SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવન-વિભાવના નથી, બલ્ક સ્પર્શે છે. આથી એમ કહેવાય છે કે ‘ફિરાકે’ આધુનિક ઉર્દૂ ગઝલને નવી માશુકા આપી. એની માશુકાનું આલેખન કૃત્રિમ નહીં, પણ કલાત્મક છે. નિદ્માણ નહીં, બલ્ક જીવંત છે. ‘ફિરાક' પ્રણયને જિંદગીની નક્કર વાસ્તવિકતા અને વૈશ્વિક સંદર્ભમાં રજૂ કરે છે. આમાં કોઈ શિકવા કે શિકાયત નથી : સંયોગ વિયોગ કી કહાની ન ઉઠા પાની મેં ભિગતે કંવલ કો દેખા; બીતી હોંગી સુહાગ રાતેં કિતની લેકિન હૈ આજ તક કુંવારા નાતા. ફિરાક તું હી મુસાફિર હૈ તું હી મંઝિલ ભી | કિધર ચલા હૈ મોહબ્બત કી ચોટ ખાયે હું એ. ‘ફિરાકના કહેવા પ્રમાણે પ્રણયની શાયરી રચવા માટે ભાવુક્તા, હૃદયની કોમળતા કે આશિક અથવા શાયર થવું જ પૂરતું નથી, બલ્ક પ્રણયની ઉત્તમ શાયરી માટે સ્વયંભૂ પ્રેરણા, વ્યાપક જીવનદર્શન અને સંસ્કૃતિથી ઘડાયેલાં દિલ અને દિમાગ હોવાં જોઈએ. આ જીવંત પ્રેયસીના નખ, કેશ, સ્વભાવ અને પ્રેમનું ‘ફિરાક' સજીવ ચિત્રણ કરે છે. તેઓ કહે છે : રસ મેં બા લહરાતા બદન ક્યા કહના / કરવŽ લેતી હુઈ સુબહેચમન ક્યા કહના // મદભરી આંખોં કી અલસાઈ નજર પિછલી રાત | નિદ મેં ડૂબી હુઈ ચન્દ્રકિરન ક્યા કહના / દિલ કે આઈને મેં ઈસ તરહ ઉતરતી હૈ નિગાહ / જૈસે પાની મેં લચક જાયે કિરન ક્યા કહના // પ્રયોગશીલ સર્જક ફિરાક તેરી આવાજ સવેરા તેરી બાતે તડકા! ખે ખૂલ જાતી હૈ એજાજેસબુન ક્યા કહના / ‘ફિરાકના પ્રારંભિક કાવ્યસર્જન પર કેટલાક કવિઓનો પ્રભાવ જોવા મળે છે. ‘આસી' ગાજીપૂરીની રુબાઈઓથી પ્રભાવિત થઈને રુબાઈયાત લખવા લાગ્યા. ત્યારબાદ ‘જોશ’ મલિહાબાદી અને મોમિનના સર્જનનો રંગ એમની કૃતિઓમાં જોવા મળતો, પરંતુ એ પછી એમની કાવ્યપ્રતિભાએ આગવું જ રૂપ ધારણ કર્યું અને એથી ‘ફિરાક” આજે પણ ઉર્દૂ સાહિત્યમાં એમના આગવા સર્જકમાનસથી અનોખું સ્થાન ધરાવે છે. ફરમાયશી લખાણ લખવાના તેઓ વિરોધી છે. હૃદયમાં જાગેલો ઊર્મિધબકાર શબ્દદેહ ધારણ કર્યા વિના રહી શકે નહીં ત્યારે જ તેઓ લેખિની ચલાવે છે. એમણે એક પત્રમાં નિયોજને લખ્યું કે, જેમ રુદન કરવાથી કોઈ ફાયદો નથી, તેમ છતાં આંખમાં આંસુ ઊમટી આવે છે, તેવી જ રીતે મજબૂરી અને માયુસી(નિરાશા)ને કારણે ગઝલ રચાઈ જાય છે. ‘ફિરાક ગોરખપુરીએ એમની ગઝલ, રુબાઈઓ અને નજમોમાં નવાનવા શબ્દો આપ્યો, અનોખી ઉપમાઓ આપી અને મુગ્ધ કરે તેવી કલ્પનાની રંગલીલા આલેખી. આથી જ એમની કવિતા પર મોહમિલ(અર્થહીન દુર્બોધતા)નો આરોપ મૂકવામાં આવ્યો. ઉર્દૂ સાહિત્યમાં પ્રણય વિશે શિષ્ટ અને સંકેતની ભાષામાં વાત થતી. સંસ્કૃતું સાહિત્યનું આકંઠ પાન કરનાર ‘ફિરાક’નું શુંગાર-નિરૂપણ ઉર્દૂ સાહિત્યમાં તદ્દન જુદું પડે છે. કેટલાકે આમાં કલામયતા જોઈ, તો કોઈને વાસ્તવ-આલેખનનો હિંમતભર્યો પ્રયાસ દેખાયો. ‘ફિરાકની આવી કવિતા પર અશ્લીલતાનો આરોપ મુકવામાં આવ્યો. આમ ૧૯, બપોર, ૨૦. ચમત્કારની વાત ૧૮. બાગની સવાર,
SR No.034273
Book TitleBhavan Vibhavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2000
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy