SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ધનની કેદમાં ગૂંગળાય છે ધર્મ ! કરવા લાગી પણ જુવાન તો થાંભલાની જેમ અડગ ઊભો રહ્યો. થાકેલી ભેંસ બે ડગલાં પાછી હઠી. બહેચરે વીજળીવેગે લાકડી હાથમાં લઈને બાવડાનું બધું બળ ભેગું કરીને લાકડી વીંઝી. ભેંસ ચડપ કરતી આવી હતી એ દિશામાં પાછી ફરવા લાગી. પંદર વર્ષનો જુવાન બહેચર મુનિરાજ પાસે આવ્યો અને બોલ્યો, “મહારાજ, આવે સમયે ન નીકળો તો સારું. કદાચ નીકળો તો કોઈને સાથે લઈને નીકળો.” મુનિરાજે જુવાનને કહ્યું, “ભાઈ, તારી ઉપકારની ભાવનાને વખાણું છું, પરંતુ અબોલ પ્રાણીને આવો લાકડીનો ફટકો ન મરાયએ અબોલની આંતરડી કેટલી કકળી હશે ! કોઈ આપણને ફટકો મારે અને વેદના થાય એમ એ જીવને કેટલી બધી વેદના થઈ હશે !” બહેચર તો વિચારમાં પડ્યો. આ તે વળી કેવું ? ધરમ કરતાં ધાડ પડી હોય તેવું લાગ્યું. એણે કહ્યું, “મહારાજ ! આ ભેંસ તો બધા જાનવરમાં સૌથી જાડી બુદ્ધિવાળી ગણાય. જો મેં બાવડાનું બળ બતાવ્યું ન હોત તો આજ તમારાં બધાંય વરસ પૂરાં થઈ ગયાં હોત.” મહારાજ બોલ્યા, “ના, ભાઈ ના, એવું કશું નથી. એ અબોલ પ્રાણીનેય આત્મા હોય છે. એનોય જીવ દુભાતો હોય છે. તેં બાવડાનું બળ બતાવ્યું પણ તારે આત્માના બળની ફિકર કરવી જોઈએ. મારનાર મોટો નથી પણ તારનાર મોટો મુનિરાજના ઉપદેશ આગળ બહેચરનો ગર્વ ગળી ગયો અને તારનારું આત્મબળ મેળવવા કાજે એ મુનિ બન્યા. વખત જતાં એ કસો આઠ ગ્રંથો રચીને અઢારે આલમના અવધૂત એવા યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજી બન્યા. બાવડાના બળની સાથે ભીતરના બળને જોડનાર તો આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી જેવી વિરલ વિભૂતિ જ હોય ! સાચા યોગીની મસ્તી અનેરી હોય છે. દુન્યવી વ્યવહારનાં કાટલાંથી એને જોખી શકાય નહીં. સમાજની માન્યતાઓથી એને બાંધી શકાય નહીં. દંભ કે દેખાવ, ધન કે માનથી એને રોકી શકાય નહીં. - યોગી આનંદધનજીએ મસ્તીના સાગરમાં ડૂબીને વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. ત્યારે સભામાં થોડો અજંપો વ્યાપી ગયો. મેડતા ગામ આમ તો ભક્ત મીરાંબાઈનું ગામ હતું, પરંતુ ગામલોકો ભક્તિની શક્તિની વાત કરતાં કરતાં સંપત્તિનું મહિમાગાન ભૂલ્યા નહોતા. મેડતામાં લખપતિ અને કરોડપતિનો તૂટો નહીં. એક અબજપતિનો અહીં વાસ હતો. નિયમ એવો હતો કે અબજપતિ શેઠ આવે પછી વ્યાખ્યાન શરૂ થાય. ધનની હાજરી વિના આમેય ધર્મ ક્યાં ચાલે છે ? સભા અબજોપતિની રાહ જોતી હતી, પણ મસ્તયોગીને થોભવાનું કહી શકે તેમ નહોતી. યોગી આનંદધનની અધ્યાત્મ-ગહન વાણી વહેવા લાગી. એવામાં માથા પર જરી ભરેલી લાલ પાઘડી, હાથની આંગળી પર હીરાની વીંટી અને ગળામાં હીરાજડ્યા હાર સાથે અબજપતિની પધરામણી થઈ. 1 શ્રી મહાવીર વાણી | જેમ રાગ-દ્વેષ દ્વારા ઉપાર્જિત કરેલાં કર્મોનું ફળ ખરાબ મળે છે. તેમ કમોંના ક્ષયથી જીવ સિદ્ધ થઈને સિદ્ધલોકને પ્રાપ્ત કરે છે. શ્રી ઔપપાતિક સૂત્ર ભાવમંજૂષા ૩૦ ફા 5 ભાવમંજૂષા
SR No.034272
Book TitleBhav Manjusha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy