SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ આ દૃશ્ય જોતાં જ બાળ શ્રીમદ્દ પ્રથમ તો ધિક્કારની લાગણી થઈ. તેઓ વિચારવા લાગ્યા કે પોતાના તરફ સદાય પ્રેમથી વર્તનાર વ્યક્તિને આવી રીતે બાળી નખાતી હશે ? લોકો પણ કેવા કૂર છે કે આવા સુંદર અને સારા માણસને આમ બાળી નાખે છે ! આમ વિચારતા બાળ શ્રીમના હૃદયમાં તત્ત્વનો ઊહાપોહ થયો. એ વિચારવા લાગ્યા કે શરીર તો એનું એ છે, તો એમાંથી શું ચાલ્યું ગયું ? એ કયું તત્ત્વ છે ? આમ વિચારની શ્રેણીએ ચડતાં ચડતાં પૂર્વજન્મોની સ્મૃતિ વચ્ચે રહેલું આવરણ ખસી ગયું. જાણે પડદો હટતાં કેટલાય પૂર્વજન્મોની સ્મૃતિ જાગી ઊઠી ! આગળ જતાં એમણે જૂનાગઢનો ગઢ જોયો, ત્યારે પૂર્વજન્મોની વિશેષ સ્મૃતિ તરી આવી. એમને જાતિસ્મરણજ્ઞાન થયું. આ જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના ધારણા નામના જ્ઞાનના ભેદનો પ્રકાર છે. આ જાતિસ્મરણશાનને કારણે સાત વર્ષની નાની વયમાં શ્રીમદ્ અભુત વૈરાગ્યરસ અનુભવવા લાગ્યા. કોઈ વળી દુઃખના ભાવથી કહેતા કે કેવા મીઠા સ્વભાવનો જુવાન આ મલક (દુનિયા) છોડીને ચાલ્યો ગયો. વાત વહેતી વહેતી બાળ શ્રીમદ્ પાસે આવી. એમણે સાંભળ્યું કે અમીચંદભાઈ સર્પદંશથી ગુજરી ગયા. આ સાંભળતાં જ બાળ શ્રીમદ્રને આઘાત લાગ્યો. પોતાના તરફ ભલી લાગણી દાખવનાર વ્યક્તિ એકાએક ગુજરી જાય તે કેવું ? શ્રીમનું બાળમાનસ ઊંડા વિચારમાં ડૂબી ગયું. એમાં પણ એમના મનમાં સતત એક શબ્દ પડઘા પાડવા લાગ્યો. એ વિચારમાં પડ્યા કે આ “ગુજરી જવું ” એટલે શું ? એમાં શું થતું હશે ? અમીચંદભાઈને શું થયું હશે ? આ સમયે બાળ શ્રીમને માટે તો પૂછવાનું સ્થાન એમના વહાલસોયા દાદા પંચાણભાઈ હતા. બાળ શ્રીમદ્ દાદા આગળ દિલ ખોલીને પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરતા. દાદા એની વાતનો વહાલથી પ્રત્યુત્તર આપતા. બસ, તો દાદા પાસે જઈને એમને પૂછયું કે, “ગુજરી જવું” એટલે શું? દાદાને પૂછવા માટે બાળ શ્રીમદ્ દોડ્યા. બાળ શ્રીમદે દાદા પંચાણભાઈને પૂછ્યું, ‘દાદાજી ! દાદાજી ! ‘ગુજરી જવું' એટલે શું ?” દાદા પંચાણભાઈ બાળ શ્રીમનો આ સવાલ સાંભળીને ચમક્યા. અરે ! આ નાના બાળકને એનો અર્થ કહેવાય શી રીતે ? એ અર્થ જાણીને બીકથી છળી જાય, ડરી જાય તો શું ? આથી દાદા પંચાણભાઈએ વાતને ભુલાવવા માટે કહ્યું, “જા, જા. પહેલાં રોંઢો (બપોરનો નાસ્તો) કરી લે. પછી બીજી વાત.” બાળ શ્રીમની જિજ્ઞાસા અડગ હતી. એમણે તો ફરી પૂછ્યું, “દાદા ! પહેલાં મને સમજાવો કે ‘ગુજરી જવું’ એટલે શું ? પછી બીજી બધી વાત.” ગમે તેટલી કોશિશ કરવા છતાં બાળ શ્રીમદ્ પોતાની વાત પર અડગ રહ્યા. આથી આખરે દાદાએ સમજાવ્યું, “જો “ગુજરી જવું' એટલે હવે તે બોલશે નહીં, હાલશે-ચાલશે નહીં, ખાશે નહીં, પીશે નહીં, એનો જીવ નીકળી ગયો છે. એટલે એને મસાણ(સ્મશાન)માં બાળશે.” ગુજરી જવું” એ વાતનો ખરો ભેદ પામવા માટે બાળ શ્રીમદ્ છાનામાના તળાવ પાસે પહોંચી ગયા. તળાવની પાળ ઉપર બે શાખાવાળા બાવળ પર ચડથી . ચડીને સ્મશાન ભણી નજર માંડી, તો ચિતા ભડભડ બળતી હતી. કેટલાક માણસો ઊભા હતા અને કેટલાક ચિતાની આસપાસ બેઠા હતા. ll શ્રી મહાવીર વાણી | સર્વ પ્રાણીઓ પોતાના કર્મો પ્રમાણે જુદી જુદી યોનિમાં જન્મ ધારણ કરે છે. કમોને આધીન પ્રાણી, અવ્યક્ત દુઃખી થતો તેમ જ જન્મ, જરા અને મૃત્યુથી સદા ભયભીત રહેતો, ચાર ગતિરૂપ સંસારચક્રમાં ભટકે છે. શ્રી સૂત્રકતાંગ સૂત્ર, ૧-૨-૩-૧૮ ભિાવમંજૂષા જે 100 ૧૦૧ % ભાવમંજૂષા
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy