SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ તેર હરીન્દ્ર દવેની મુલાકાત પ્ર. રણજિતરામ ચંદ્રક સ્વીકારતી વખતે તમે કહ્યું હતું કે આમ હું વિનમ્ર ગણાઉં પણ તેમ છતાં તમારામાં એક મહત્ત્વાકાંક્ષા રહેલી છે. એ મહત્ત્વાકાંક્ષા છે બધા અનુભવોને પાર પામી મોટા ગજાની કૃતિ સર્જવાની. એ કૃતિ કવિતા હશે કે નવલકથા ? એ હજી હુંય નક્કી કરી શક્યો નથી. જો નક્કી કરી શક્યો હોત તો લખવી શરૂ કરી દીધી હોત. પણ મને લાગે છે કે એ કદાચ નવલકથા હશે. કદાચ એટલા માટે કહું છું કે મારી ઇચ્છા છે કે એવી મોટા ગજાની કવિતા લખી શકું પણ આપણી ભાષા સંપન્ન નથી એમ નહિ કહું, પણ હું એટલો સંપન્ન નથી કે ભાષામાં એ ગજું પ્રગટાવી શકું કે જેથી કવિતામાં આઠ-દસ હજાર પંક્તિ સુધી ચાલે એવો ઊંડો શ્વાસ લઈ શકું. હું એટલો ઊંડો શ્વાસ લઈ શકું કે દસ હજાર પંક્તિ હરીન્દ્ર દવેની મુલાકાત સુધી કવિતા ચાલે તો મને કવિતા જ લખવાનું મન છે. અત્યારે એમ લાગે છે કે એ ક્ષમતા - એ સજ્જતા મારી પાસે નથી અને આથી કદાચ નવલકથા લખાય. પ્ર. તમને સર્જનપ્રક્યિાનો શો અનુભવ છે ? તેનો પૂરો પાર પામી શકાય ? જ. સર્જનપ્રક્રિયાને અલગ રહી નીરખવાનું મને કદી ફાવ્યું નથી. એટલે તેનો પાર પામવાનો તો સવાલ જ નથી રહેતો. પ્ર. તમે કઈ ભૂમિકા સાથે અને કયા તબક્કે સાહિત્યમાં પ્રવેશ કર્યો ? જ. એ વસ્તુ કહેવી થોડી મુશ્કેલ એટલા માટે છે કે કવિતા શું છે એ સમજતો થયો એ પહેલાં છંદો લખતાં આવડી ગયા હતા. એ કઈ સહજતાથી, કઈ રીતે આવડ્યા, કેમ આવડ્યા તે હજી પણ મને ખબર નથી, પરંતુ બાળપણથી જ છંદો, લયો મારા મનમાં સહજ રીતે જ ઉદય પામતા હતા અને એ રીતે મેં લખવા પણ શરૂ કર્યા હતા. એટલે મારી સર્જકપ્રવૃત્તિનો આરંભ ક્યારથી થયો તે કહેવું બહુ મુશ્કેલ છે. પણ સાતઆઠ વર્ષની વયથી કશુંક સર્જનનું વિસ્મય રહ્યા કરતું અને કંઈક શબ્દોથી નિપજી શકે એવી આશંકા પણ રહ્યા કરતી. પ્ર. સ્કૂલ અને કૉલેજના અભ્યાસકાળ દરમિયાન કરેલા અભ્યાસેતર વાંચનનો ખ્યાલ આપશો ? શાળામાં હતો ત્યાં સુધીમાં ગુજરાતી ભાષાનાં નોંધપાત્ર સર્જકોને વાંચી ચૂક્યો હતો. એ વખતના અંગ્રેજી છઠ્ઠી ધોરણમાં (આજના દસમા ધોરણમાં) હતો ત્યારે કવિ સુંદરમ્ સાથે પત્રવ્યવહાર પણ શરૂ કર્યો હતો. વિજયરાય વૈદ્ય, મુકુન્દરાય પારાશર્ય
SR No.034273
Book TitleBhavan Vibhavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2000
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy