SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. અપ્રીતિ થાય તેવા સ્થળે ન રહેવું. ૨. ધ્યાનને અનુકૂળ જ જગા શોધવી. ૩. પ્રાયઃ મૌન રહેવું. ૪. હાથમાં જ- કરપાત્રથી ખાવું. ૫. ગૃહસ્થની ખુશામત ન કરવી. આ પાંચ સંકલ્પ સાથે મહાવીર તરત ત્યાંથી નીકળી પડ્યા. યોગી મહાવીર તીર્થંકર બન્યા તે આ પાંચ સંકલ્પના બળે. સાચા સાધુ અને ખરી સાધનાની અગ્નિપરીક્ષા જેવા આ સંકલ્પો ભગવાન મહાવીરના જીવનની દીવાદાંડી બની રહ્યા. સંકલ્પ માનવીના આત્માને પરમાત્માની સ્થિતિએ પહોંચાડવામાં સહાયક બને છે. સાચી સાધના સંકલ્પના બળ વિના ટકતી નથી. ૪૯ અલભ્ય લઘુતા ધોમધખતો બપોર હતો. પૃથ્વી ધગધગતી હતી. આ વેળા કોલ્લાગ સન્નિવેશના ધોરી માર્ગ વીંધીને ઇન્દ્રભૂતિ ગૌતમ ભિક્ષા વહોરીને પાછા ફરતા હતા. પૃથ્વીસરમાં નેત્ર ઢાળીને એ ચાલ્યા જતા હતા. અચાનક જનપ્રવાદ એમને કાને અથડાયો : - ‘દેવાનુપ્રિયો ! ભગવાન મહાવીરની ગૃહસ્થશિષ્ય, શ્રમણોપાસક આનંદ અનશન સ્વીકારી દર્ભની પથારીએ પોઢ્યા છે.' શ્રમણોપાસક આનંદના અનશનની વાત સાંભળી ગણધર ગૌતમસ્વામી થંભી ગયા. એમણે વિચાર્યું : ‘ઓહો, ધન્ય ઘડી, ધન્ય પળ ! ચાલો ત્યારે, શ્રમણોપાસક આનંદને મળતો જાઉં. એમણે અનશન ધારણ કર્યું છે. ફરી મળાય કે ન પણ મળાય.' ગણધર ગૌતમ પૌષધશાળા તરફ ચાલ્યા. અઢારકોટિ હિરણ્યના નિધાનના ધણી અને દશ દશ હજાર ગાયોવાળા છ છ વ્રજોના સ્વામી શ્રમણોપાસક આનંદ આખર સ્થિતિમાં હતા, પણ તેમના ચહેરા પર ત્યાગનું અને વ્રતનું ભવ્ય તેજ ચમકતું હતું. ગૌતમને જોતાં જ તેમણે કહ્યું, ‘ભગવનું, અનશનને કારણે અતિશય દુર્બલ થઈ 11 શ્રી મહાવીર વાણી II જગતમાં બધા પ્રાણીઓ પોતાના સંચિત કર્મોથી જ સંસારભ્રમણા કરે છે. પોતે કરેલા કર્માનુસાર ભિન્ન ભિન્ન યોનિ તેને પ્રાપ્ત થાય છે. ફળ ભોગવ્યા વિના ઉપાર્જિત કમોંમાંથી પ્રાણી મુક્ત થઈ શકતો નથી.. શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર ૧-૨-૧-૪ ભાવમંજૂષા હૈ ૧૦૬ ૧૦૩ 9 ભાવમંજૂષા
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy