SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. ભાવન-વિભાવના શબ્દશાસ્ત્ર માટે ઉપયોગી એવો આ ગ્રંથ અર્વાચીન દેશ્ય ભાષાના અભ્યાસ માટે એટલો જ આવશ્યક છે. વળી એને સંપૂર્ણ બનાવવા માટે હેમચંદ્રાચાર્યે એમાં છેક સુધી ઉમેરા અને સુધારા કર્યા છે. સંસ્કૃત ભાષાના વિદ્વાનોમાં “અભિધાનચિંતામણિ'ને આદર પ્રાપ્ત થયો. ઐતિહાસિક દૃષ્ટિએ આમાંથી ઘણી સામગ્રી પ્રાપ્ત થાય તેમ છે. આના ઉદાહરણરૂપે આમાંથી મળતી ઋતુઓ અને તોલમાપ વિશેની માહિતી ઘણી રસપ્રદ છે. ભારતીય સમાજમાં વર્ણસંકરતાની વિગત પણ આમાંથી મળે છે. જેમ કે પિતા બ્રાહ્મણ અને માતા ક્ષત્રિય હોય તો એના સંતાનની જાતિ મૂર્યાસ' કહેવાય. એ જ રીતે પિતા શુદ્ધ અને માતા બ્રાહ્મણી હોય તો સંતાનની જાતિ ‘ઘાંડાન’ કહેવાય. આ રીતે સમાજ શાસ્ત્રીય અભ્યાસ માટે પણ આ કોશમાંથી મળતી સામગ્રી ઉપયોગી બની રહે છે. વળી આમાંના કેટલાક શબ્દો આધુનિક ભાષામાં ઊતરી આવેલા હોવાથી પણ આ કોશ મહત્ત્વનો ગણાય. હેમચંદ્રાચાર્ય શબ્દજ્ઞાનનું મહત્ત્વ જાણતા હોવાથી એમણે આવો વિશાળ પર્યાયવાચ કોશ તૈયાર કર્યો. એમણે પોતે આ કોશમાં એક સ્થળે નોંધ્યું છે : 'वक्तृत्वं च कवित्वं च विद्वत्तायाः फलं विदुः । शब्दज्ञानादृते तन्न द्वयमप्युपपद्यते ।। બુધજનો વક્તત્વ અને કવિત્વને વિદ્વત્તાના ફળરૂપે જણાવે છે; પણ એ બે શબ્દજ્ઞાન વિના સિદ્ધ થઈ શકતા નથી.” “અભિધાનચિંતામણિ' પછી શબ્દજ્ઞાનની મહત્તા જાણનારા હેમચંદ્રાચાર્યે ‘અનેકાર્થસંગ્રહ 'ની રચના કરી. ‘અભિધાનચિંતામણિ'માં એક અર્થના અનેક શબ્દોનો કોશ આપવામાં આવ્યો હતો. જ્યારે ‘અનેકાર્થસંગ્રહ'માં એક શબ્દના અનેક અર્થોનો ઉલ્લેખ આપવામાં હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના આવ્યો છે. જેમ કે, નો અર્થ બ્રહ્મા, આત્મા, રવિ, મયૂર, અગ્નિ, યમ અને વાયુ થાય છે. આ દૃષ્ટિએ “અભિધાનચિંતામણિ' અને ‘અનેકાર્થસંગ્રહ' પરસ્પરના પૂરક ગણાય. સાત કાંડમાં વહેંચાયેલા આ કોશની કુલ શ્લોકસંખ્યા ૧૮૨૯ છે. એના છ કાંડમાં ૧૩૬૯ શ્લોકો મળે છે. એ પછી સાતમો અવ્યયકાંડ મળે છે. આ સાઠ શ્લોકના અવ્યયકાંડને ‘અનેકાર્થશેષ' તરીકે ઉમેરવામાં આવ્યો છે. અભિધાનચિંતામણિમાં પણ છેલ્લે ‘શેષ' ઉમેરવામાં આવ્યો હતો તે મુજબ અહીં પણ આવું છેલ્લે ઉમેરણ મળે છે. આ ગ્રંથમાં મળતા કેટલાય શબ્દો અર્વાચીન ભાષામાં ઊતરી આવ્યા છે. ગુજરાતી ભાષાના અભ્યાસીઓને પણ આ ગ્રંથના શબ્દો ઘણી સામગ્રી પૂરી પાડે તેમ છે. “અનેકાર્થસંગ્રહ'માં નિ:નિ, પુના, રા: મળે છે. આમાંથી ગુજરાતી ભાષામાં નીસરણી, પુલાવ, ટાંગો જેવા શબ્દો ઊતરી આવ્યાનું વિચારી શકાય. આ ગ્રંથ પર અનૈદાર્થથરવારમુથી નામની ટીકા મળે છે. એના પ્રથમ કાંડની પુમ્બિકા જોતાં એમ લાગે કે આની રચના ખુદ હેમચંદ્રાચાર્યે કરી છે; પરંતુ એના બીજા કાંડની ટીકાને અંતે મળતા કેટલાક પુષ્યિકાશ્લોકમાં લખ્યું છે : 'श्री हेमसूरिशिष्येण श्रीमन्महेन्द्रसूरिणा ।। भक्तिनिष्ठेन टीकैया तन्नाम्नैव प्रतिष्ठिता // આ શ્લોક પરથી એ સ્પષ્ટ થાય છે કે હેમચંદ્રાચાર્યના શિષ્ય મહેન્દ્રસૂરિએ આ ટીકા લખી છે અને ભક્તિપૂર્વક પોતાના ગુરુના નામ પર ચડાવી દીધી હતી. હેમચંદ્રાચાર્યની કોશપ્રવૃત્તિનું અંતિમ ફળ છે ‘નિઘંટુશેષ'. અભિધાનચિંતામણિ’, ‘અનેકાર્થસંગ્રહ' જેવા સંસ્કૃત કોશ અને ‘દેશીનામમાળા' જેવા દેશ્ય ભાષાના કોશની રચના કર્યા પછી હેમચંદ્રાચાર્યે ‘નિઘંટુશેષ 'ની રચના કરી. ‘અનેકાર્થસંગ્રહ’ની ટીકામાં
SR No.034273
Book TitleBhavan Vibhavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2000
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy