SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ લાગ્યો. કોઈ કહે, “અરે, ઉદા, હવે તો તારું નામ થયું. ઘી ગમે તેવું આપીશ તોય ચાલશે.’ ઉદો કહે, ‘ભાઈ, પ્રમાણિકતાથી હું કમાયો છું અને એને લીધે મને નામ મળ્યું છે. હવે નામ ગુમાવું તો મારી આબરૂ જાય અને પ્રમાણિકતા લજવાય.’ ઉદાને ઘેર આવનાર કોઈ એને પૂછે કે આટલી બધી લક્ષ્મીનું કારણ શું? ત્યારે ઉદો કહે, ‘આનું એક જ કારણ, સચ્ચાઈથી જીવવું અને સચ્ચાઈથી રહેવું.' ઉદાશા ઘી ઘેર ઘેર જાણીતું થયું. સમય જતાં ઉદાની પ્રમાણિકતાએ એને ગુજરાતનો મહામંત્રી બનાવ્યો. સચ્ચાઈ અને પ્રમાણિકતા માટે એ જાણીતો બન્યો. ૬૭ ઔષધિ નિર્માણનું ગુપ્ત રહસ્ય એક વાર ભગવાન મહાવીર શ્રાવસ્તી નગરીમાં મેઢિયા ગામની બહાર સાલકોપ્ટક ઉદ્યાનમાં પધાર્યા હતા. ભગવાન મહાવીરનો એક સમયનો શિષ્ય ગૌશાલક એમનો પ્રબળ હરીફ બન્યો હતો. ક્રોધથી ઘેરાયેલા ગોશાલકે ભગવાન મહાવીરને ભસ્મ કરવા માટે તેજોલેશ્યા છોડી, પરંતુ તેજલેશ્યાનું મહાવર્તુળ ભગવાન મહાવીરની પ્રદક્ષિણા કરીને ગોશાલકના મુખમાં પાછું ફર્યું. આથી બિહામણો બનેલો ગોશાલકે સાત દિવસમાં મૃત્યુ પામ્યો. પ્રભુ મહાવીરને તેજોવેશ્યાની અસર થઈ અને તેને પરિણામે છ મહિના સુધી અતિસારના રોગની પીડા થઈ. ભગવાન મહાવીરનું શરીર અત્યંત કૃશ થવા લાગ્યું. એમની આવી પીડા અને સ્થિતિ જોઈને એમનો શિષ્યગણ ચિંતિત બનીને સંતાપ કરવા લાગ્યો. ભગવાન તો શરીરની સ્થિતિ અને વેદનાથી પર હતા, પરંતુ એમની આસપાસના એમના શિષ્યગણને પારાવાર વ્યથા થતી હતી. ભગવાનની શારીરિક વ્યાધિની વાત સર્વત્ર ફેલાઈ ગઈ. માલુકાકચ્છમાં આકરી તપશ્ચર્યા કરતા ભગવાનના શિષ્ય “સિંહ” અનગાર છઠ્ઠ બે દિવસના ઉપવાસ)ના તપની સાથે ઉનાળાના ભીષણ તાપમાં આતાપના લેતા હતા, ત્યારે એમણે ભગવાનની શારીરિક હાલતની વાત સાંભળી ને એમનું હૈયું વલોવાઈ 11 શ્રી મણવીર વાણી 1 મેધાવી સાધકે આત્મપરિજ્ઞાન દ્વારા આ નિયમ કરવું જોઈએ કે મેં પૂર્વજીવનમાં પ્રમાદવશ જે કંઈ ભૂલ કરી છે, તેને હવે ક્યારેય કરીશ નહીં. શ્રી આચારાંગ સૂત્ર, ૧-૧-૪ ભાવમંજૂષા હૈ ૧૪૮ 79 ૧૪૯ ૭ ભાવમંજૂષા
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy