SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્રુજાવી શકે ? બાહ્ય આપત્તિ એમને ક્યાંથી અકળાવી શકે ? કટપૂતનાને થયું કે થોડો વખત આ સહન થાય, પણ લાંબો વખત સહન થશે નહીં. થોડા સમયમાં જરૂર આ યોગી શાલિશીર્ષનું ઉદ્યાન છોડીને ભાગી જશે. આમ વિચારતી કટપૂતનાએ સતત ઠંડું જળ અને કાતિલ પવનોનો મારો ચાલુ રાખ્યો. આખી રાત એણે ભગવાન મહાવીરને ધ્રુજાવી નાખવા કોશિશ કરી, કિંતુ પ્રભુ તો સુમેરુ પર્વતની જેમ પરિષહ સહેવામાં નિશ્ચલ રહ્યા. એમણે આ શીતલ જ ળછંટકાવને આત્મામાંથી પ્રગટતી શીતળતાની જેમ વધાવી લીધો. સુસવાટાભર્યા પવનને આનંદની લહેરીમાં પલટાવી દીધો. કટપૂતના હારી-થાકી અને એનો ક્રોધ ધીરે ધીરે શમી ગયો. પૂર્વભવનું વેર ત્યજીને વિચારવા લાગી કે કેવી અભુત તિતિક્ષા અને કેવી અમાપ સમતા છે મહાવીરમાં ! એ ભગવાન મહાવીરના ચરણમાં નમી પડી અને પોતાના આવા ઘોર અપરાધ માટે એમની ક્ષમા માગી. ક્ષમાસાગર વાત્સલ્યમૂર્તિ પ્રભુ મહાવીરની પ્રેમધારા અવિરત વરસતી હતી ! આ સમયે કટપૂતના નામની વ્યંતરીએ ધ્યાનસ્થ મહાવીરને જોયા અને એનું પૂર્વ વેર પ્રજ્વળી ઊઠ્યું. ભગવાનના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં એમને એક રાણી હતી. એ અણમાનીતી રાણીનું નામ વિજયવતી હતું. એ પછી ઘણા ભવભ્રમણ બાદ કટપૂતના બની હતી. એણે જ્યારે પ્રભુ મહાવીરને જોયા, ત્યારે એના હૃદયમાં ભક્તિની પાવન ભાવના ઊભરાઈ નહીં, બલકે દ્વેષનો દઝાડતો દાવાનળ જાગી ઊઠ્યો. ભગવાન મહાવીરનું મુખારવિંદ જોઈને વાત્સલ્યનો અનુભવ થવાને બદલે એનું હૃદય વેરથી ધગધગી ગયું. આનું કારણ એ હતું કે જુગજૂના વેરનો વિપાક જાગ્યો હતો. આ વેરને પરિણામે કટપૂતનાએ ધ્યાનસ્થ મહાવીરનો ધ્યાનભંગ કરવાનો વિચાર કર્યો. એમને હેરાન-પરેશાન કરવાના ઉપાયો વિચારવા લાગી. એણે વિચાર્યું કે શિયાળાની આ કડકડતી ઠંડી એવી છે કે આ સમયે ભલભલાનાં ગાત્રો થીજી જાય. ભલે મહાવીર આ ઠંડીની સામે હજી સુધી અડોલ ઊભા હોય, પરંતુ એમના પર હિમ જેવું ઠંડું પાણી રેડું કે જેથી એ થરથરી જાય, ઠંડીથી ઠૂંઠવાઈ જાય. આમ થશે તો જ વેરથી બળતા મારા હૃદયને થોડી ટાઢક વળશે. કટપૂતનાએ તાપસીનું રૂપ ધારણ કર્યું. એની જ ટામાંથી મેઘની ધારાની માફક હિમની શીતળતાને ભુલાવે એવું ટાઢું પાણી ભગવાન મહાવીરના દેહ પર વરસાવવા લાગી. ભગવાનના કોમળ ખભા પાસે ઠંડી હવાની કાતિલ લહેરો ફેલાવવા લાગી. એક બાજુ બરફના જેવું ઠંડું જળ ભગવાન પર છાંટવા માંડ્યું અને બીજી બાજુ તલવારના પ્રહારથી પણ વધુ તીરણ એવા જોરદાર પવનનો સુસવાટો શરૂ થયો. કટપૂતના અટ્ટહાસ્ય કરતી જોઈ રહી, એને હતું કે હમણાં આ યોગી ધ્રુજી ઊઠશે. ધ્યાન ધ્યાનને ઠેકાણે રહેશે અને જીવ બચાવવા દોડી જશે. અસહ્ય પવનના સુસવાટા નહીં ખમાય એટલે ચીસાચીસ કરી મૂકશે. એની આખીયે લીલા સમેટાઈ જશે. કટપૂતનાનો આ શીત ઉપસર્ગ એવો હતો કે સામાન્ય માનવી તો આવી ઠંડીથી સાવ અચેતન બની જાય અને ટૂંઠવાઈ-ટૂંઠવાઈને મૃત્યુ પામે. કટપૂતનાએ ભગવાનની કાયાને કષ્ટ આપવામાં કશું બાકી રાખ્યું નહીં, પણ કાયાની માયા કે મમતા મહાવીરને ક્યાંથી સ્પર્શે ? કાયાનું કષ્ટ એમને ક્યાંથી ll શ્રી મહાવીર વાણી વિધિપૂર્વક વાવેલાં બીજ વર્ષાને કારણે જેવી રીતે ફળમાં પરિણમે છે તેવી જ રીતે અરિહંત આદિની ભક્તિ જ્ઞાન, ચારિત્ર, દર્શન અને તારૂ પી ફળોમાં પરિણમે છે. શ્રી ભગવતી આરાધના, ૭૫૧ કથામંજૂષા પ0 કથામંજૂષા ૫૧
SR No.034279
Book TitleKatha Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy