SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ આત્માની ગીતા કટુંબની આર્થિક આવશ્યકતાને લીધે શ્રીમદ્ રાજચંદ્રજીએ તેરમા વર્ષે દુકાનની જવાબદારી સંભાળી. પિતાના કામકાજમાં મદદરૂપ થવા લાગ્યા. અઠ્ઠાવીસમું વર્ષ થયું ત્યારે કર્તવ્ય પૂર્ણ થતાં એ જવાબદારીમાંથી મુક્ત થયા. વિ. સં. ૧૯૫૨ના દ્વિતીય જેઠ સુદ એકમના દિવસે ૨૮ વર્ષના શ્રીમદ્ ભાગીદારીમાંથી છૂટા થયા. પોતાનો સઘળો ધંધાકીય વહીવટ અને તમામ અર્થ-સંપત્તિ નાના ભાઈ શ્રી મનસુખભાઈના નામે કરી દીધાં. વિ. સં. ૧૯૫૨ પછી શ્રીમદે ત્યાગી જીવન જીવવાની શરૂઆત કરી. આંતરિક અસંગતા તો હતી જ, પણ હવે તો બાહ્ય અસંગતા પ્રાપ્ત કરવાના પ્રયત્નો ચાલુ કર્યા. સૂવા માટે ગાદલું રાખતા નહિ. ડૉસ-મચ્છર આદિના ઉપદ્રવો શાંતિથી સહન કરતા. અર્ધ રાત્રિએ ઊઠીને જંગલમાં જઈને ધ્યાન ધરતા. સાવ સાદો ખોરાક લેતા. અમુક વખતે માત્ર બાફેલાં શાકભાજી લેતા. અમુક વખતે આખા દિવસના ખોરાક રૂપે એક વાર બે રૂપિયાભાર લોટની રોટલી અને થોડું દૂધ લેતા. ક્યારેક દિવસમાં એક જ વાર ઘી-દૂધની બનાવેલી રસોઈ લેતા. આમ સર્વસંગપરિત્યાગની પૂર્વતૈયારી રૂપે કડક સંયમપાલનનો શ્રીમદે પ્રારંભ કર્યો. આ આધ્યાત્મિક માર્ગમાં ‘બાહ્યાંતર નિગ્રંથ' થવા માટેનો તેમનો પ્રયત્ન હતો. સર્વ સાંસારિક બંધનોથી પર થઈને અંતરમાં અપૂર્વ અવસરના ઉજાસની તૈયારી ચાલતી હતી. વિ. સં. ૧૯૫૩માં વવાણિયાના ઘરમાં માતુશ્રી દેવમા બીમારીને કારણે ઢોલિયા પર સૂતાં હતાં, ત્યારે માતાની સેવામાં સદા તત્પર એવા ઢોલિયા પર બેઠેલા શ્રીમદે અનન્ય પદની રચના કરી. એમના અંતરમાંથી આવું અપૂર્વ કાવ્ય પ્રગટ્યું : અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો .....૧. અપૂર્વ ” આંતરિક રીતે તો પોતે નિગ્રંથ હતા જ, કિંતુ બાહ્ય રીતે પણ નિગ્રંથ થવાની ઉત્કટ ઇચ્છા એમણે આ પદમાં પ્રગટ કરી છે. આગ્રાનો તાજમહાલ શિલ્પકલાનો સર્વોત્કૃષ્ટ નમૂનો છે, તેમ આધ્યાત્મિક વિશ્વના ભવ્ય શિખર પરના ગુણસ્થાનનો આરોહણક્રમ સૂચવતું આ કાવ્ય અપૂર્વ મર્મગામી કાવ્યકલાનો નમૂનો છે. એકવીસ કડીના આ નાના કાવ્યમાં વિરાટ તત્ત્વજ્ઞાન છુપાયેલું છે. આમાં માનવીને એના લક્ષ્યસ્થાન મોક્ષ સુધી પહોંચાડવાનો વિકાસક્રમ શ્રીમદે જૈન આગમોની પરિપાટી અનુસાર દર્શાવ્યો છે. સૌથી નિમ્ન મિથ્યાત્વની ભૂમિકાથી માંડીને સિદ્ધપદની સર્વોચ્ચ દશા સુધીના જીવના કમિક ઊર્વારોહણને ચૌદ ગુણસ્થાન તરીકે જૈનદર્શનોમાં ઓળખાવ્યાં છે. ‘અપૂર્વ અવસર' કાવ્યમાં ચોથા ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાને રહેલા જીવની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કાવ્ય અત્યંત સરળ ભાષામાં લય અને તાલના માધુર્ય સાથે રચાયું છે. એનું ગાન વ્યક્તિને આનંદની અપૂર્વ મસ્તીમાં લીન કરી દે છે. આધ્યાત્મિક માર્ગનાં અતિ ગુઢ તત્ત્વો અને અલૌકિક રહસ્યોથી ભરપૂર આ કાવ્ય વ્યક્તિને સ્વયં ઉચ્ચ દશાની યાત્રા કરાવે છે. આવી વિશેષતાને કારણે જ મહાત્મા ગાંધીજીએ પોતાના પ્રિય કાવ્ય તરીકે એને ‘આશ્રમ ભજનાવલિમાં સ્થાન આપ્યું હતું. ૨૯ વર્ષની યુવાન વયે એક જ બેઠકે રચાયેલું આ કાવ્ય શ્રીમની અંતરંગ દશાનું હૃદયંગમ પ્રતિબિંબ ઝીલે છે અને એમના આત્મિક વિકાસની ઝાંખી કરાવે છે. ભાવમંજૂષા હૈ ૧૧૦ ૧૧૧ O ભાવમંજૂષ
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy