SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ on માગ. તને જરૂર આપીશ.” ખોબો ભરીને માગવા જનારને સાગર આપવાની વાત થાય તો કેવું બને! આથી કપિલે બીજે દિવસે પૂર્ણ વિચાર કરીને પોતાની ઇચ્છા પ્રગટ કરવાનું રાખ્યું. અશોકવાટિકામાં એક શિલા પર બેસીને વિચારતાં કપિલે બે માસી સોનામહોરમાંથી એ કસો સોનામહોર માગવાનું વિચાર્યું. એમાંથી વળી કરોડ સોનામહોર માગવાનો વિચાર જાગ્યા. આ સમયે અચાનક વૃક્ષ પરથી ખરતાં જીર્ણ પાંદડાંને જોઈને કપિલે વિચાર્યું કે સંસાર તો જીર્ણ અને વિનાશશીલ છે. મારે જરૂર તો બે માસા સુવર્ણની હતી, એમાંથી એક કરોડ સોનામહોરો સુધી પહોંચી ગયો ! કપિલ મુનિનો હળુકર્મી જીવ ઊંડો વિચાર કરવા લાગ્યો. જે રાજા એને કંઈક આપવા માગે છે તેનું રાજ પ્રલોભનવશ એ છીનવી લેવા માગે છે. કૃતજ્ઞતાને બદલે કેવી કૃતજ્ઞતા ! મદદ માટે હાથ લાંબો કરનારનો હાથ કાપી નાખવાનો વિચાર કર્યો ગણાય. વળી વિચારે છે કે અડધા રાજ્યની પણ મારે શી જરૂર ? હજારનો પણ મારે શો ઉપયોગ ? મારે તો માત્ર બે જ માસાની જરૂર છે. વળી, વિચારે છે કે આ રીતે બે માસા લઈને શું કરું ? મારી પાસે જે છે એનાથી મારે સંતોષ માનવો જોઈએ. સંતોષ એ જ સાચું સુખ છે. લાલચ તો લપસણી છે, મન લાલચના દોર પર ચાલે છે. મનનો શ્વાસ અતૃપ્તિ છે. મનનો નિઃશ્વાસ અજંપો છે. યાચના કરનારના મોહને અક્કલ હોતી નથી. યાચનાનો કોઈ અંત કે છેડો હોતો નથી. જીર્ણ પાંદડાંએ કપિલને વર્તમાન જીવન અને જગતની જીર્ણતા અને ક્ષણભંગુરતાનો સંકેત આપ્યો. આ સમયે ગહન વિચારમાં નિમગ્ન કપિલને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. મુનિવેશ ધારણ કરીને રાજાની પાસે ગયેલા કપિલને રાજાએ કેટકેટલાંય પ્રલોભનો આપ્યાં, પણ તેઓ મેરુપર્વતની જેમ અડગ રહ્યા. આવા મુનિ કપિલ કેવલીના હાથે કચ્છના સુપ્રસિદ્ધ ભદ્રેશ્વર તીર્થની આઘે પ્રતિષ્ઠા થઈ હોવાની અનુશ્રુતિ પણ સાંપડે છે. કપિલ કેવલીનું જીવન એટલે અસંખ્ય તૃષ્ણાઓથી ઘેરાયેલા ભૌતિક જીવનમાંથી બહાર આવીને પ્રગટેલો ત્યાગનો વિરલ પ્રકાશ. ૧૮. કોનું ઊંઘવું સારું ? ભગવાન મહાવીર કૌશાંબીના ચંદ્રાવતરણ ચૈત્યમાં ઊતર્યા. આ સમયે કૌશાંબીના રાજા શતાનિકની બહેન જયન્તી ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળવા આવી. ઉપદેશ પૂરો થતાં સહુ સહુને સ્થાને વિદાય થયા. આ વખતે રાજ કુમારી જયન્તી પોતાના પરિવાર સાથે ત્યાં જ બેસી રહી. પછી યોગ્ય સમય જોઈને, એણે ભગવાનને થોડા પ્રશ્નો કર્યા. ભગવાને પોતાની સાદી શૈલીમાં સુંદર ને માર્મિક જવાબ આપ્યા. જયન્તી : જીવ ભારે કેમ થાય છે ? ભગવાન: હિંસા, જૂઠ, ચોરી, અનાચાર ને સંગ્રહની વૃત્તિ વગેરે ૧૮ પાપસ્થાનકોના સેવનથી જીવ ભારે થાય છે, દુઃખી થાય છે. એનાથી સંસાર વધે છે, લાંબો સમય થાય છે, ને ભ્રમણ વધે છે. ચાર ગતિના ચક્કરમાં જીવ ફરે છે. જયન્તી : ભગવાન, ઊંઘવું સારું કે જાગવું સારું ? ભગવાન : કેટલાક જીવોનું ઊંઘવું સારું છે, કેટલાકનું જાગવું સારું છે. કથામંજૂષા ૩૫ કથામંજૂષાશું ૩૪
SR No.034279
Book TitleKatha Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy