SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ 14 _n હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના ____ ___ भात पाणिनि संवृणु प्रलपितं कातंरकथाकथा, मा कापी कटु शाकटायनवयः क्षुद्रेण चारेण किम् ?/ का कंठाभरणादिभिर्वलस्यत्यात्मानमन्यैरपि જૂથો ચઢિ તાવમથુરા Wી/રાદ્ધહેમોગ્ય: f/97/ ભાઈ પાણિનિ ! તારા અપલોપ બંધ કર, વરરુચિ ! તારું કાતંત્ર વ્યાકરણ કંથા જેવું છે એટલે તને તો શું કહું ? શાકટાયન ! તારાં કડવાં વચન કાઢીશ જ નહિ. અને ચંદ્ર ! તારું ચાંદ્ર વ્યાકરણ સાર વગરનું છે એટલે તારી વાત પણ કરતો નથી. જ્યાં સુધી હેમચંદ્રની અર્થગંભીર મધુર વાણી આ જગતમાં વિદ્યમાન છે ત્યાં સુધી કંઠાભરણાદિ બીજાં વ્યાકરણો ભણી કયો પુરુષ પોતાની બુદ્ધિને જડ કરે ?'' ‘સિદ્ધહેમશબ્દાનુશાસન'ના એક સ્વતંત્ર વિભાગ તરીકે હેમલિંગાનુશાસન' પ્રાપ્ત થાય છે. આઠ અધ્યાયનાં ૭૬૩ સૂત્રોમાં આની રચના કરી છે. આની પાછળનો તેમનો હેતુ તો અભ્યાસીઓને લિંગવિધાનનું જ્ઞાન પ્રાપ્ત થાય તે છે. આથી બીજા લિંગાનુશાસન કરતાં આ કૃતિ વિસ્તૃત અને નોખી ભાત પાડનારી છે. પદ્યબંધમાં રચાયેલા આ ગેય ગ્રંથમાં હેમચંદ્રાચાર્યે અમરકોશની શૈલી પ્રમાણે પદ્યમાં સ્ત્રીલિંગ, પુલ્લિગ અને નપુંસકલિંગ – એમ ત્રણેય લિંગોમાં શબ્દોનું વર્ગીકરણ કર્યું છે. | ‘શબ્દાનુશાસન' અને “કાવ્યાનુશાસન' પછી કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ‘છંદોનુશાસન'ની રચના કરી. પૂર્વાચાર્યોની પદ્ધતિ અનુસાર જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને છંદોવિધાનનું જ્ઞાન મળે તેવો આની પાછળનો ઉદ્દેશ હતો. ‘કાવ્યાનુશાસન’ અને ‘છંદોનુશાસન'ને લક્ષમાં રાખીને વિખ્યાત સંશોધક એમ વિન્ટરનિટ્ઝ “The Life of Hemchandrāchārya” પુસ્તકના આમુખમાં નોંધે છે. હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના 15 "Hemchandra's learned books, it is true, are not distinguished by any great originality, but they display a truly encyclopaedic erudition and an enormous amount of reading, besides a practical sense which makes them very useful. This applies also to his manuals of poetics and metrics, the Kavyanusasanand the Chandonus asana, each accompanied by the author's own commentary." સંસ્કૃત ભાષામાં છંદોનાં લક્ષણ આપ્યા પછી એનાં ઉદાહરણ સંસ્કૃત, પ્રાક્ત અથવા અપભ્રંશ ભાષામાં આપ્યાં છે. આ ઉદાહરણોમાંનાં કેટલાંક ઉદાહરણો હેમચંદ્રાચાર્યે યોજેલાં છે. વળી આમાં સિદ્ધરાજ , કુમારપાળ વગેરેની પ્રશસ્તિરૂપ, સ્વોપજ્ઞ કાવ્યદૃષ્ટાંતો આપ્યાં છે જેમાંથી એ સમયની ઐતિહાસિક વિગતો મળે છે, તેથી આ ગ્રંથનું ઐતિહાસિક દૃષ્ટિએ પણ ઘણું મહત્ત્વ છે. આ ગ્રંથને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું પિંગળ જ કહેવાય. સંસ્કૃત, પ્રાત કે અપભ્રંશમાં પ્રવર્તમાન બધા જ છંદોની આમાં સોદાહરણ ચર્ચા કરવામાં આવી છે. અર્વાચીન છંદશાસ્ત્રનો અભ્યાસ કરનારને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ છંદશાસ્ત્રની જાણકારી જરૂરી છે અને તે છંદોની શાસ્ત્રીય વિવેચના એકમાત્ર “છંદોનુશાસનમાંથી મળી રહે છે. વળી અર્વાચીન છંદશાસ્ત્રની દૃષ્ટિએ પણ આ ગ્રંથમાં કેટલીક ઉપયોગી ચર્ચા મળે છે. આજના કવિઓ જે પ્રકારનો છંદોનો સંકર કરી રહ્યા છે તેમજ ગણિતદૃષ્ટિએ વર્ણગણોના ફેરબદલા કરી અનેક નવા છંદોની યોજના કરે છે, તેની ચર્ચા હેમચંદ્રાચાર્યે કરી છે.' એક વૈયાકરણ તરીકે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિશિષ્ટ
SR No.034275
Book TitleHemchandracharyani Sahitya Sadhna
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1998
Total Pages25
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy