SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ભાવન-વિભાવન મૂકે. આને કારણે એમણે પૂર્વાચાર્યો કરતાં અલંકારની વ્યવસ્થા જુદી રીતે કરી છે. તેનો વિગતે વિચાર કરીએ. કાલક્રમે જોતાં ભરત માત્ર ચાર જ અલંકારોનો વ્યાખ્યા સાથે ઉલ્લેખ કરે છે. તે પછી ‘વિષ્ણુધર્મોત્તર’ પુરાણમાં બે શબ્દાલંકાર અને સોળ અર્થાલંકાર મળી કુલ અઢાર અલંકાર નજરે પડે છે. આ પછી ભિટ્ટ અને ભામહ આડત્રીસ અલંકારો રજૂ કરે છે, જ્યારે ઠંડી પાંત્રીસ અને ઉદ્ભટ એકતાળીસ અલંકારો બતાવે છે. વામન તેના ‘કાવ્યાલંકારસૂત્ર માં તેત્રીસ અલંકારો આપે છે, જ્યારે ધ્વનિને કાવ્યનો આત્મા ગણતા આનંદવર્ધન અલંકારોને મારાય ગણી તેનું મહત્ત્વ ઘટાડી નાખે છે. ત્યારબાદ રુદ્રટ અઠ્ઠાવન અને મમ્મટ તો સાઠથી પણ વધુ અલંકારો આપે છે. આ પછી ‘અતંવારસર્વસ્વ’નો કર્તા રૈય્યક પંચોતેર જેટલા અલંકારો વ્યાખ્યા અને ઉદાહરણ સાથે રજૂ કરે છે. ઈ. સ. ૧૧૦૦માં થઈ ગયેલા રૃટ્યક પછી ૬૦-૭૦ વર્ષે થયેલા હેમચંદ્ર પંચોતેર અલંકારમાંથી ઓગણત્રીસ અલંકારો જ આપે છે. આમ હેમચંદ્રાચાર્ય અલંકારના વર્ગીકરણમાં વધારે પડતો વિસ્તાર ન કરતાં વિષયને બને તેટલા સંક્ષેપમાં સમાવવા પ્રયત્ન કરે છે. તેઓ પોતે જ કહે છે, “પ્રનાવર વૈતા વિદ્યાઃ સંક્ષેપવિસ્તાર-વિવાચા नवीनवी भवन्ति तत्तत्कर्तृका चोच्यन्ते । " હેમચંદ્રાચાર્યના અલંકારનિરૂપણને જોતાં પ્રથમ તેઓ નેવાતારહીગમૂતા ઉપમાને નિરૂપે છે. તેઓ તેમાં સાત પ્રકારો બતાવે છે. ત્યારપછી ઉપમા જેટલા સર્વવ્યાપક નહિ, પણ કવિસૃષ્ટિમાંથી નીપજેલ ઉત્પ્રેક્ષાનું નિરૂપણ કરે છે. આ પછી ઉપમા કરતાં અનુભૂતિની વધુ ઉત્કટતા ધરાવતા રૂપક અલંકારની વાત કરે છે. આમાં તેઓ એક વિષયરૂપક અને અનેકવિષયરૂપક જેવા પ્રકારો ઉદાહરણ સહિત હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના ૫ સમજાવી આહાર્યાવયવ અને ઉભયાવયવનો અસ્વીકાર કરે છે, જ્યારે નિદર્શના અલંકારમાં પ્રતિવસ્તૂપમા, દૃષ્ટાંત જેવા અલંકારોને સ્થાન આપવાની સાથે મમ્મટની પદાર્થગા નિદર્શનાને ભૂલી જ જાય છે ! વળી તેને અતિશયોક્તિમાં સ્થાન આપી ભારે ગોટાળો પેદા કરે છે. દીપક અલંકારમાં તેઓ તુલ્યયોગિતા, અન્યોન્ય અને માલાદીપકનો સ્વીકાર કરે છે, પણ કારકર્દીપકનો અસ્વીકાર કરે છે. જ્યારે પર્યાયોક્તિ અલંકારની હેમચંદ્રે આપેલી વ્યાખ્યા ઘણી જ ક્લિષ્ટ અને અર્થસંદિગ્ધતા જન્માવે તેવી છે, જે ૨સગંગાધરકાર ઘણી જ સરળ અને સુંદર રીતે આપે છે. અતિશયોક્તિમાં તેઓ ઘણા અલંકારોને તેનાં અંગ બનાવી તેનું ઘણું જ સંક્ષેપમાં નિરૂપણ કરે છે. આ માટે તેઓ ‘વિવેક'માં કારણો આપે છે, પણ તે બધાંને આપણે સ્વીકારી શકતા નથી. આપેક્ષ અલંકારમાં બહુ ઉપપ્રકારોમાં ન પડતાં તેઓ સાદી વ્યાખ્યા જ આપે છે, જ્યારે સહોક્તિ જેવા અલંકારને સ્વતંત્ર સ્થાન આપવામાં તેમની સૌંદર્યદ્રષ્ટિ દેખાય છે. પ્રાચીન સમયથી સંસ્કૃત કવિઓને આકર્ષતા સમાસોક્તિ અલંકાર સાથેના શ્લેષના સંબંધની સુંદર અને વાજબી ચર્ચા તેઓ ‘વિવેક‘માં કરે છે. ત્યારપછી આવતા વ્યતિરેક અલંકારમાં વિશ્વનાથની જેમ અડતાલીસ કે મમ્મટની જેમ ચોવીસ પ્રકારો હેમચંદ્ર આપતા નથી. આવા પ્રભેદોનો વિસ્તાર કરવો પોતાના હેતુ માટે યોગ્ય ન લાગવાથી તેઓ માત્ર આઠ જ ભેદ આપે છે, જે ઉચિત છે. અર્થાન્તરાસ અલંકારના નિરૂપણમાં તેમની મૌલિકતા તેમજ ઔચિત્યદૃષ્ટિ દેખાઈ આવે છે, જ્યારે રમણીય એવા સસન્દેહ અલંકારની હેમચંદ્રાચાર્યે આપેલી વ્યાખ્યા ‘રસગંગાધર'કાર જગન્નાથે આપી છે તેવી રમણીય તો નથી, પરંતુ તેમાં સાદાઈ અને નવીનતા તો છે જ. આ પછી અપતિ અલંકારમાં તેઓ વ્યાજોક્તિ અલંકારને સમાવી લે છે;
SR No.034273
Book TitleBhavan Vibhavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2000
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy