SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય આગમવાચના પરિષદનું આયોજન કર્યું. આ પરિષદમાં સાધ્વી-પ્રમુખા આર્યા પોઈણીના નેતૃત્વમાં ત્રણસો વિદુષી સાધ્વીઓએ ભાગ લીધો. આગમમર્મજ્ઞ, પ્રતિભાસંપન્ન અને પ્રકાંડ વિદુષી આર્યા પોઈણીએ આગમપાઠને નિશ્ચિત કરવામાં સહાય કરી. સાધ્વી પોઈણી વિદુષી, આચારનિષ્ઠ અને સંઘસંચાલનમાં કુશળ એવાં સાધ્વી હતાં. આ સમયે વિહાર કરીને સાધ્વી પોઈણી જનમાનસમાં અધ્યાત્મ ચેતના જગાડતાં હતાં તેમજ ધર્મપ્રસારનાં કાર્યોમાં સંઘને સહાયતા કરતાં હતાં. ઇતિહાસમાં આર્યા પોઈણીના કુળ, વય, શિક્ષા, દીક્ષા કે સાધના વિશે વિસ્તૃત વિવરણ ઉપલબ્ધ નથી, પરંતુ પ્રાપ્ત કથાનકોના આધાર પર સાધ્વી યક્ષા પછી આર્યા પોઈણીનું સાધ્વીસંઘમાં પ્રમુખ અને ગૌરવભર્યું સ્થાન હતું. 11 શ્રી મહાવીર વાણી 11 આવું. આ દુર્લભ મનુષ્યત્વ મેળવીને પણ જે ઇન્દ્રિયોના વિષયોમાં રચ્યાપચ્યા રહે છે તે દિવ્ય રત્ન મેળવીને એને બાળીને રાખ કરી નાખે છે. શ્રી દ્વાદશાનુપ્રેક્ષા, ૨૯૯ કથામંજૂષા૬૬ ૨૯. માતાનો પુણ્યપ્રકોપ ગુજરાતની મહાજન પરંપરાનો તેજસ્વી ઇતિહાસ છે અને તેમાં પણ અમદાવાદના નગરશેઠની તો ભવ્ય અને ઉજ્જ્વળ પરંપરા જોવા મળે છે. જિનશાસનની કીર્તિગાથાનું આ એક યશસ્વી પ્રકરણ છે. શેઠ શાંતિદાસની કુનેહ, ઉદારતા અને ધર્મપરાયણતા એમના વારસોમાં ઊતરી આવી. માત્ર નગરશેઠ જ નહીં, પરંતુ હરકુંવર શેઠાણી, ગંગામા, મોહિનાબા જેવાં આ કુટુંબનાં નારીરત્નોએ ધર્મ અને સમાજમાં આગવો પ્રભાવ પાથર્યો હતો. શેઠ દલપતભાઈનાં પત્ની ગંગાબહેન અનેકવિધ ધર્મકાર્યોમાં સદાય અગ્રેસર રહેતાં હતાં. વિ. સં. ૧૯૨૧માં શેઠશ્રી દલપતભાઈએ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનો છ'રી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો. પૂજ્ય મૂળચંદ્રજી મહારાજ આ સંઘ સાથે હતા અને એ સમયે પૂજ્ય વૃદ્ધિચંદ્રજી મહારાજ પાલિતાણાથી ભાવનગર પધાર્યા હતા. આ સંઘમાં ગંગામાએ સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચમાં અને શ્રાવકશ્રાવિકાઓની સાધર્મિક ભક્તિમાં અઢળક ધન તો ખર્યું, પરંતુ કથામંજૂષા ૬૭
SR No.034279
Book TitleKatha Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy