SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ભાવન-વિભાવના છીછરો વાર્તારસ જમાવતી ભૂત-પ્રેતની વાતો પણ પ્રગટ થતી હતી. નિશ્ચિત જગામાં સામગ્રી સમાવવાની હોવાથી ભાષામાં કહેંગાપણું ઘણું આવતું. અપરિચિત પાત્રો અને અજાણ્યા લેખકોને કારણે ગુજરાતી બાળક એની સાથે તાદાભ્ય અનુભવી શકતો નહોતો. ગુજરાતમાં આ સામયિકની આવૃત્તિ પ્રગટ થતી હોવા છતાં એની ભાષામાં સહેજે પોતીકાપણું લાગતું નથી. ‘ચાંદામામા’ પછી સાધનસંપન્ન દૈનિકો દ્વારા પ્રગટ થયેલી ‘ચંપક’ અને ‘નંદન'ની ગુજરાતી આવૃત્તિમાં પ્રમાણમાં આ દોષ ઓછો જોવા મળે છે. ૧૯૫૪ના જાન્યુઆરીમાં વડોદરાથી શરૂ થયેલા ‘બાળકનૈયો' માસિકની એક નોંધપાત્ર વિશિષ્ટતા એ હતી કે મોટેભાગે એના મુખપૃષ્ઠ પર નાનાં બાળકોની છબી મૂકવામાં આવતી. ૪૦ પાનાંના આ સામયિકના તંત્રી કવિ મનુભાઈ આર. રાવ અને સંપાદક કોશિક પંડ્યા તથા રસુલભાઈ વ્હોરા હતા. આમાં ગીતો, વાર્તા, ચરિત્ર, નાટિકા, સામાન્ય જ્ઞાન, પરીકથા, પત્રમૈત્રી, જોડકણાં વગેરે આપવામાં આવતાં. એનું વાર્ષિક લવાજમ ચાર રૂપિયા હતું જેમાં ગ્રાહકને દળદાર દીપોત્સવી અંક ઉપરાંત એક ભેટ-પુસ્તક પણ આપવામાં આવતું. આ જ વર્ષે અમદાવાદના ભક્તિમાર્ગ કાર્યાલય દ્વારા શ્રી મગનભાઈ દેસાઈના તંત્રીપદે ‘આનંદ’ નામના અઠવાડિકનું પ્રકાશન થયું. ૧૯૫૫માં નરેન ભગતના તંત્રીપદે નડિયાદથી ‘કિશોર' નામનું સામયિક પ્રગટ થયું. દર મહિને પ્રગટ થતું એ સામયિક ૪૮ પાનાંનું હતું. ૧૯૮૫માં શ્રી જીવરામ જોષીના તંત્રીપદે ‘રસરંજન' નામનું સામયિક શરૂ થયું. અમદાવાદના ‘ગુજરાત સમાચાર’ અને ‘સંદેશ' દૈનિકોએ જેમ બાળસામયિકો પ્રગટ કર્યા હતાં તે રીતે ૧૯૬રમાં *જનસત્તાએ ‘સબરસ' નામનું બાળકો માટેનું અઠવાડિક શરૂ કર્યું. જ્યારે ૧૯૯૫માં જીવરામ જોષીએ પોતે જ ‘રસવિનોદ” નામનું આપણાં બાળસામયિકો ૧૩e પાક્ષિક શરૂ કર્યું. સૌરાષ્ટ્રના દૈનિક ‘જયહિંદ' ઑફસેટ મશીન પર છપાયેલું ‘ફૂલવાડી' નામનું સાપ્તાહિક ૧૯૬૭માં શરૂ કર્યું. એમાં રંગોનું આકર્ષણ હતું, તેમ જ મોટાં ચિત્રો અને મોટા અક્ષરોમાં એની છપાઈ કરવામાં આવતી હતી. એનો હેતુ “પાંગરતી પેઢીના જીવનઘડતરમાં સંસ્કારસિંચન' કરવાનો રાખવામાં આવ્યો. આમાં બાળકો માટેની કથાઓ, પરિચયલેખો, ટિકિટસંગ્રહ, પ્રશ્નોત્તરી જેવા વિભાગો મળે છે. આ સામયિકમાં પ્રારંભમાં વિદેશી ચિત્રકથા આપવામાં આવતી હોવાથી બાળકોના આકર્ષણનું એ કેન્દ્ર બન્યું. આ જ સંસ્થાએ ઈ. સ. ૧૯૭૦માં શરૂ કરેલા ‘નિરંજનની વાત પણ અહીં કરી લઈએ. ચિત્રવાર્તા અને ચિત્રમય વાર્તાઓના આ સાપ્તાહિકમાં અંગ્રેજી ચિત્રવાર્તાઓનો અનુવાદ આપવામાં આવે છે. અડધું સામયિક આવી ચિત્રવાર્તાથી ભરેલું હોય છે, જ્યારે બાકીના ભાગમાં વાર્તા, સ્પર્ધા અને રમતગમત વિશેના લેખો પ્રગટ થાય છે. | ‘પગલી’ એ બાળકો માટેનું રંગીન છપાઈ ધરાવતું સુઘડ સામયિક છે. ૧૯૬૮ના નવેમ્બરમાં શ્રી રતિલાલ દવેના તંત્રીપદે પ્રગટ થયેલા આ સામયિકમાં વિદ્યાર્થીઓની અભ્યાસવિષયક માહિતી ઉપરાંત કથા, કવિતા, ઉખાણાં, અક્કલકસોટી અને વિજ્ઞાન કસોટી જેવા વિભાગો આપવામાં આવે છે, પરંતુ આજનાં બાળકોને આકર્ષે તેવી સામગ્રીનું પ્રમાણ ઓછું છે. બાળકોને ગમતી ચિત્રવાર્તાનો અભાવ ખટકે છે. જ્યારે અમદાવાદની સુમન સંસ્કાર નામની નિશાળે ઈ. સ. ૧૯૭૭માં ૩૨ પાનાંનું ‘સુમન-સંસ્કાર' સામયિક પ્રગટ કર્યું. નિશાળનાં સંચાલિકા માલિનીબહેન શાસ્ત્રીના તંત્રીપદે પ્રગટ થતા આ સચિત્ર સામયિકમાં વાર્તા, નાટક, પ્રસંગ, પરિચય, ટુચકા, પ્રવાસ તેમ જ ગીતો આપવામાં આવે છે. ‘શોખવર્તુળ' વિભાગમાં રમતગમત વિશે તેમ જ ‘બાલપ્રતિભા'માં વિશિષ્ટ ગુણો દાખવનારાં બાળકોની
SR No.034273
Book TitleBhavan Vibhavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2000
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy