SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ ન જીવો, ન મરો ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં આવ્યા. એમના આગમને નગરી ધન્ય બની અને એમના ઉપદેશથી કેટલાયનાં જીવન પાવન થયાં. ભગવાન મહાવીરની પરિષદામાં રાજા શ્રેણિક પણ આવે છે. સહુ કોઈ લયલીન બનીને ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળે છે. કહે છે કે એક વાર ઉપદેશ આપતાં ભગવાનને છીંક આવી ગઈ. જગત વત્સલ ભગવાનને માટે સહુના મુખમાંથી ‘ખમા ખમા’ એવા શબ્દો સરી પડ્યા. સહુએ ભગવાન પ્રત્યે ભાવ બતાવ્યો પરંતુ એક કટુવચનીએ કહ્યું, “મરજો, મરજો.” બધાની નજર એ કડવાં વેણ બોલનારની તરફ ગઈ. એવામાં મહામંત્રી અભયકુમારે છીંક ખાધી એટલે પેલો કટુવચની બોલ્યો, “જીવો યા મરો.” ભગવાનની આ સભામાં કાલૌરિક નામનો એક સાઈ હતો. એને છીંક આવી એટલે તરત જ પેલા કટુવચનીએ કહ્યું, “ન જીવો, ન મરો." કટુવચનીનાં આવાં ઉચ્ચારણોને સહુને આશ્ચર્યમાં ડુબાડી દીધા. ભગવાન મહાવીરે આનું હસતાં હસતાં રહસ્ય પ્રગટ કરતાં કહ્યું, ભાવગંધા ૭ ૧૨૦ 65 “આ સાચું કહે છે. એણે મને મરવાનું કહ્યું, કારણ કે મોક્ષ માટે મારે મૃત્યુની જ રાહ છે.” પરિષદામાંથી કોઈએ પૂછ્યું, “આપને મરજો કહ્યું પણ અભયકુમારને જીવો યા મરો એમ કેમ કહ્યું ?” ભગવાને કહ્યું, “એને જીવતાં પણ સુખ છે અને મરીને પણ સુખ છે. એનું કારણ એમનાં સારાં કાર્યો છે.” વળી કોઈએ પૂછ્યું, “પ્રભુ કાલૌરિક કસાઈને તો એણે ‘ન જીવો, ન મરો’ એમ કહ્યું એનો અર્થ શો ?” ભગવાન મહાવીરે કહ્યું, “આ કાલૌરિકનાં કર્મો એવાં છે કે એને અહીં પણ દુઃખ છે અને મૃત્યુ બાદ પણ દુઃખ છે. તેથી એના માટે જીવવાનો કે મરવાનો કોઈ અર્થ નથી.” ભગવાન મહાવીરે પ્રગટ કરેલું રહસ્ય માનવજીવનની સાર્થકતાનો સંદેશ આપે છે. વ્યક્તિનાં કાર્યો સારાં હોય તો એને સારી સ્થિતિ અને ઉત્તમ ગતિ મળે છે. વ્યક્તિનાં કાર્યો અધમ હોય તો એને માટે આ લોક હોય કે પરલોક - બધે દુઃખનો સાગર જ છે. સારાં કર્મો કરનાર માનવીનો આત્મા એનો મિત્ર છે. દુષ્ટ કર્મો કરનાર આત્મા તેનો શત્રુ છે. આ વાત અહીં અત્યંત માર્મિકતાથી પ્રગટ કરી છે. 11 શ્રી મહાવીર વાણી 1 આ જીવે અનેકવાર ઉચ્ચ ગોત્રમાં અને અનેકવાર નીચ ગોત્રમાં જન્મ ધારણ કરેલ છે. પરંતુ તેથી ન કોઈ હીન હોય છે ન મહાન. શ્રી આચારાંગ સૂત્ર, ૧-૨-૧૬ ૧૨૧ ૬ ભાવમંજૂષા
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy