SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ 30 1 હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના રાખીને ‘વીશ્રય' કાવ્યની રચના કરી. વ્યાકરણ અને ઇતિહાસ એમાંથી એકસાથે સહજપણે સિદ્ધ થાય છે તેથી ‘દ્વયાશ્રય' મહાકાવ્ય તરીકે ઓળખાય છે. મહાકાવ્યમાં મળે એવાં ઋતુવર્ણન, રસવર્ણન અને સૃષ્ટિવર્ણન ઉપરાંત નગર, પ્રભાત, યુદ્ધ, યાત્રા, નદી, રાત્રિ, પર્વત કે વિવાહનાં વર્ણનો પણ મળે છે. “વાશ્રય’ ‘ભટ્ટિકાવ્યનું સ્મરણ કરાવે છે. પાણિનિના વ્યાકરણના નિયમોના ઉદાહરણ રૂપે રામાયણની કથા લઈને ભટ્ટિ કવિએ રચના કરી એ જ રીતે ‘સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનના વ્યાકરણના નિયમોનાં ઉદાહરણ આપવા માટે મૂળરાજ સોલંકીથી કુમારપાળના સમય સુધીના ઇતિહાસને કથાવસ્તુ તરીકે લઈને હેમચંદ્રાચાર્યે ‘ચીશ્રય'ની રચના કરી. ચૌલુક્ય વંશનું આલેખન થયું હોવાથી ઐતિહાસિક દૃષ્ટિએ આ કૃતિનું ઘણું મોટું મૂલ્ય છે અને તેથી આ કૃતિ ‘ચૌલુક્યવંશોત્કીર્તન' નામ પણ ધરાવે છે. એ યુગની સામાજિક, ધાર્મિક અને રાજ કીય પરિસ્થિતિનું માર્મિક પ્રતિબિંબ આ કાવ્યકૃતિમાં ઝિલાયું છે. સંસ્કૃત ‘દ્વયાશ્રય'ના ૧૪મા સર્ગ સુધીનો ભાગ જયસિંહ સિદ્ધરાજના જીવનકાળ સુધીમાં (અર્થાત્ વિ. સં. ૧૧૯૯માં) પૂર્ણ કર્યો હશે એમ માની શકાય. જ્યારે કુમારપાળના ચરિત્રને આલેખતું પ્રાકૃત ‘યીશ્રય” એક સ્વતંત્ર પ્રાકૃત મહાકાવ્ય ગણાયું છે. વ્યાકરણની વિશિષ્ટતા દર્શાવવા માટે રચવામાં આવેલા સંસ્કૃત ‘જ્યાશ્રયના શ્લોકોમાં સિદ્ધરાજનાં પરાક્રમોનું કાવ્યમય વર્ણન મળે છે, પરંતુ ક્યારેક વ્યાકરણ સાથે ઇતિહાસ કે કવિત્વનો મેળ બેસતો નથી. સંસ્કૃત ‘ચીશ્રય' કાવ્ય એ ગુજરાતની અસ્મિતાનું તેજસ્વી કાવ્ય છે. મહાકવિ કાલિદાસે ‘રઘુવંશ'માં રઘુકુળની કીર્તિને અક્ષરઅમર હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના 0 31 કરી દીધી તો સંસ્કૃત અને પ્રાપ્ત ‘યાશ્રયમાં હેમચંદ્રાચાર્યે ચૌલુક્યવંશની કીર્તિને અક્ષરદેહ આપ્યો. ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કારિતા અને ગુજરાતી અસ્મિતાનો આફ્લાદક ત્રિવેણીસંગમ આ કૃતિએ રચી આપ્યો. ગુજરાતની રમણીઓ, યોદ્ધાઓ, ઉત્સવો, મેદાનનું શૌર્ય અને દરિયાનું સાહસ – એ બધું દર્શાવીને હેમચંદ્રાચાર્ય ‘ધૂમક્તના શબ્દોમાં કહીએ તો “પ્રજાને મહાન થવાની જાણે હમેશાં દીક્ષા આપી રહ્યા હોય તેમ લાગે છે.”૨૦ કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પોતાની કલ્પનાથી સર્જેલું એક મહાન ગુજરાત ‘દ્ધયાશ્રયમાં પ્રગટ થાય છે. ગુજરાતની સમૃદ્ધિ, વીરતા, સંસ્કારિતા અને વિશિષ્ટતાની ગુણગાથા ગાઈને આ સ્વપ્નદ્રષ્ટા આવતીકાલના ગુજરાતની ઝાંખી આપે છે. તેમાં હેમચંદ્રાચાર્યનું ગુજરાતી તરીકેનું ગૌરવ, અન્ય ધર્મો પ્રતિ ઔદાર્ય અને સાહિત્યાચાર્યની ઉચ્ચાશયી ભાવના પદે પદે પ્રગટ થાય છે. એક સાચા ઇતિહાસકારને છાજે તે રીતે પાયા, પુરાવા કે આધાર વિનાની ઘટનાઓને ત્યજીને માત્ર ઐતિહાસિક પ્રસંગોનું આકલન કર્યું છે. એમણે ચૌલુક્યવંશનું યશોગાન કર્યું છે, પરંતુ ઐતિહાસિકતાની ભૂમિ ઓળંગીને નહિ અથવા તો અતિશયોક્તિમાં સરી જઈને નહિ. કોઈ પણ પ્રસંગ કલ્પિત રીતે સર્યો નથી કે કોઈ પણ કંઠોપકંઠ જળવાયેલી વાતને યોગ્ય સંશોધન વિના સ્વીકારી નથી. કળિકાળસર્વજ્ઞની સંપ્રદાયાતીત પ્રતિભા ‘ત્યાશ્રયમાં ખીલી ઊઠી છે. આમાં વૈદિક સાહિત્ય, જુદાં જુદાં પુરાણો, પૌરાણિક આખ્યાયિકાઓ અને અન્ય ધર્મશાસ્ત્રોનાં ઉદાહરણો મળે છે. યજ્ઞ અને દેવતાઓનો પણ એમને સારો એવો પરિચય છે. આ બાબતો એમની બહુશ્રુતતા અને વ્યાપક દૃષ્ટિનું ઘાતક ગણાય. સંસ્કૃત ‘દ્વયાશ્રયમાં કવિતાની અપેક્ષાએ ઇતિહાસનું પ્રાધાન્ય જોવા મળે છે, તો પ્રાકૃત ‘યાશ્રયમાં કાવ્યતત્ત્વનું પ્રાધાન્ય જોવા
SR No.034275
Book TitleHemchandracharyani Sahitya Sadhna
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1998
Total Pages25
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy