SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ લીધા. મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામીનાં દર્શનથી પોતાના જીવનને ધન્ય માનતી સાધ્વી યક્ષા પુનઃ પાછી આવી. એણે સ્મરણશક્તિના બળે એ ચારે અધ્યાય સંઘ સમક્ષ યથાવત્ પ્રસ્તુત કર્યા. શ્રીસંઘે “આચારાંગ સૂત્ર” અને “દશવૈકાલિક સૂત્રમાં અને સંકલિત કર્યા. ‘ભાવના” તથા ‘વિમુક્તિને શ્રી આચારાંગ સૂત્રમાં અને ‘રતિકલ્પતથા ‘વિચિત્રચર્યા'ને શ્રી દશવૈકાલિક સૂત્રની ચૂલિકાના રૂપમાં સંમિલિત કરવામાં આવ્યા. એ પછી સાધ્વી યક્ષા અગાઉની માફક પોતાની બહેનોની સાથે આત્મકલ્યાણ અને પરકલ્યાણની સાધનામાં તથા જિનશાસનની સેવામાં ડૂબી ગઈ. સાધ્વી યક્ષા સહિત સાતે બાલબ્રહ્મચારિણી, તેજસ્વી અને વિશિષ્ટ શ્રુતસંપત્તિ ધરાવતી મહાસતીઓ યુગો સુધી સાધ્વીસંઘને જ નહીં, બલકે સમગ્ર જૈન સંઘને પ્રેરણા આપતી રહેશે. ૩૪. યુદ્ધ એટલે પરાજય સેચનક હાથી અને હાર મેળવવા માટે મગધરાજ કોણિકે વિદેહની રાજધાની વૈશાલી પર હુમલો કર્યો. આમ તો આ યુદ્ધમાં એક બાજુ માતામહ ચેટક હતા તો બીજી બાજુ દૌહિત્ર કોણિક હતા. મગધરાજ કોણિકે હાથી અને હાર મેળવવાની એવી તો હઠ પકડી કે એ યુદ્ધમાં પલટાઈ ગઈ. એની હઠ એણે કરેલા હુમલાનું કારણ બની. કોઈ પણ ભોગે હાથી અને હાર મેળવવાની એની મક્સદ સેનાને સામસામે લઈ આવી.. આ સમયે સંબંધોની સગાઈ ભુલાઈ ગઈ, લોહીની સગાઈ વીસરાઈ ગઈ, સ્વાર્થની સગાઈએ જીવનની સઘળી સગાઈ તોડી નાખી. સાથે જીવનારા સામસામે આવીને ઊભા રહ્યા. આ યુદ્ધમાં દસ દિવસ સુધી સેનાપતિ તરીકે આવેલા કોણિકના દસે ભાઈઓને ચેટક રાજે વીંધી નાખ્યા. યુદ્ધ જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ મૃતદેહોનો ખડકલો થતો ગયો. 11 શ્રી મહાવીર વાણની 11 જીવ જ્ઞાનાદિ ઉત્તમ ગુણોનું ધામ છે. ચૈતન્યસ્વરૂપ હોવાને કારણએ બધા જ પદાર્થોમાં એ ઉત્તમ પદાર્થ છે. આરાધ્ય હોવાથી સર્વ તત્ત્વોમાં એ પરમતત્ત્વ છે એ નિશ્ચયપૂર્વક જાણી લો. શ્રી દ્વાદશાનુપ્રેક્ષા, ૨૦૫ કથામંજૂષા૩૮ કથામંજૂષારું ૩e
SR No.034279
Book TitleKatha Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy