ સમયે મહામાત્ય શાંતુએ સૈન્ય એકઠું કરીને રાજા સામેનો બળવો ઠારી દીધો. સમય જતાં શાંતુ ભરૂચના દંડનાયક બન્યા. આ શાંતુએ પાટણમાં ચૈત્ય, થરાદમાં દેરાસર અને આબુ પર્વત પરનાં જિનાલયોમાં જિનપ્રતિમા ભરાવી તેમજ આશાવલમાં શાંત્વસહી બંધાવી. વાંકા અને નિહાણા ગામમાં બે વિશાળ જિનાલયો બંધાવ્યાં અને બંને ગામની વચ્ચે એક ગાઉની સુરંગ બનાવી. શ્રાવકોને એક ગામના દેરાસરમાંથી પૂજા કરીને બીજા ગામના દેરાસરમાં પૂજા કરવાની અનુકુળતા કરી આપી. ગુજરાતના તેજસ્વી મહામંત્રી એક વાર શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાએ ગયા હતા. અહીં એમણે એકાંતમાં ધ્યાનલીન તપસ્વીને જોયા, પણ ઓળખી શક્યા નહીં. મંત્રીએ એમને પ્રણામ કર્યા અને પછી વિશેષ પરિચય પૂછતાં એમના ગુરુનું નામ પૂછવું. તપસ્વીએ કહ્યું, “મારા સાચા ગુરુ તો મહામાત્ય શાંતુ છે.” આ સાંભળતાં જ મહામાત્યે પોતાના કાને હાથ દાબી દીધા અને કહ્યું, ગુરુદેવ ! આપ આવું કેમ બોલો છો ?” તપસ્વીએ રહસ્ય પ્રગટ કરતાં કહ્યું, “એક વાર મંત્રી શાંતુ હાથણી પર બેસીને શાંત્વસહીમાં પ્રભુદર્શને આવ્યા હતા. આ સમયે એક ચૈત્યવાસી યતિ વેશ્યાના ખભે હાથ રાખીને ઊભા હતા. મંત્રીએ તો હાથણી ઊભી રખાવી નીચે ઊતરીને ચૈત્યવાસી યતિને વિધિપૂર્વક વંદન કર્યા. થોડી વાર પછી પુનઃ નમન કર્યું. આ જોઈને કામાસક્ત યતિને એટલી બધી શરમ આવી કે એને થયું કે જમીન માર્ગ આપે તો એમાં સમાઈ જાઉં. આવો પ્રતાપી મંત્રીશ્વર આ વેશને આટલા ભાવથી નમન કરે છે અને પોતે કેવા અધમ માર્ગે જીવી રહ્યા છે ? મંત્રીશ્વરના ગયા બાદ હૃદયમાં પશ્ચાત્તાપ અને પછી વૈરાગ્ય જાગવાથી બધું છોડી દીધું અને માલધારી આચાર્ય હેમચંદ્રસૂરિ પાસે દીક્ષા લઈને મેં શત્રુંજય તીર્થમાં ઘોર તપ શરૂ કર્યું. આજે એ વાતને પૂરાં બાર વર્ષ વીતી ગયાં, પરંતુ મને સન્માર્ગ બતાવનાર ગુરુ શાંતૂને કઈ રીતે ભૂલી શકું ?” આ ઘટનાએ મહાઅમાત્ય શાંતુને ધર્મમાં વધુ સ્થિર અને દઢ બનાવ્યા. એક વખત રાજા સિદ્ધરાજ મહાઅમાત્ય શાંતુ પર વિના કારણે નાખુશ થયા. મંત્રીએ પળવારમાં સત્તાનો ત્યાગ કર્યો અને ગુજરાત છોડીને માળવામાં વસવા લાગ્યા. સિદ્ધરાજે ગુપ્તચરો મોકલીને શાંતુ પર ચાંપતી નજર રાખી કે એ પરરાજ્યમાં ગુજરાતવિરોધી કોઈ પ્રવૃત્તિ તો કરતા નથી ને ? બીજી બાજુ માલવપતિએ શાંતુના દિલદ્રોહને દેશદ્રોહમાં ફેરવવા માટે પુષ્કળ પ્રલોભનો આપ્યાં. મહામાત્ય શાંતુએ માલવપતિને કહ્યું, “મેં ધર્મ તરીકે જૈન ધર્મ, ગુરુ તરીકે કથામંજૂષા ®૯૧ કથામંજૂષા (-0.
SR No.034279
Book TitleKatha Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy