SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવન-વિભાવના રચના થઈ. રાજા કુમારપાળના જીવનની કેટલીક ઘટનાઓ આલંબન તરીકે લેવામાં આવી હોવાથી આ કૃતિને ‘કુમારપાન રત’ કહેવામાં આવે છે. આઠ સર્ગ ધરાવતી આ કૃતિના પ્રથમ છ સર્ગમાં મહારાષ્ટ્રીય પ્રાકૃતનાં ઉદાહરણો અને નિયમો દર્શાવ્યાં છે. બાકીના બે સર્ગોમાં શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાર્પશાચી અને અપભ્રંશ ભાષાનાં ઉદાહરણ મળે છે . આઠ સર્ગની આશરે ૭૪૭ ગાથામાં અણહિલપુરપાટણ, જિનપ્રતિમા, કુમારપાળના વિજયો, જૈન ધર્મના સિદ્ધાંતોની ગવેષણા તથા શ્રુતદેવીનો કુમારપાળને અપાયેલો ઉપદેશ આલેખવામાં આવ્યાં છે. શ્રુતદેવીનો ઉપદેશ જે રીતે કૃતિમાં વણી લેવાયો છે તેનાથી કૃતિની કાવ્યમયતા મહોરી ઊઠી છે. તેમાં શાંત, શૃંગાર અને વીરરસનું મનભર આલેખન મળે છે. વીરરસનું પ્રાધાન્ય હોવા છતાં અન્ય રસોનો તેની સાથે સુભગ સમન્વય સધાયો છે. ભાષાનું સ્વાભાવિક માધુર્ય અને વર્ણનોની ચિત્રાત્મકતા કાવ્યરસિકના હૃદયને સ્પર્શી જાય છે. વળી આમાં કવિએ ઉપમા, ઉન્મેલા, દીપક, દૃષ્ટાંત, રૂપક અને અતિશયોક્તિ જેવા અલંકારોની સુંદર યોજના કરી છે. આ બધું જોઈને જ “પ્રાત દયાશ્રયના ટીકાકાર પૂર્ણકલશગણિ આરંભે જ બોલી ઊઠે છે – 'यः प्राकृतव्याकरणं नु शब्दैः साहित्यसर्वस्वमिवार्थभङ्गया । स ब्याश्रयः काव्यमनल्पबुद्धि ज्ञेयः कथं मादृश एव गम्या ।। “શબ્દોએ કરીને જે પ્રાકૃત વ્યાકરણ છે; અને અર્થની દૃષ્ટિએ જે સંપૂર્ણ સાહિત્યરૂપ છે - તે બહુ બુદ્ધિવાળાઓથી સમજાય તેવું દયાશ્રયકાવ્ય મારા જેવાને ક્યાંથી સમજાય ?” આ બંને મહાકાવ્યમાં પરંપરાનુસારી સુંદર વર્ણનો અને હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના અલંકારયોજના જોવા મળે છે. પરંતુ બંનેમાં સંસ્કૃત મહાકાવ્યમાં અપેક્ષિત નાયકના સર્વાગી ચરિત્રનિરૂપણની શરત આ કૃતિ સંતોષ છે એમ ભાગ્યે જ કહી શકાય. ગુજરાતની અસ્મિતા, તેજસ્વિતા અને સત્ત્વશીલતા માટે આ કાવ્યનું કથાવસ્તુ ચિરસ્મરણીય રહેશે. આપણે માટે દુર્ભાગ્યની બાબત એ છે કે “સંસ્કૃત દયાશ્રય' મહાકાવ્યનું સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કરેલું ભાષાંતર આજે અપ્રાપ્ય છે અને ‘પ્રાકૃત વંચાશ્રય'નું ગુજરાતી ભાષાંતર હજી સુધી થયું નથી. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર” એટલે ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિત્ર. ભગવાન ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના ચોવીસ તીર્થંકર; ભરત, સગર, સનતકુમાર, સુભુમ, હરિપેણ જેવા બાર ચક્રવર્તી; કૃપણ, ત્રિપૃષ્ઠ, સ્વયંભૂ, દત્ત, નારાયણ વગેરે નવ વાસુદેવ; અચલ, વિજય, સુદર્શન, આનંદ, રામ અને નંદન વગેરે નવ બળદેવ; રાવણ, પ્રહૂલાદ, જરાસંધ, બલિ વગેરે નવ પ્રતિ વાસુદેવ - એમ કુલ ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિત્રો આ કાવ્યગ્રંથમાં આલેખાયાં છે. જે મહાપુરુષોના મોક્ષ વિશે હવે સંદેહ નથી એવા પ્રભાવકે પુરુષોને શલાકાપુરુષ તરીકે ઓળખવામાં આવે છે. કુમારપાળ મહારાજાની વિનંતી સ્વીકારીને મહાભારત અને પુરાણોની બરાબરી કરી શકે તેવો ૩૬,000થી વધુ શ્લોકોમાં લખાયેલો આ કાવ્યગ્રંથ છે. આ કાવ્યગ્રંથની રચના અનુષુપ છંદમાં દસ પર્વોમાં કરવામાં આવી છે. પ્રથમ પર્વમાં ઋષભદેવ તીર્થકર અને ભરત ચક્રવર્તીનું જીવન વર્ણવાયું છે અને છેલ્લા દસમા પર્વમાં મહાવીર સ્વામીનું ચરિત્ર વિગતે નિરૂપાયું છે. વિશાળ સાગર જેવા આ ગ્રંથમાં મહાપુરુષોનાં ચરિત્રો ઉપરાંત બીજી અનેક નાનીમોટી પૌરાણિક આખ્યાયિકાઓ છે. ઇતિહાસ અને તત્ત્વજ્ઞાન, ધાર્મિક અને સામાજિક ઉત્સવો, રીતરિવાજો, દેશસ્થિતિ, લોકોની રીતભાત અને ગુજરાતની પરિસ્થિતિ વગેરેનું તાદૃશ નિરૂપણ થયું છે. શ્રી
SR No.034273
Book TitleBhavan Vibhavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2000
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy