SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ બધો પ્રભાવ દેવ, ગુરુ, ધર્મનો પ્રમોદથી રહી શક્યો હોત, પરંતુ અઢળક ધનથી જીવનમાં કશો ફેર ન પડ્યો. અગાઉની જેમ સાદાઈથી જ રહેવા લાગ્યાં. બાલાશાની માતાને શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવાની અને તીર્થાધિરાજ આદિનાથ પ્રભુનાં દર્શન કરવાની ભાવના જાગી. પાવન ગિરિરાજનાં દર્શન, સ્પર્શન અને પૂજન કરીને સ્વજીવનને ધન્ય બનાવવાનો વિચાર જાગ્યો. એવામાં બાલાશામાતાને જાણ થઈ કે સમરાશા છ'રી પાળતો સંઘ લઈને શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ જઈ રહ્યા છે. છરી પાળતા સંઘમાં જવું એ તો મહાભાગ્ય કહેવાય. માતાએ પુત્રને વાત કરી અને બાલાશા પોતાની માતાને લઈને સમરાશાના સંઘમાં શ્રી શત્રુંજય તીર્થમાં આવી પહોંચ્યો. સવારે સૌથી પહેલાં બંનેએ નવરત્નોથી પ્રભુપૂજા કરી. બીજે દિવસે અઢાર રત્નોની બોલી બોલીને માતા અને પુત્ર ગિરિરાજ પરથી તળેટીમાં આવ્યાં. બીજી બાજુ સંઘપતિ સમરાશા પહેલી પૂજાનો લાભ મેળવી શક્યા નહીં તેથી લાભ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એમણે ઉપવાસ કરવાનો નિયમ લીધો. બીજે દિવસે પણ આટલી મોટી બોલી થવાથી સમરાશાએ બીજા દિવસે પણ ઉપવાસ કર્યો. જ્યારે બાલાશા અને એની માતાએ જાણ્યું કે આવો સંઘ કાઢનારા સંઘવી સમરાશા પહેલી પૂજાનો લાભ લેવા માગે છે. વળી એ લાભ ન મળે ત્યાં સુધી એમણે ઉપવાસ કરવાનો નિયમ લીધો છે. સમરાશાના સંઘમાં આવનાર બાલાશા અને એમની માતા વિચારમાં પડ્યાં. એમણે જોયું કે સમરાશા જેવા ધર્મનિષ્ઠ સંઘવીની ભાવના સિદ્ધ થવી જોઈએ, પહેલી પૂજાનો લાભ એમને મળવો જોઈએ, આથી માતા અને પુત્ર બંને બીજે દિવસે સાંજે સમરાશાને મળવા ગયાં. ત્રીજે દિવસે પહેલી પૂજા કરવા માટે એમણે સમરાશાને છત્રીસ રત્નો આપ્યાં, એટલું જ નહીં પણ બાલાશાની માતાએ પોતાને હાથે સંઘવી સમરાશાને પારણું કરાવ્યું. બાલાશા પાસે હજી અઢળક સમૃદ્ધિ હતી. એમણે શ્રી શત્રુંજય તીર્થ પર ભવ્ય એવી બાલાશાની ટૂંક બંધાવી. આ ટૂંકમાં શ્રી આદીશ્વર ભગવાનનું ભવ્ય જિનાલય બંધાવ્યું અને આ ટૂંક ‘બાલાભાઈની ટૂંક’ કે ‘બાલાવસહી' તરીકે ઓળખાઈ. આ બાલાશાની ટૂંકમાં આજે ૨૭પાષાણબિંબ છે, ૪૫૮ ધાતુનાં બિંબ છે અને તેર જેટલી દેરીઓ છે. માતાના સંસ્કારો કેવા ઉદારહદયી પુત્રો શાસનને ભેટ આપે છે તે બાલાશામાતાના ચરિત્રમાંથી જોવા મળે છે. છેલ્લાં ત્રણસો વર્ષોથી દિલ્હીના બાદશાહોના ત્રાસથી દેશની પ્રજા ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારતી હતી. ચોતરફ જુલમ અને બળજબરીનું રાજ ચાલતું હતું. આ સમયે શહેનશાહ અકબર દિલ્હીના સિંહાસન પર આવતાં દેશમાં એક નવી લહેર ફેલાઈ ગઈ. અકબરના દિલમાં વિવિધ ધર્મો વિશે જાણવાની તીવ્ર જિજ્ઞાસા હતી. ધર્મોના મર્મ જાણવા માટે એ સહુ ધર્મોને આદર અને સન્માનથી જોતો હતો. હિંદુ અને મુસલમાન વચ્ચેના વેરને એણે ઠારવાની કોશિશ કરી. ધર્મઝનુનને કારણે વેદના અને વિખવાદ અનુભવતાં પ્રજાનાં હૈયાંને સાંધવાની કોશિશ કરી. સમ્રાટ અકબર એના વિશાળ રાજમહાલયના ઝરૂખા પર ઊભા રહીને રાજમાર્ગ પર નજર ઠેરવીને બેઠો હતો ત્યારે એણે રસ્તા પરથી પસાર થતો વરઘોડો જોયો. એ વરઘોડામાં રથમાં એક શ્રાવિકા બેઠી હતી. આગળ-પાછળ લોકો આનંદભેર ચાલતા હતા. શ્રાવિકા બે હાથ જોડીને આજુબાજુ ઊભેલા લોકોને વંદન કરતી હતી. વચ્ચે વચ્ચે દાન આપતી હતી. આગળ વાઘવૃંદ હતું અને સહુ મંગલ છે ગીતો ગાતાં હતાં. શહેનશાહ અકબર આશ્ચર્યમાં ડૂબી ગયા. એમણે ભાવમંજૂષા ૧૩૮ ૧૩૯ ૬0 ભાવમંજૂષા
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy