SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ on વરુ રાહ જોતું હતું કે ડરનો માર્યો આ વાંદરો ક્યારે ઝાડ પરથી નીચે પડે અને હું એને ખાઈ જાઉં ! ઝાડ પર રહેલો વાંદરો પણ શિયાવિયા થતો હતો. હમણાં પડ્યો કે પડશે. આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ ઈંટનો એક ટુકડો લઈને જોરથી વાંદરાની નજીક ઘા કર્યો. ઈંટનો ટુકડો વાગવાના ડરથી વાંદરો ઝાડ પરથી કૂદ્યો. એક આંબા પરથી બીજા આંબા પર અને બીજા આંબા પરથી ત્રીજા આંબા પર. એ પછી તો એ વાંદરો કોતરોમાં ગાયબ થઈ ગયો. સૂરિજીની સાથે ચાલતા લલ્લુભાઈએ સૂરિજીને પૂછયું, ઓહ ! સાધુ થઈને આપનાથી પ્રાણી પર ઈંટનો ઘા થાય ખરો ?” આચાર્ય બુદ્ધિસાગરસૂરિજીએ હસતાં હસતાં કહ્યું, “ભાઈ, કાર્યનો આધાર મન પર છે. મેં વાંદરાની નજીક ઈંટનો ઘા કરીને એની શક્તિને જાગ્રત કરી, મારો વિચાર તેને પથરો મારવાનો નહોતો, પરંતુ એને વરુના પંજામાંથી બચાવવાનો હતો અને થયું પણ એવું જ કે વાંદરાની શક્તિ જાગતાં એ જાતે જ વરુના પંજામાંથી છટકી ગયો.” ૫. અધોગતિનું કારણ મહિપતરામ રૂપરામ નીલકંઠ. ઈ. સ. ૧૮૬૦માં સમુદ્રયાત્રા કરી તેઓ ઇંગ્લેન્ડ ગયા. સાત વર્ષ સુધી જ્ઞાતિએ એમનો બહિષ્કાર કર્યો. આ મહિપતરામે ગુજરાતમાં પ્રાર્થના સમાજની પ્રવૃત્તિને વેગ આપ્યો, એમના ‘સત્યદીપક' નામના સામયિક દ્વારા લોકમત કેળવવાનો પુરુષાર્થ કર્યો. આવા સમાજસુધારક મહિપતરામના મનમાં સતત એક માન્યતા મનમાં ઘુમ્યા કરતી કે જૈન ધર્મને કારણે ભારતની અધોગતિ થઈ છે. એક વાર શ્રીમદ્ રાજચંદ્ર સાથે એમનો મેળાપ થયો. સુધારક મહિપતરામે એમની માન્યતા પ્રમાણે સીધેસીધું કહી દીધું કે દેશની અધોગતિ થવાનું એક કારણ જૈન ધર્મ છે. એણે દેશના લોકોને નબળા અને નિર્માલ્ય બનાવ્યા. આ સાંભળી શ્રીમદ્ રાજચંદ્ર એમને પૂછ્યું, “ભાઈ, તમને એ તો ખ્યાલ છે કે જૈન ધર્મ એ અહિંસા, ન્યાય, નીતિ, નિર્વ્યસન, સત્ય અને સંપ તથા સર્વપ્રાણી હિતનો ઉપદેશ આપે છે.” મહિપતરામે કહ્યું, “હાજી, જૈન ધર્મના બોધનો મને પૂરેપૂરો ખ્યાલ છે.” 1 શ્રી મહાવીર વાણી | જાણતાં કે અજાણતાં કોઈ અધર્મ કાર્ય થઈ જાય તો પોતાના આત્માને એમાંથી તરત હટાવી લેવો. ત્યાર પછી બીજી વાર એવું કાર્ય ન કરવું. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૮-૩૧ ક્યામવી છે. ક્યામંજૂષા હૃe
SR No.034279
Book TitleKatha Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy