SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ દેહ છબીનો મોહ કે કરી યોગી હસ્યા. કશુંક લખીને એ ચિઠ્ઠી માદળિયામાં મૂકીને આપી. રાજાએ કોઈ ભિખારીની માફક એ માદળિયું લીધું અને રાણીએ ગળામાં પહેર્યું. ફેરી થોડા સમય બાદ એ વન ગાજી ઊઠ્યું. ફરી રાજા અને રાણી એ અવધૂતની પાસે આવ્યાં. રાજાએ ગદ્ગદ કંઠે કહ્યું, “યોગીરાજ ! વાહ, આપની શક્તિ ! વાહ, આપનો મંત્ર ! આપે આપેલા માદળિયાથી મારા ઘરમાં ઘોડિયું બંધાયું. જે માગો તે આપને ચરણે ધરવા આવ્યો છું.” મસ્ત યોગીએ રાજા તરફ બેપરવા દૃષ્ટિ કરી, એમણે માદળિયું માંગ્યું. એ તોડીને અંદરથી કાગળ કાઢ્યો. રાજા એમાં લખેલ પુત્રપ્રાપ્તિનો સચોટ મંત્ર વાંચવા આતુર હતો. યોગીએ એને એ મંત્ર વાંચવા કહ્યું, એમાં લખ્યું હતું, “રાજાકી રાનીકો લડકા હો તો ભી આનંદઘનકો ક્યા? ઔર રાજાકી રાનીકો લડકા ન હો, તો ભી આનંદઘનકો ક્યા?” મંત્ર વાંચીને રાજા સ્તબ્ધ બની ગયો. રાણી વિચારમાં ડૂબી ગઈ. યોગી આનંદઘનજીએ હસીને કહ્યું, “રાજા, યોગી કોઈને સંતાન ન આપે, યોગી કોઈને સંપત્તિ ન આપે. દીકરો થતાં તું મને સંપત્તિ આપવા આવ્યો છે, પરંતુ મારે મન એ સંપત્તિ તો પગ નીચેની ધૂળ કરતાંય નકામી છે.” રાજા-રાણીનું મસ્તક યોગીના ચરણમાં નમી ગયું. યોગને માર્ગે જતા સાધકના જીવનમાં અનેકવિધ અનુભવો થતા હોય છે. જો સાધક આ માર્ગની અધવચ્ચે મળેલી સિદ્ધિઓમાં સપડાઈ જાય તો એની યોગશક્તિ રૂંધાઈ જાય છે. સાચી સાધુતા સંતાન ન આપે, સંપત્તિ ન આપે. એ તો ક્યારેય નષ્ટ ન થતી આત્મશક્તિ આપે. છે. કાલે છે, છે " ભગવાન મહાવીરના પરિનિર્વાણનો સમય નજીક આવ્યો. પાવાપુરીના હસ્તિપાલ રાજાના તલાટીની કચેરીમાં ત્રણ મહિના વીતી ગયા હતા અને ચોથો મહિનો પણ અડધો પૂર્ણ થયો હતો. ભગવાનના નિર્વાણ સમયની માહિતી મળતાં પાવાપુરીના ઘરઘરમાં શોક, ઉદાસી અને ગમગીની છવાઈ ગયાં હતાં. આ સમયે સામાન્ય જનો વ્યાકુળ બની ગયા હતા અને વિચારતા હતા કે પ્રભુની આ અલૌકિક છબી ફરી ક્યાં અને ક્યારે નિહાળવા મળશે ? યુગો પછી સાંપડેલી આ અમૃતવાણી ક્યાંથી સાંભળવા મળશે ? જ્ઞાનીઓ શોક અને આનંદને સમાન ગણીને રહેવાનું કહેતા, ભગવાન મહાવીર મુક્તિને વરશે અને દેહની દીવાલ દૂર થશે, આમ છતાં તેમનું હૈયું પણ હાથ રહેતું નહોતું. દેવો અને ઋષિઓ મધુર શંખ બજાવી રહ્યા હતા. એમની સેવામાં આવેલા દેવોના સ્વામી ઇન્દ્ર પણ મૃત્યુ-ઉત્સવની બધી રચના કર્યા બાદ હૈયું હારી બેઠા. અંતિમ પળે પ્રભુના અભાવની કલ્પના એમને અકળાવનારી લાગવા માંડી. ઇન્દ્રરાજે પ્રભુને કહ્યું, “આપનાં ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન હસ્તોતરા નક્ષત્રમાં થયાં હતાં. અત્યારે આપના નિર્વાણના નક્ષત્રમાં ભસ્મગ્રહ સંક્રાંત થાય છે તો ૮૧ ભાવમંજૂષા 11 શ્રી મહાવીર વાણી in સારા કર્મનું ફળ સારું મળે છે. ખરાબ કર્મનું ફળ ખરાબ મળે છે. શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર, ૧, ૩૦, ૨૦ ભાવમંજૂષા મેં ૮૦
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy