SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ *** 3 નગરની ઇજ્જત ગિરધર નામનો નિશાળિયો બોલ્યો, “અમે થીનો લોટો સાચવીશું.” શ્રીમદે વળતો સવાલ કર્યો, “આવું કેમ ? ઘી અને છાશ તો એકમાંથી ઉત્પન્ન થાય છે, ખરું ને ? ગિરધરે કહ્યું, “છાશ ઢળી જાય તો ઘણા લોકો એને ફરી વખત ભરી આપે, પણ ઘીનો લોટો કોઈ ભરી ન આપે.” આ વાતનો સાર સમજાવતાં શ્રીમદ્ બોલ્યા, “છાશ જેવા દેહને આ જીવ સાચવે છે અને ઘી સમાન આત્માને જતો કરે છે. જે આત્માને ઘીની જેમ મૂલ્યવાન જાણે છે તે આત્માને સાચવે છે અને આંચ આવે ત્યારે છાશની માફક દેહને જતો કરે છે. પૂર્વે કર્મ ઉપાર્જન થયાં એટલે તે ભોગવવા રૂપે દેહ મળવાનો, પણ ખરો જાળવવાનો તો આત્મા છે.” એક વાર શ્રીમદ્ કાવિઠામાં ફરવા નીકળ્યા હતા ત્યારે એમની પાછળ પાછળ કેટલાંક છોકરાંઓ ગયાં. શ્રીમદે પોતાની સાથેના ભાઈઓને પાછા જવાનું કહીને આ છોકરાંઓને પોતાની પાસે બેસાડ્યાં અને દરેકને જેવી આવડે તેવી વાર્તા કહેવાનું કહ્યું. દરેક છોકરાએ વાર્તા કહી. પછી શ્રીમદે છોકરાંઓને પૂછ્યું કે, તમે ગામમાં બકરી અને પાડો જોયાં છે ?” બધાંએ ‘હા' કહ્યા પછી શ્રીમદે કહ્યું, “ગામના તળાવમાં પાડો અને બકરી પાણી પીવા ગયાં. પાડો પાણી પીધા વિના પાછો આવ્યો અને બકરી પાણી પીને આવી, તેવું શેના કારણે બન્યું હશે ?” છોકરાંઓએ કહ્યું, “પાડો તો બહુ જ બરો હોય છે ! એ કેમ પાણી પીધા વિના પાછો આવ્યો ?” શ્રીમદે કહ્યું, “પાડામાં એવી કુટેવ હોય છે કે એ તળાવના કાંઠે જઈને પાણી ડહોળો છે, જ્યારે બકરી તળાવના કાંઠે ઊભી રહી, નીચી ડોક રાખી પાણી પીને ચાલી આવે છે.” આ દૃષ્ટાંત પરથી શ્રીમદે કહ્યું કે, “કેટલાક લોકો સત્પષો પાસે જઈને પોતાનું ડહાપણ ડહોળે છે, તેથી તેઓ કશું પામી શકતા નથી અને બીજાને અંતરાયરૂપ બને છે. જ્યારે બીજા પ્રકારના લોકો એવા હોય છે કે જેઓ સત્વરુષની વાતમાં શ્રદ્ધા કરે છે, એટલે પોતે પામે છે અને બીજાને અંતરાયરૂપ બનતા નથી.” અરે, અમદાવાદી શેઠ, ફિઝુલ વાત રહેવા દે, મતલબની વાત કર.” મોગલ શહેનશાહ ઔરંગઝેબના સેનાપતિ હામિદખાં ધનતરસી આંખે અમદાવાદના નગરશેઠ ખુશાલચંદને જોઈ રહ્યા હતા, સત્તાની લાલસા ધરાવનારની આંખો લોહીતરસી હોય છે અને પ્રજાના પૈસા ઝડપવા ચાહતા રાજ કર્તાની આંખો ધનતરસી હોય છે. સેનાપતિ હામિદખાં અમદાવાદને લૂંટવા આવ્યો હતો. માત્ર ધનની લૂંટ નહોતી પણ ધનની સાથે શીલની લૂંટ હતી. માત્ર પૈસાથી સંતોષ નહોતો પણ લોકોને મારીને કે ત્રાસ આપીને પૈસા કઢાવવામાં આનંદ થતો. આખું અમદાવાદ શહેર થર થર કાંપતું હતું ત્યારે અમદાવાદના નગરશેઠ ખુશાલચંદ સામે પગલે હામિદખાને મળવા ગયા. લાલ જરી ભરેલી પાઘડી અને કાનમાં હીરાના કોકરવાથી આ શેઠનો ચહેરો શોભાયમાન હતો. એક બાજુ સેનાપતિ હામિદખાં ધૂંધવાયેલો, અકળાયેલો અને પ્રજા પર ત્રાટકવા થનગનતો હતો તો બીજી બાજુ ખુશાલચંદ શેઠની શાંત અને સૌમ્ય મુખમુદ્રા પર ભયનું કોઈ ચિહન નહોતું, માત્ર ભવિષ્યમાં પ્રજાને થનારા આતંકની ભાવમંજૂષા બ ૩૪ ઉપ 5 ભાવમંજય
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy