SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમાદિત્ય હેમુનાં સ્વપ્નો મહાન હતાં. ક્યારેક મહાન સ્વપ્નો એક નાનાશા અકસ્માતથી રોળાઈ જતાં હોય છે. એ સમયે બહેરામખાનની દોરવણી હેઠળ કાબુલ જીતવાનો વિચાર છોડીને બાદશાહ અકબર દિલ્હી અને આગ્રા જીતવા નીયો. ઈ. સ. ૧૫૫૬માં પાણીપતના કુરુક્ષેત્રમાં મોગલસેના અને વિક્રમાદિત્ય હેમુ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. શહેનશાહ અકબરે પહેલી વાર આટલી વિરાટ ફોજ જોઈ, પરંતુ હેમુની આંખમાં વાગેલા એક તીરે સઘળી બાજી ઊંધી વાળી દીધી. હેમુ હાર્યો. અકબરે આવા બહાદુર માનવી પર તલવાર ચલાવવાની ના પાડી ત્યારે બહેરામખાને પોતાની તલવાર વડે વિક્રમાદિત્ય હેમુનું માથુ ઉડાવી દીધું. ઇતિહાસ નોંધે છે કે છ મહિના સુધી દિલ્હીના બાદશાહ તરીકે રહેલા વિક્રમાદિત્ય હેમુએ મોગલ સમયની તવારીખમાં પોતાના પરાક્રમથી આટા-દાલ બેચનેવાલા બનિયાની પ્રચંડ વીરતાનો પરિચય કરાવ્યો. છું. 1 શ્રી મહાવીર વાણી ॥ જેમ કાચબો ભય ઊભો થતાં પોતાના અંગોને પોતાના શરીરમાં સંકોરી લે છે, તે રીતે વિદ્વાનો પણ વિષયાભિમુખ ઇન્દ્રિયોને આત્મજ્ઞાન દ્વારા સંકોરીને રાખે. શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર ભાવમંગા ૨ ૧૪૪ 77 ૫ પૂર્ણ અહિંસાનું પાલન રાજગૃહીનો શ્રેષ્ઠી. નામ એનું મહાશતક. એ શ્રમણોપાસક બન્યો. ઘરમાં એથી વિપરીત બન્યું. એની સૌન્દર્યશાલિની પત્ની રેવતી મદ્ય-માંસ અને મોજશોખમાં લુબ્ધ બની ગઈ. મહાશતક પત્નીને સુમાર્ગે દોરવા પ્રયત્ન કરી રહ્યો, પણ એનું કંઈ પરિણામ આવ્યું નહિ, બલ્કે વિશેષ બગાડ થયો. શ્રમણોપાસક મહાશતકે ગૃહસ્થધર્મની અંતિમ આરાધના કરી અનશન કર્યું. શુભ અધ્યવસાય ને કર્મોના ક્ષયોપશમથી એને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. આ વખતે ભગવાન મહાવીરે પોતાને ૪૧મો ચાતુર્માસ રાજગૃહના ગુણશીલચૈત્યમાં કર્યો. રેવતી આ વખતે મહાશતક પાસે ગઈ ને બીભત્સ ચેષ્ટાઓ કરવા લાગી, ને એના શ્રદ્ધેય પુરુષો માટે ગમે તેમ બોલવા લાગી. મહાશતકે એક વાર આંખ આડા કાન કર્યા, પણ આખરે પોતાના ઇષ્ટ દેવોની નિંદાથી તેને ક્રોધ થયો, ને અવધિજ્ઞાન દ્વારા જ્ઞાત કરીને એણે પત્નીને કહ્યું : “સાત દિવસ ભીતર, અલસ રોગથી પીડાઈને, મરીને તું નરકે જઈશ, હે ચંડે !" રેવતી શાપથી વિકલ થઈ. એને મોત નજર સામે ૧૪૫ ૩ ભાવમંજૂષા
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy