SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ આવેલી આ આક્ત દૂર થાય નહીં, ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહીશ અને અનશન રાખીશ. સતી મનોરમાની ભક્તિ જોઈને શાસનદેવી પ્રગટ થયાં. એમણે સતીની શ્રદ્ધા અને સંકલ્પ જોઈને પોતાની પ્રસન્નતા પ્રગટ કરી. શાસનદેવીએ કહ્યું કે એના પતિ આ સંકટમાંથી સાંગોપાંગ પાર ઊતરશે અને એમના પર આવેલું આળ દૂર થશે. રાજસેવકો સુદર્શન શેઠને શુળી પર લઈ ગયા. એમને શૂળી પર ચડાવતાં શુળી તૂટી ગઈ. શુળીને સ્થાને સોનાનું સિંહાસન દેખાયું. જનસમૂહે સુદર્શન શ્રેષ્ઠીનો જયજયકાર કર્યો. અંતે રાણીનો પ્રપંચ ખુલ્લો પડી ગયો. રાજાએ પોતાની ભૂલ બદલ ક્ષમા માગી. બંનેએ એકબીજાને ખમાવ્યાં. મહાસતી મનોરમાની દઢ પ્રતિજ્ઞા અને સુદર્શન શેઠનું પવિત્ર શીલ અંતે વિજયી બન્યાં. અને ભેદ અજમાવી જોયાં. એને અંગસ્પર્શ કરવા પ્રયાસ કર્યો, પરંતુ શેઠ સુદર્શને તો પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી આવી પડેલી આફત દૂર નહીં થાય, ત્યાં સુધી કાયોત્સર્ગમાં જ રહીશ અને કાયોત્સર્ગ રહેશે ત્યાં સુધી અનશન ચાલુ રાખીશ. રાણી અભયાના તમામ પ્રયત્નો નિષ્ફળ જતાં એ વધુ ઉશ્કેરાઈ અને એણે સુદર્શનને કલંકિત કરવા જાતે પોતાના શરીર પર ઉઝરડા ભરીને શેઠ સુદર્શન પર બળાત્કારનો આરોપ મૂક્યો. રાજા દધિવાહન સુદર્શનના શીલ-ધર્મને જાણતો હતો, પરંતુ વારંવાર પૂછવા છતાં સુદર્શન મૌન રહ્યા. એમને હતું કે જો હું સાચી વાત કહીશ, તો રાણીની શી હાલત થશે ? બોલે તો રાણીને માથે આફત આવે અને એને શૂળીએ ચડવું પડે. એને બદલે મૌન રહીને પોતાના માથે આફત ઓઢી લેવાનું વધુ મુનાસિબ માન્યું. રાજાએ સુદર્શનને શૂળી પર ચડાવવાની સજા કરી. સુદર્શનના મુખ પર મેશ ચોપડી, શરીરે લાલ ગેરુનો લેપ કર્યો, ગળામાં ચિત્ર-વિચિત્ર માળા પહેરાવી અને ગધેડા પર બેસાડ્યો. માથે સૂપડાનું છત્ર ધર્યું અને આગળ ફૂટેલું ઢોલ પીટતા પીટતા શ્રેષ્ઠી સુદર્શનને ગામમાં ફેરવવામાં આવ્યો. સુદર્શન તો ધ્યાનમાં અને પ્રભુસ્મરણમાં ડૂબેલો હતો. નગરજનોનો શેઠ સુદર્શનના શીલ માટેનો વિશ્વાસ ડગવા માંડ્યો, પરંતુ એની પત્ની સતી મનોરમાને પતિની પવિત્રતામાં પૂર્ણ આસ્થા હતી. એને વિશ્વાસ હતો કે એના સદાચારી પતિ કદી આવું દુષ્કૃત્ય કરે નહીં. ઊંડો વિચાર કરતાં સતી મનોરમાને લાગ્યું કે આ કોઈ પૂર્વના અશુભ કર્મનું ફળ ઉદયમાં આવ્યું લાગે છે. આપત્તિના સમયે ધર્મશ્રદ્ધા એ જ સાચું શરણું. સતી મનોરમાં પ્રભુભક્તિમાં ઊંડાં ઊતરી ગયાં. એના ઘરની આગળ હો-હા મચી ગઈ. શેઠ સુદર્શનને ગામમાં ફેરવતા ફેરવતા તેમના ઘરની આગળ લાવ્યા હતા. ચોતરફ કોલાહલ થતો હતો. ઢોલ પિટાતો હતો. એની આગળ રાજસેવકો ચાલતા હતા, તેઓ ઘોષણા કરતા હતા કે આ સુદર્શને રાણીવાસમાં ગંભીર ગુનો કર્યો છે. એની સજા રૂપે એનો જાહેરમાં શૂળીએ ચડાવીને વધ કરવામાં આવશે. - શેઠ સુદર્શન ધ્યાનમગ્ન હતા. સતી મનોરમા પ્રભુમન્ હતી, મનોરમાને દેઢ વિશ્વાસ હતો કે આ અણધારી આફત જરૂ૨ દૂર થશે. અગ્નિપરીક્ષામાંથી પોતાના પતિ પાર ઊતરશે. સતી મનોરમાએ મનોમન દૃઢ નિશ્ચય કર્યો કે જ્યાં સુધી મારા પતિ પર 1 શ્રી મહાવીર વાણી | શ્રમણોપાસક ચાર પ્રકારના હોય છે. (૧) દર્પણ સમાન (સ્વરછ હૃદયવાળા), (૨) પતાકા સમાન (ચંચળ હૃદયવાળા) (૩) સ્થાણુ સમાન (દુરાગ્રહી) અને (૪) તીક્ષ્ણ કંટક સમાન (કટુભાષી). શ્રી સ્થાનાંગ સૂત્ર ૪-૩ 11 ભાવમંજૂષા ૧૩૨ ૧૩૩ જી ભાવમંજૂષા
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy